Monthly Archives: સપ્ટેમ્બર 2012

દેશીંગાનો ઈતિહાસ #14

દેશીંગાના  દેવસ્થાનની વાત કરુંછું ભાદરને કાંઠેથી ગામમાં આવતાં  ખુલ્લા આકાશ નીચે જમીન ઉપર  કાનજીબાપાએ પધરાવેલા ઘંટેશ્વર મહાદેવ આવે .કાનજીબાપા   નદીમાં સ્નાન કરીને આવે સાથે એક પાણીનો કળશિયો  પાણીનો ભરતા  આવે અને ઘંટેશ્વરને ચડાવે .પછી ગામમાં પ્રવેશ કરે અને દરરોજ નહીં પણ કોઈ વખત શિવમંદિરમાં  શિવજીને પણ પાણી પાણી ચડાવે અને પછી ઘરે શિવલિંગ કે પોતે ઓટા ઉપર સ્થાપિત કરેલા છે .તેને ચડાવે .ગામના દરવાજાને અડીને જમણી બાજુ એક મૂર્તિ છે તેના પાસે હળ છે જે ક્ષેત્ર પાળ અથવા ખેતરપાળ તરીકે ઓળખાય છે .દરવાજામાં (ઝાંપા માં )પ્રવેશ કરો એટલે ડાબી બાજુ શિવમંદિર આવે આ મંદિરના દરવાજા બહાર જમણી બાજુ ગણપતિ બાપની મૂર્તિ છે .સાથે એનું વાહન ઉંદર છેકે નહિ એ મને યાદ નથી ન હોયતો કંઈ વાંધો નહિ .જીવિત ઉંદર ઘણા ફરતા હોય છે .ગણપતિ બાપાને ક્યાંય જવું હોયતો તુરત મળી આવે .ગણપતિબાપાની સન્મુખ હનુમાન દાદા છે જેની મૂર્તિ નથી પણ લંબચોરસ પત્થર છે. શિવમંદિર ની સામી બાજુ રામમંદિર છે .જે ચોરા તરીકે ઓળખાતો ચોરા ઉપર જવાના પગથીયાં ચડતાં એક દેવ બિરાજમાન છે .એ ક્યાં દેવ કે દેવી છે એની મને ખબર નથી .અને હું માનું છું ત્યાં સુધી ગામમાં કોઈને ખબર નહિ હોય .શિવમંદિરની પાછળ જ્યાં અતીત બાવાઓની પત્નીઓને મૃત્યુ પછી દાટવામાં આવતી એ જગ્યાએ એક દિવો કરવાના ગોખલા વાળી સમાધિ છે તે કાનજીદુર બાપાના સૌ થી નાના દીકરા ચીના બાપાની છે .એનો જાણવા જેવો છે જે હું કહું છું એક વખત વરસાદની એલી થઇ .નદીમાં જબરદસ્ત પુર આવ્યું આવી પરિસ્થિતિમાં ચીના બાપા મૃત્યુ પામ્યા .ઓલો દોહરો છે કે “કામી  કળ (કુળ )ન ઓળખે   લોભી ન ગણે લાજ  મરણ વેળા ન ઓળખે ભુખ ન ગણે અખાજ ” આ દોહરો મેં ડોશા બાપા  કંડો રિયા  પાસેથી (ડોસા પીઠા ) સાંભળેલો છે .જે  દેશીંગા ના હતા .પછી ન છૂટકે ચીના બાપા ને ન છૂટકે દાટી દેવા પડ્યા  ચીના બાપા બહુ ઝઘડાળું  હતા .અને દટાઈને  દેવ બનીગયા .અમારા કુટુંબના કોઈ સભ્યની જનોઈ દેવાય કે લગ્ન થાય તો ચીના બાપાની સમાધીયે પ્રણામ કરવા જવું પડે આ ચીના બાપાની સમાધિનો ઈતિહાસ મારા સિવાય કોઈ નહિ જાણતું હોય .જયારે  દેશીંગા ગામ વસ્યું  ત્યારે  ગામ વચ્ચે એક દાડ મા  બાપાની સ્થાપના કરી .મૂર્તિને બદલે એક મોટો પત્થરો મુકી દીધો .દાડમા    બાપાને ઘોંઘાટ પસંદ નથી એટલે લુહાર,સુતાર ,કુંભાર ,મોચી વગેરે કારીગરોને   દાડમા બાપાથી દુર  ધંધો કરવો પડે .બાબી દરબારો આવ્યા પછી પોતાનું  ઘર ગામ વચ્ચે બનાવ્યું તેઓએ દાડમા બાપાને પોતાના ઘર અડીને રહેવા દિધા કાઢ્યા નહિ . પછી નવરંગ ખાં  બાપુએ કોઈની  શીખવણીથી  દાડમા   બાપાંને દુર કાઢ્યા .પછી પરિસ્થિતિ બદલાણી રાજાઓના રાજ ગયા  દાડમા  બાપાએ દરબારો કાઢ્યા અને બાપા પોતાની મૂળ જગ્યાએ બેસી ગયા .પછી ગામ બહાર નીકળો એટલે ચારણ આઈનું સ્થાન રત્નાગર ને  કાંઠે આવે તેની વાત મેં શરુઆત માં ઈતિહાસ લખતી વખતે કરી દીધી છે .પછી   થોડે દુર સમેગાને માર્ગે ઘોડલ પીર આવે .તે બાબતનો મારો લેખ જર્સી સીટી થી પ્રસિદ્ધ થતા મેગેજીન “વતન “માં છાપએલો છે .જેની કોપી મેં દેશીંગામાં કોઈને આપી છે.એનો ઈતિહાસ ટુંકામાં કહું છું એક ઘોડેસવાર ડાકુએ દેશીંગાની પનિહારી બેનોના ઘરેણાં લુંટી કરારના મોલાત ઉભેલા  ખેતરો તરફ ભાગી ગયો ગામના જુવાનો એને પકડવા પાછળ પોતે ઘોડાના કારણે પકડાય જશે એવી બીક  .લાગવાથી ઘોડાને ધારા તીરથ  દીધી .મતલબકે તલવારના ઝાટકે ઘોડાની ગરદન કાપી નાખી અને લુટારો પોતે આબાદ છટકી ગયો .ઘરે ગયા પછી એનું મન પરિવર્તન

