અમુ ભાઈ

         એક અમારા દુરના સગા  નો જન્મ આફ્રિકા  થયેલો તેઓના બાપ  દાદાનું  મૂળ ગામ  મારા ગામથી આઠેક માઈલ દુર  એ ને મારી મશ્કરી તેને નાની ઉમરના થવાનો શોખ  તેમનું નામ અમૃતલાલ  દવે પણ તેને અમુભાઈ દવે કહો તો ગમે  એમના વાઈફ  પુષ્પાબેન   તેને મારી વાઈફથી  પુષ્પાબા કહેવાય ગયું  એમાં  અમુ ભાઈ દવે મારા ઉપર ખીજાય ગએલા  મને કહે ભાનુ બેનને નાનું થવું છે ? એનાથી    મારી વાઈફને  બા કેમ કહેવાય   . તમેજ ભાનુ બેનને  મારી વાઈફને બ કહેવાનું શીખવ્યું હશે
અમારી બાજુ ગરસીયાની નાની દીકરીને પણ બા કહીને બોલાવાય  એટલે ભાનુબેનને એમ થયું કે  પુષ્પા બેનને હું બા કહું તો વધારે ગમશે   . જોકે અમુભાઈ મને ફક્ત હિંમત લાલ જ કહે  હું એના કરતાં હું દસેક વરસ મોટો અને પોતાને ભાઈ કહેવડાવવું ગમે   , હાલ એ પરલોક ગયા છે  . અહી બેઠાં મને એની બીક લાગે છે કે  જો મારાથી એમને અમૃતલાલ કહેવાઈ જશે તો એ  સ્વર્ગમાં કે નરકમાં  જ્યાં હશે ત્યાંથી  મારા ઉપર છુટા  પથરા  ફેંકશે  .
એક વખત પુષ્પા બેન એમની પાસે બેઠાં તા અને પોતે મને કીધું હિંમતલાલ  આજતો તમને હું ખુશી થઈને  મારી ઉમર માંથી  20 વરસ કાઢીને તમને હું અર્પણ કરું છું હું બોલ્યો તથાસ્તુ  . પણ પુષ્પા  બેને કીધું   . આમ કેમ બોલો છો  . અમુભાઈ બોલ્યા   એને જો હું મારી ઉમરમાથી   20 વરસ આપું તો હું એટલો નાનો થઇ જાઉં અને એ વહેલા  ભાનુબેન પાસે જતા રહે તો  ભાનુબેનને  સ્વર્ગમાં  સથવારો  રહે   .
હું અમુભાઇને થોડા દિવસ ન મળ્યો હોઉં તો  હું જ્યારે ભેગો થાઉં  ત્યારે કહે  હજી તમે જીવો છો ? મને એમ કે તમે ભાનુબેન પાસે જ્તારહ્યા .

      હું જવાબ આપું કે    મોત વગર થોડું મરાય છે ? તો અમુભાઈ કહે ઝેર ખાવ તો મારી જાઓ

      હું કહું કે ઝેર મારે કાઢવું ક્યાંથી  . તો તે  કહે  હું લાવી આપીશ  તમને હું મફત આપીશ અને તમને એક પૈસાનો પણ ખર્ચ નહિ થાય  . અમુભાઈ બહુ મશ્કરા માણસ  પણ ફક્ત મારીજ મશ્કરી  કરવાની  એમને મઝા આવતી  .
આ અમુ ભાઈ  દોઢેક વરસ  પહેલા  પરલોક જતા રહ્યા છે પણ જ્યારે ગયા ત્યારે  મને મળવા પણ નો આવ્યા કે કોઈ સમાચાર પણ નો મોકલાવ્યા કે  હું  હવે પરલોક જાઉં છું  તમારે કોઈ ભાનુ બેનને  સમાચાર આપવા હોય તો હું લેતો જાઉં  .\

आगाह अपनी मोतसे कोई बशर नहीं
सामान सो ब्रस्का कल्कि खबर नही   .

3 responses to “અમુ ભાઈ

  1. Vinod R. Patel સપ્ટેમ્બર 3, 2015 પર 9:24 પી એમ(pm)

    મૃત્યુ અને ઉમરને કોઈ સંબંધ નથી હોતો .બુઢાંઓની મશ્કરી કરનારા એમનાથી વહેલા ઉકલી જતાં હોય છે

    અમુભાઈની જેમ. મૃત્યુ કોઈની શરમ રાખતું નથી.

  2. સુરેશ સપ્ટેમ્બર 4, 2015 પર 7:12 એ એમ (am)

    પ્રિય વિનોદ ભાઈ
    તમે આતાવાણી માં કોમેન્ટ આપી એ મેં વાંચી
    પણ મને જવાબ આપવા માં વર્ડ પ્રેસે પાસવર્ડ માન્ય નો રાખ્યો .
    અમુભાઈ ફક્ત મારીજ મશ્કરી કરે કેમકે હું સાંભળી લઉં સામો ઉત્તર વાળું નહિ . એક વખત એક માણસની મશ્કરી કરવા ગયા એ માણસે એવો તો દમ દીધો કે અમુભાઈ મારા સિવાય બીજાની મશ્કરી કરવાની ખોળ ભૂલી ગયા .
    વિનોદભાઈ મારી જાદુઈ ત્રીકની તમને ખબર છે , એક વખત આપણા ગુજરાતી સીનીયરો વચ્ચે મેં નાળીયેરની જાદુઈ ટ્રીક કરી એ વખતે અમુ ભાઈ મને કહે મને શીખવો . મને બહુ મસ્કો માર્યો એટલે મેં જરાક શીખવ્યું .એમાં એ ફુલાઈ ગયા . એક વખત અમે બધા પીકનીકમાં ગએલા ત્યાં મને બહેનોએ કીધું કાકા આજે જાદુ તમને નથી કરતા ?
    મેં કીધું હું ભૂલી ગએલો , એટલામાં અમુ ભાઈ છાતી ફુલાવીને બોલ્યા એનું જાદુ મેં પકડી પાડ્યું છે। એટલે હું હોઉં ત્યાં એ જાદુ નો કરી શકે .
    બધાને નવાઈ લાગી કે આ અમુભાઈ જેવો કાકાની જાદુઈ ટ્રીક પકડી પાડે એતો નવાઈ કહેવાય .
    આ પછી થોડા દિવસ પછી મેં નાળીયેરની ટ્રીક કરી અને ચેલેન્જ કરી કે આ નાળિયેરને હું મારા કહ્