ઘરડા થયા કે દુનિયામાં કોઈનાય

ગીતનો રાગછે .”વાલમને રેઢો મેલતા મારું મનડું   નથીય  માનતું ”

ઘરડા થયાકે દુનિયામાં કોઈનાય  નો રહ્યા .

\પુત્રોના પરિવારમાં બાપો આંખે  ચડી ગયા …..ઘરડા  1

વેલી સવારે ભજન  ગાયું તો છોકરાં ચિડાઈ ગયાં

માની પાંહે જઈ રાવ ખાધીકે બાપા  ગાંડા થયા …..ઘરડા 2

હેડીનો ભાઈબંધ  ઘેર આવ્યો બાપા ચાનું કેવા ગયા

ભણેલી  વહુએ છણકો  કિધોકે  આવા ક્યાંથી  મર્યા ….ઘરડા 3

ઘર ઘર માટીના ચુલા છે સમજી મેમાન જાતા રયા

વાંહે જઈ બાપાએ માફી માગીતો મેમાન રડી પડ્યા ….ઘરડા 4

હેમત” આતા “ફિનિક્ષ શહેરમાં રેવા જાતા રયા

સુરેશ જાનીએ બ્લોગ આપ્યા પછી મીત્રુ જાજા થયા ….ઘરડા 5

દેશીંગાનો ઈતિહાસ #13

પણ બાપુએ કાનજી બાપાને કીધું કે આ ચોર નવાબની હદનો છે .એટલે અમારે અને નવાબ વચ્ચે જીભા જોડી થાય વખતે વેર બંધાય ,માટે આ ચોરની લાશને ક્યાંક નાખી આવો .”ન રહે બાંસ ન બજે બાંસરી “હું હથિયાર સાથે થોડા જુવાનીયા મોકલું  છું એટલે લાશને ઝોળી માં  નાખી દુર ફેંકી આવો .અને કાનજી બાપાને કીધુંકે  તું આ લોહી ભરેલી તલવાર સાથે તારી મુછોના આંકડા બરાબર ચડાવીને લાશ વાળી ટોળીની આગળ ચાલજે.બસ પછી ગામના મેઘવાળ સહિતના તમામ હથિયાર બંધ જુવાનો લાશને ઝોળીમાં નાખી ચાલતા થયા .ટોળીની  આગળ લોહી ભરેલી ખુલ્લી તલવાર સાથે મુછોને તાવ દેતા કાનજી બાપા ચાલી  રહ્યા .અને ઠેઠ  સરાડીયાના ભાટના શેરડીના વાડમાં નાખી આવ્યા .દરબાર પણ સૌ ની ક્ષેમ કુશળ સાથે આવવાની રાહ જોતા ઉભા હતા .કાનજી બાપા સીધા નદીએ ગયા .નદીમાં લોહી વાળી તલવાર ધોઈ નદીમાં સ્નાન   કરી ઘરે ગયા .પછી ગામ લોકોએ  એવું નક્કી કર્યું કે હવે આપણે કાનજી બાપાને રક્ષણ આપવું જોઈએ એવું વિચારી  કાનજી બાપાને રાતના સુવા માટે હાલ જ્યાં જીણાભાઈ વેલજીભાઈનું ઘર છે ત્યાં મેદાન હતું અહી વ્યવસ્થા કરી વચ્ચે  કાનજી બાપાનો ખાટલો અને ફરતા કન્ડોરિયા આહેરોના ખાટલા ઢળાતા . કં ડોરીયા આહેરોની લાગણી કાનજી બાપા ઉપર વધારે એટલા માટે રહેતી કે કાનજીબાપા નાં પત્ની  સુંદરમા કંડોરિયાના ગોરની દિકરી હતાં .થોડા દિવસ કાનજી બાપા સૌ ના રક્ષણ હેઠળ સુતા પછી એક દિવસ કાનજીબાપાએ સૌ ને કીધું કે તમોએ મને જે રક્ષણ આપ્યું એ બદલ હું તમારો આભારી છું .પણ હવે હું મારે ઘરે સુતો જઈશ .જે લોકો પોતાના સાથી મિત્ર ની લાશ પડતી મુકીને ભાગી ગયા .એવા  ભિરુઓ મને શું મારવા આવવાના હતા .અને કદાચ મને મારવા માટે પાંચ સાત જણા આવશે તો એમાંના બે ચારને માર્યા પછીજ હું મરીશ અને બીજું મારા મૃત્યુ માટેનો જે દિવસ નક્કી થયો હશે એજ દિવસે હું મરીશ મારી પાંચમ માંડી હશે તો છઠ નહી .          “તુલસી ભરોસે રામકે નિર્ભય હોઈકે સોય હોની અન હોની નહિ હોની હોય સો હોય .પછી તો આવાતને વર્ષો વિત્યાં કાનજીબાપા  હવે બાળ બચરવાળ થાવા માંડ્યા .એક દિવસ ગામ લોકોએ કાનજી બાપાને કહ્યું કે તમે હવેથી યજમાન વૃતિ નહિ કરું એવી પ્રતિજ્ઞા લઈને આવ્યા છો .એ પ્રતિજ્ઞા હવે અમારા મનની ખાતર તોડો .કાનજીબાપા કહે મેં કોઈ પ્રતિજ્ઞા લીધી નથી .ખાલી મનથીજ નક્કી કરેલું કે હવે મારે યજમાન વૃત્તિ  નથી કરવી ,પછી ગામલોકો બોલ્યા કે આપણા ગામમાં બ્રાહ્મણ નું કામ કરવા માટે બહારથી બ્રાહ્મણ બોલાવવો પડે છે તો તમે ચાલુ કરીદ્યો અને પછી કાનજીબાપા  “અત્રાદ્ય  માસોત્તમ માસે ભાદ્ર પદ માસે “કરવા મંડી ગયા ,અને પછીતો  કાનજી બાપાની પાંચેય આંગળી ઓ ઘીમાં થઇ ગઈ કાનજીબાપાને ઘી કેળાં થઈ ગયાં .વખત જતાં કાનજીબાપા પાંચ દિકરા અને એક દિકરીના પિતા બન્યા .દિકરાઓ અનુક્રમે દયારામ ,પ્રેમજી ,મોરારજી,નંદલાલ ,અને ચીના અને દિકરી મુરી  .દયારામ બાપા યજમાન વૃતિ કરવા મેરની વસ્તીવાળા ગામ તરખાઈ રહેવા ગયા.ત્યાં મેર યજમાનો પિતૃ નિમિત્તે જમીનનું દયારામબાપાને દાન દેવા લાગ્યા લાગ્યા  એટલે દયારામબાપા ખેડૂત +ગોર થઇ ગયા .દયારામબાપા ઝઘડાળુ સ્વભાવના હતા “.અન્ન તેવો ઓડકાર “મેરનું અનાજ ખાઈને મેર જેવા થઇ ગએલા કાનજી બાપાએ આંગણામાં   પીપળાનું ઝાડ વાવ્યું . અને ફરતો ઓટો ચણ્યો અને ઉપર શિવલિંગ પધરાવ્યા .એક શંખ પણ મુક્યો મુક્યો

અમેરિકાની થોડીક વાતુ

એક આપની આગળ મારી નબળાઈ ન છૂટકે  જાહેર કરું  છું.કે   વર્ડ પ્રેસ્સ વાળો ક્યે  છે કે તમારી કોમેન્ટ  કોક કોક પહોંચે છે .એણે કીધું તમે ખોટે રસ્તે ચડી જાવ છો .પણ એણે મને સાચો રસ્તો બતાવ્યો નહિ .તો આપને કોમેન્ટ ન પહોંચે તો ખીજાઈ નો જાતા હવે હું એક ગીત રજુ કરું છું  આપના મગજનો થાક ઉતારવા (હું  ખોટું બોલ્યો એવું લાગેતો સુ રેશને પૂછો

યુ।એસની થોડીક વાતુ કઈ  જાજેરી બાકી રાખી ભઈ (ઇતાં બાપુ કેવા જેવીયુ  નઈ )

છોકરા ભેગીયુ ફરે છોકરીયું  ઈમાં વાંધો માબાપ લ્યે  નઈ મનમાં આવેતો બચી ભરી લ્યે ઉભી બજારે ભઈ …..યુ।એસની

લઘર વઘર લૂગડાં પેરે ,ઉંધી ટોપીયું  ભઈ ડુંટી વીંધાવીને  વાળિયું પેરે કયા માં કોઈના નઈ …….યુ એસની

ગાજર સફરજન એકજ ભાવે ઓલી ડુંગળી મોંઘી થઇ ,કાજુ બદામું માંડવી (મગફળી )મેથી એકજ ભાવે વેંચાઈ …યુ .એસ ની

બોળાં પાણી તોય પાણી નો લ્યે લુઈ નાખે કાગળીયો લઈ કાગળની થાળીયું કાગળના વાટકા કાગળના રૂમાલીયા  સઈ ….યુ .એસની ”

આતા “બગીચામાં ફરતોતો ઈને છોકરી ભટકાઈ ગઈ બાણું વરહની ઉમર ઈની નજરે ચડી નઈ …….યુ .એસની

દેશીંગાનો ઈતિહાસ – ૧૨ ; કાનજીબાપા

દેશીંગા માં  પિંજારા ,  મેમણ, લુવાણાના ઘર પણ હતાં .પણ પછી એલોકો બહાર ગામ રહેવા જતા રહેલા હાલ ફોગાભાઈ રહે છે ,એ મેમાંનનું ઘર હતું .ધનજીભાઈ   જુલાસના રહે છે એ  ઘરમાં લીલાધર  લુવાણા  રહેતા પણ  હવે નથી કોળીના   (ઘેડીયા )ઘર હજી છે.પછી  મારા  ગ્રેટ ગ્રાન્ડ ફાધર  કાનજી બાપા અને એમના પત્ની સુંદરમાં દેશીંગા માં ગરેજ ગામથી રહેવા આવ્યા . ગરેજ્માં મેર યજ્માંનોમાં  કોઈ ધાર્મિક ક્રિયા થાય તો જે ગોર હાજર હોય તે  વિધિ પતાવી આવે અને પછી એમાં દરેક ભાઈઓના ભાગ પડે .દરેક બ્રાહ્મણો પાસે ખેતીની જમીન હતી આ જમીન  યજમાનોએ પોતાના પિતૃ ઓની  પાછળ દાનમાં આપેલી હતી .એટલે બધા ખેતીવાડીના કામમાં  હોય  એટલે જે ભાઈ નવરો હોય એ યજમાનોનું  ધાર્મિક પ્રસંગ  કરી આવે અને પછી જે આવક થઈ હોય એમાં દરેક ભાઈઓના ભાગ પાડવામાં આવે  આમ ભાગ પાડવામાં ઝઘડા થતા .એટલે આવા ઝઘડાથી અને યજમાન્વૃતીથી  કંટાળી  બધું છોડીને  નોકરી કરવાના હેતુથી દેશીંગા આવ્યા .અને દરબારને મળ્યા અને પોતાને કોઈ પ્રકારની નોકરી માં  રાખી લેવા દરબારને વાત કરી .

દરબારે કાનજીબાપા નો  કદાવર બાંધો,, કરડો ચેહરો,પહાડી અવાજ ભરાવદાર  મૂછો જોઈ દરબારને પોતાના અંગ રક્ષક  રાખવાનો વિચાર થઇ ગયો .અને પછી પોતાના અંગ રક્ષક તરીકે રાખી પણ લીધા .પગારમાં  ખેત પેદાશ માં દરબારને ખેડૂતો તરફથી જે મળે એમાંથી કાનજી બાપાને જરુર પુરતું આપે. દરબારોની બહેનો દિકરીયોની  જે બાબી ભાયાતો ને આપેલી હોય તેમની ખબર અંતર પૂછવા કોઈ વખત કાનજી બાપાને જવું પણ પડે .દરબારે કાનજીબાપા ને એક મોરનાં ઈંડાં જેવી સફેદ અને તેજ ચાલે ચાલનારી એક ઘોડી અને એક શિરોહીની તલવાર આપેલી રહેવા માટે ઘર બાંધવા અને બીજા વપરાશ માટે  ગામની પૂર્વ દિશાએ જેટલી જોઈએ એટલી જમીન લેવા માટે કાનજીબાપાને કહ્યું .કાનજી  બાપાએ જરૂર પુરતી જમીનલીધી .ઘર બાંધવા માટે ગામના ખેડૂતોએ ખુબ મદદ કરી કાનજી બાપાએ એક ઘર બનાવ્યું અને ઘર પાછળ ઘોડી માટે  એક ઢાળ યું  બનાવ્યું .ઘર આગળના ભાગે ડેલો બનાવ્યો .અને થોડો ભાગ વાડા તરીકે ખ્લ્લો રાખ્યો  .વાડા અને ઘર વચ્ચે  ઉંચી દિવાલ ચણી અને વચ્ચે  ખડકી મૂકી . એક રાતે ઘોડી ચોરવા સિંધીઓ આવ્યા .એક માણસને ખડકી પાસે ઉભો રાખ્યો .અને એવીરીતે એકાદને ગામ તરફ રાખ્યો . અને બાકીના ઘોડી છોડવા ગયા .ચોરને જોઈ ઘોડી હણ હણ વા માંડી એનો અવાજથી સુંદરમાં  જાગી ગયાં અને તેમણે કાનજી બાપાને જગાડ્યા ,અને કીધું કે ઘોડી અવાજ કરે છે .કોઈ ચોર આવ્યા લાગે છે .કાનજી બાપા સફાળા ઉઠયા .હાથમાં  ખુલ્લી તલવાર લઈને વાડા ની વંડી કુદીને વાડામાં ગયા ખડકી પાસે ઉભેલા ચોર ને જોઈ જોઈ એક પળનો પણ વિચાર કર્યા વિના ચોરને જનોઈ વઢ  તલવારનો ઝટકો માર્યો .ચોર ધડિમ કરતો નીચે પટકાઈ પડ્યો .એ અવાજ સાંભળી ચોર ઘોડી ચોરની પડતી મુકી એકદમ  ભાગ્યા એમને એવોભય પેઠો હશે કે આ દરબારી ગામછે  જામગરી લઈને માણસો વછૂટશે તો આપણ ને એકેયને જીવતા જવા નહિ દ્યે  પોતાના ભેરુબંધની લાશ લેવા પણ રોકાણા નહિ .પછી કાનજી બાપા મોઢામાં તલવાર લઈ વંડી ઉપર ચડીને ઘરે આવ્યા .અને તુર્ત દરબારને  આ ચોરને મારી નાખવાની વાત કરી .બાપુ બહુ ખુશ થઈને કાનજી બાપાને ભેટ્યા  અને પછી કાનજી બાપાની  પીઠ થાબડી શાબાશી આપી ,અને ઇનામમાં જમીન આપવાની જાહેરાત કરી પણ પણ

મારા વાલા તું આવકારો મીઠો દેજે

હેજી તારે આંગણીએ કોઈ આશા  કરીને તો આવકારો મીઠો આપજે  રે ..જી

હેજી તારે કોઈ સંકટ જો સંભળાવે તો બનેતો  થોડાં  કાપજે  રે।.જી …..1

માનવીની પાહે કોઈ દી માનવી નો આવે તારા દિવસો જોઈ દુખીયારા આવે રે ….આવકારો 2

કેમ તમે આવીયા  છો એવું નવ પૂછજે ઈને હરવે હરવે તું બોલવાને દેજે  રે ……આવકારો 3

વાતુ ઈની  સાંભળી તું આડું  નવ જોજે ઈને માથું તો હલાવી હોંકારો દેજે રે ……આવકારો  4

“કાગ “ઈને પાણી  પાજે સાથે બેસી  ખાજે ઈને ઝાંપા સુધી વળાવવા  તું જાજે રે  ….આવકારો 5

દેશીંગાનો ઈતિહાસ – ૧૧; શામજી બાપા

જુના વખતમાં દેશીંગામાં અને આજુબાજુના  મરમઠ વગેરે ગામોમાં શોઢા ણા ,વડારા ,ખોનપર . વગેરે ગામોમાં રહેતા સંધીઓનો  બહુ ઉપદ્રવ હતો .લોકોના બળદ લઇ જાય ,માણસો ને લઈ જાય અને પૈસા પડાવે અને પૈસા આપ્યા પછી મુક્ત કરે .એકવખત  અંબાવી ભાઈના દાદા શામજી બાપાનો ખુંટીયો લઇ ગયા .ખોનપર ગામના સંધી ખોનપરમાં ભાટ દરબારોની પણ વસ્તી હતી .આ જમાનામાં દેશીંગા માં  મણવર શાખાના પટેલ ઉપરાંત  જુલાસણા ,દેસાઈ  વગેરે શાખાના પટેલો પણ રહેતા હતા . શામજી બાપા પૈસા લઈને ખુંટીયો છોડાવવા  ખોનપર ગયા .ત્યાં પૈસાની લેવડ દેવડ બાબત સંધીઓ સાથે શામજી બાપાને  રક જક થઇ .એમાં પટેલોના જાતિ સ્વબાવ પ્રમાણે શામજી બાપા સંધિઓ ઉપર ગુસ્સે થઇ ગયા.પટેલો ખેતી કરનારા ભગવાન સિવાય  કોઇથી ગભરાય નહિ .શામજી બાપા એ  ક્રોધના આવેશમાં સંધીઓને કહ્યું  દીકરાઓ  હું કુતિયાણા  જઈને તમારા વિરુધ ફરિયાદ કરવાનો છું અને તમને જેલ ભેગા કરાવવાનો છું .જો હું  તમને જેલ ભેગા ન કરાવું તો હું શામજી નહિ .એમ બોલી શામજી બાપા ચાલતા થઇ ગયા .એટલે સિંધી ઓએ બોલાવ્યા ,અને કહ્યું .અરે પટેલ ફરિયાદ બરીયાદ  કરવાની જરૂર નથી .જેટલા પૈસા લાવ્યા હોય એટલા પૈસા આપી દ્યો અને ખુંટીયો  લઈજાવ  જાવ કોડમાં બાંધ્યો છે . શામજી બાપા જેવા કોડમાં ગયા કે તુરત સંધિઓ તિક્ષ્ન  હથિયારો સાથે શામજી બાપા ઉપર ટૂટી પડ્યા અને શામજી ને મારી નાખ્યા .શામજી બાપાએ બચાવ માટે બુમો પાડેલી જે બુમો પડોશમાં રહેતા ભાટોએ સાંભળેલી   ભાટો  છોડાવવા જાય એ પહેલા શામજી બાપાનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું .શામજી બાપાએ પૈસા, પોતાનો જીવ ,   અને ખુંટીયો  ખોયાં .ભાટે દેશીગા જઈ શામજી બાપાના  માઠા સમાચાર આપ્યા .અને કહ્યું કે તમો સિંધી વિરુદ્ધ ફરિયાદ કરો અમે સાક્ષી આપીશું .પણ શામજી બાપાના કુટુંબી ઓએ  ભાટ ને જવાબ આપ્યો કે હવે ફરિયાદ કરવાનો કઈ અર્થ નથી જે ભાગ્યમાં માંડ્યું હતું તે થયું ફરિયાદ કરીને અમારે સિંધીઓ  સાથે વેર  બાંધવું નથી .   એક વખત  માલદે બાપાના બળદ શોઢાણા ના સિંધીઓ લઈગયા (માલદે વાઘા કંડોરિયા )માલદે બાપા પૈસા આપી બળદ છોડાવી આવ્યા અને પછી કુતિયાણે  જઈ ફરિયાદ કરી અને નથુ હમીર અને બીજા બે સિંધીઓને  જેઈલ ભેગા કરાવ્યા .પોલીસ પટેલો પાસે શકદારો ના  લીસ્ટની ચોપડી હોય  છે એમાં મેં આનામ વાંચેલા એક વખત પાટી વાળા જુલાસણા  પંચાણ  હરિને  સિંધીઓ લઈ ગએલા .પણ પંચાણ   ભાઈ   મોકો જોઈ  સિંધીની બે દરકારીનો  લાભ લઈ ભાગી આવેલા .એવી રીતે મરમઠ ના હરિ ડાયા પણ ભાગી આવેલા  એક વખત  મોહન ભાઈના બાપ  જીણા ભાઈને ખુબ માર મારીને લઈ ગએલા માર મારવાનું કારણ એ હતું કે  જીણા ભાઈ એવું સમજેલા કે ગામના છોકરાઓ  ગાજર ચોરવા આવે છે .એમ સમજીને  ગાળો આપેલી . મિત્રો  થોડું  બીજા #12 ઉપર વાંચવા કૃપા કરજો અને ગુજરાતીમાં  અભિપ્રાય આપજો.

દેશીંગા નો ઈતિહાસ – ૧૦ ; નથુબાપા

દેશીંગાના  મેઘવાળ ભાઈઓ દબા એલા  નોતા પાણીદાર  હતા .એના એકાદ બે કે વધુ હું દાખલા આપુંછું .એક નથુબાપા  હતા . કોઈ કારણસર મારા બાપા સાથે જીભાજોડી થઇ રહી હતી .હું વગર વિચાર્યું કરવા વાળો મુર્ખ પંદરેક વરસનો છોકરો બાજુમાં ઉભો હતો ,હું નથુ બાપાને મારવા ધસ્યો .જેમ અમદાવાદમાં  મારી સાથે ઝઘડો કરનારનેમારો  દિકરો  હરગોવિંદ  મારવા ધસેલો અને મેં   તેને ખીજાયને  પાછો કાઢેલો એમ મને મારા બાપાએ હું નથુ  બાપાને માર વા  જતો હતો .ત્યારે પાછો કાઢેલો .પછી નથુ બાપા એવું બોલીને પાછા જતા રહેલા કે તમે ભામણ  છો એટલે જવા દઉં  છું નહિતર તમને હું મારી નાખત .એવું બોલી નથુ બાપા પોતાને ઘરે જતા રહયા અને મારા બાપા પણ ઘરે આવતા રહેલા .આ પ્રસંગે ભેગા ભેગી મારા નાનાદિકરા  સતીશની વાત કહી દઉં .ભાનુમતી ને  કારણે એક પોલીસ સાથે મારે બોલચાલ થઈ રહી હતી .મારા ઘર સામેજ .હું એ પોલીસનાં  લાડ ઉતારી નાખું એમ હતો .પણ મારે અમેરિકા આવવાની તૈયારી ચાલી રહી હતી .જો મારા ઉપર કેસ થાયતો મને અમેરિકન સરકાર વિસા નો આપે .પણ ઘરની ઓસરીમાં ઉભેલા સતીશે મારી સાથે ઝઘડો કરનારના માથામાં પાટીયાનો ઘા માર્યો અને લોહી લોહાણ  કરી નાખ્યો .હવે મુળ વાત ઉપર આવું છું .થોડી વારે થોડા મેઘવાળ ભાઈઓ મારે ઘરે આવ્યા .અને મારા બાપાને કીધું કે નથુ ભાઈ તમારી માફી માગવા  આવવાનું કહે છે .એટલે તમે કહો ત્યારે આવે .મારા બાપાએ જવાબ દિધો કે નથુ ભાઈ મને ભામણ સમજે છે તો મારે એને યજમાન સમજવા જોઈએને ?જાવ નથુ ભાઈને કહીદો કે માફી માગવા આવવાની  જરૂર નથી મેં માફી આપીજ દિધી છે.એક વખત હુસેન મહમદ ખાં  દરબારે  જંગલના બાવળો નું  રક્ષણ  કરવા ચોવ્ટા ગામના સંધી જુવાન ઇસ્માલને નોકરીમાં રાખ્યો .એકવખત  ખીમોભાઈ મેઘવાળ બાવળ કાપી રહ્યો હતો .ઈસ્માલ ખીમાભાઈ ને પકડવા ગયો .ખીમા ભાઈએ ઇસ્માલની ડોકી પકડી આઘો હડસેલી મુક્યો.ઇસ્માલે  બનાવની દરબાર  આગલ વાત કરી દરબાર ઈસ્માલ ઉપર   ખીજાણા અને પછી  ખીમાને બોલાવી ઈસ્માલ પાસે થોડોક માર ખવડાવ્યો .હુસેન મહમદ ખાં નું મકાન બની રહ્યું હતું  એમાં ધાબો નખાતો હતો .જેને ટિપ્પણી કરી કહેવાય .ટિપ્પણી ચાલતી હોય ત્યારે ઢોલ વાગતો હોય રાસડો ગવાતો હોય અને એના તાલમાં  ટિપ્પણી પડતી હોય .એક જાતનું નાચગાન થતું હોય એવું દૃશ્ય  સર્જાય ,ચોરવાડ ગામના કોઈ ભેજાબાજે  આને નૃત્યનું રૂપ આપ્યું .જે ટિપ્પણી નૃત્ય તરીકે ઓળખાય છે.આ યુગમાં  હવે સિમેન્ટ કોકરેટ આવી ગઈ એટલે ધાબા વાળી વાત ગઈ .હુસેન્ મહમદ ના મકાનમાં જયારે ધાબું પડતું હતું .ત્યારે કુતીયાણા થી જુમ્માની ઢોલ વગાડનાર અને રાસડો ગાવા વાળાની પાર્ટી આવેલી .ટિપ્પણી નાખનારાં મેઘવાળ ભાઈબેન હતા .એમાં એક ચના ભાઈ પણ હતા .મારાજેવા રેઢી યાળ છોકરા પણ ટિપ્પણી જોવા જાય મારા  મિત્ર દાદા બાપુ પણ હતા .”ઓધવજી મારે ઘર પછવાડે મોહન મોરલી બજાવેજો”આ તાલમાં ઢોલ વાગતો હતો .એમાં એક ગાવા વાળા ને કમત સુજી .એણે એક જુવાન છોકરીની છેડતી કરી એટલે તુરતજ ચનાભઈએ  છેડતી કરનારને  ટિપ્પણી જીકી દીધી .મારખાનારે દાદાબાપુ આગળ ફરિયાદ કરી અને તોછાડાયથી  બોલ્યો .બાપુ આપકે રાજમે ઢેડે મારજાવે  હદ હો ગઈ .અને પછી દાદાબાપુએ એવું બોલીને  ચના ભાઈને થપ્પડ મારીકે સાલા તું અહી ગોંડલ સમજી ગયો છે?એક વખત દેશા ભાઈએ દેશીંગા ના એક ખેડુ જુવાનને લાકડી મારી દીધેલી

અનરથનો નહિ પાર જગમાં

એક કવિતા લખવાનો છું,એનો થોડો ભાવાર્થ કહું તો કવિતા સમજવી સહેલી રહે શે . ગેંડો છે તે શાકાહારી પ્રાણી  છે .કેટલાક માણસના મગજમાં એવું ઘુસી ગયું છેકે  ગેંડાના શીંગ ડા નો ભૂકો ખાવાથી કામ વૃતિ  સતેજ બને છે .બીજું એના ચામડાની ઢાલ  બને છે . આ કારણે  ગેંડાનો  શિકાર કરાય છે .બકરીનાં બચ્ચાં કાંટા વાળી  બોરડી  બાવળ જેવી વનસ્પતિ ખાય છે .અને પોતાની માનું  ધાવણ ધાવીને મોટાં  થાય છે .એ  વાછરડાની  માનું દૂધ માણસનાં  બચ્ચાંની જેમ પીતાં  નથી .અને ભવાની મા આવાં બચ્ચાંને ખાવા બાબત માંગણી  નથી કરતા પણ માણસો દેવીના નામે કાપી નાખે  છે . ગાયને ખીલે બાંધ્યા પછી ગાય પાટુ ન મારે એના માટે ગાયના પાછળના પગ બાંધે છે .આ પગ બાંધવા ની ક્રિયાને નોજ્ણું વાળ્યું કહેવાય પછી એનાં બચ્ચાંને ધાવવા છોડે .બચ્ચું ધાવવા માટે આંચળ  મોઢામાં  લ્યે ગાયને  બચ્ચાં ઉપર પ્રેમ વછૂટે અને આંચળ માં દૂધ ભરાય એટલે બચ્ચાંને આંચળ પાસેથી  ખસેડી એની માના  મોઢા પાસે બાંધે .અને ગાયનો માલિક  દૂધ કાઢી લ્યે .આવા  વાછરડાંના  માટેનું દૂધ થી  વાસણ ભરાય જાય એટલે એ દૂધ ભગવાનની મૂર્તિ આગળ મુકે

ભગવાનને પીવા માટે  આવા માણસો  જોઇને મૂર્તિની આંખમાંથી આંસુ વહેતા થાય .આગની વાત આપ સમજી શકશો

અનરથનો નહિ પાર આ જગનો કેમ થાશે ઉદ્ધાર જગમાં વધ્યો પાપાચારજી ગેંડો વનમાં ઘાસ ચરેને  કરે ન માંસાહાર જી શિંગડું ચામડું લેવા માટે એનો થઇ રહ્યો શિકાર ….આ જગમાં વધ્યો પાપાચારજી .1બાકર બચ્ચાં કાંટા કરડેને  માનું દૂધ પિનારજી કાળી માતા એનો ભોગ ન માગે તોય માણસો મારે ધરાર …..આ જગમાં 2 ગાયુને  ખીલે બાંધ્યા પછી એના પગ બાંધે ગોવાળ જી  વાછરુ છોડે ધાવવા કાજે પણ બોઘડે દુધની  ધાર …..આ જગમાં 3   એવા દુધનો પ્રભુને આગળ ભોગ ધરે  નર  નાર જી  કૂડા  માનવીને જોયા પછી રોવા માંડયા  જગદાધાર ….આ જગમાં 4 બે કર  જોડી વંદે “આતા “પ્રભુ રોશોમાં લગાર જી અમે અપરાધી પામર જીવ તમે પાપીના તારણ હાર ….આ જગમાં વધ્યો પાપાચારજી  5

દેશીંગાનો ઈતિહાસ- ૯ ; શુરવીરોના સ્મારક પાવરીયા

દેશીંગામાં કંડોરીયા આહેરોના વસવાટ પછી ધીમે ધીમે બારીયા ,નંદાણીયા ,ભેડા ,રાવલીયા .ભાટુ .વગેરે શાખાના આહેરો પણ દેશીંગા વસવા આવ્યા .એક સમયે ભેડાઓનું ગામમાં પરિબળ હતું .પણ એનો  છેલ્લો પુરુષ મારા નારણકાકા હતા એ પછી ભેડા દેશીંગામાંથી  અદૃશ્ય થયા .એવી રીતે રાવલીયાનો  છેલ્લો માણસ દુદા ભાઈ  હતા દુદાભાઈની  જમીન દરબારે લઈ લીધા પછી તેઓ બીજે ગામ રહેવા જતા રહેલા .એનાથી પહેલાં એક રાવલીઓ  નિરવંશ જવાથી એની જમીન અને રહેવાનું મકાન દરબારે ખાલસા કરેલું .મારા બાપા પોલીસ પટેલ હતા. ત્યારે   મારી માના વટની ખાતર કુટુંબનો તમામ હિસ્સો છોડી દઈને જુદા થઈ ગએલા ,ત્યારે દરબારે રહેવા માટે જે ઘર આપેલું . એ   રાવલીયાનું   ઘર હતું .હાલ એ ઘરમાં અંબાવીભાઈનો પરિવાર વસે છે .ગામના દરવાજો (ઝાંપો )અને કોઠો  જેમ પ્રાચીન છે ,એવી રીતે શિવ મંદિર અને રામ મંદિર પણ પ્રાચીન ગણાય અને ગામના શુરવીરોના સ્મારક  પાવરીયા પણ રહ્યા  સહ્યા બચ્યા છે ,એકાદ બે મેઘવાળ શુરવીરોના  પાવરીયા પણ ગામની આથમણી બાજુ  નદી કાંઠે છે.આવા પ્રાચીન સ્મારકોનું  સારી રીતે જાળવણી રાખવા દેશીંગામાં  જન્મેલા નવ જુવાનોને હું વિનતી કરું છું કેમકે એ આપણા પૂર્વજોનું ગોરવ છે .બીજી દેશીંગાની નવાઈ લાગે એવી વાત એ  છે કે દેશીંગામાં  બાબી મુસલમાન દરબાર હોવા છતાં પીરની દરગાહ કે મસીદ નથી . છેલ્લે  છેલ્લે દોસ્ત મહમદ મકરાણીના  ફકીર સસરાએ  પીરની દરગાહ બનાવવા પ્રયત્ન કરેલો .પણ દરબારે એ પ્રયત્ન સફળ થવા ન દીધો .સૌરાષ્ટ્રનું   ભાગ્યેજ કોઈ ગામ પીરની દરગાહ વગર ખાલી હશે .નજીકના સમેગા ગામમાં  બેત્રણ મેમણ વેપારીઓએ મસીદ બનાવી .મસીદ બનાવવામાં  ગામના ખેડૂતોએ પથરા લાવવા અને બીજી મદદ કરેલી ઓછી મજુરીથી અને કોઈ વખત મફત પણ .મસીદ પણ ભગવાનનું  ઘર કહેવાય એવા શુભ આશયથી  “બનવાવ શિવાલા (શિવાલય )યા મસ્જિદ. હૈ ઈંટ વોહી ચૂના હૈ વોહી મેમોર (કડિયા)વોહી  મઝદૂર વોહી )   દેશીંગામાં  દરબારના કોઠારી તરીકે કામ કરતા હઠીસિંગ એ ની:સંતાન હતા .એ મૂળ ક્યાં ગામના હતા એની કોઈને ખબર નોતી ,મેઘવાળ લોકોનો હજામ (વાણંદ )રૂડો અને  એની પત્ની જીવી  નિ :સંતાન હતા અને એ મૂળ ક્યા ગામના હતા એની કોઈને ખબર નથી .દેશીંગામાં જે થાપલા દરબારનો જે ભાગ હતો કેજે  થાપલા પાટી અથવા એકલી પાટી તરીકે ઓળખાતો ત્યાનો પોલીસ પટેલ ગણો,કે હવાલદાર  ગણો કે  એ જે હતા એ દેવરામ વાઘજી અને એની પત્ની માંન્ કુંવર માન કુંવર નજીકના ગામ ચીખલોદરાનાં હતાં પણ દેવરામ ક્યાંના હતા એની કોઈને ખબર નોતી તેઓ પણ ની:સંતાન  હતા.  દેવ રામના  તમામ વાળ સફેદ થઇ ગએલા જોકે એમની મોટી મૂછોને કાળો રંગ કરતા ખરા એને કોઈ બાપાનું સંબોધન ન કરી શકે ,જો કોઈ પાંચ વરસનું બાળક પણ બાપા કહે તો લાકડી લઈને મારવા દોડે છેલ્લે  એમની નોકરી છૂટી ગઈ પત્ની માન કુંવર પણ પરલોક ગયા .ઘરમાં એકલા રહેતા હતા .ગામલોકો કાળજી લેતા ખરા ,

“જેને ક્યે છે .નિખાલસતા જેને ક્યે છે પ્રેમભાવ  કુબોમાં હશે ,પણ પાકાં મકાનોમાં  નથી ”

એક દિવસ દેવરામભાઈ (બાપા કહીશ તો તેઓ પરલોક થી  મૃત્યુ લોકમાં આવી મને લાકડી લઈને મારવા દોડશે.)ઘામાં એકલા  મરી  ગયા  .ઘરમાં ટૂંટિયું વાળીને પડ્યા હતા ઉંદરોએ  કપાળની ચામડી કોતરી ખાધેલી .ગામ લોકો  સૌ ભેગા મળી અગ્નિ સંસ્કાર કર્યો।.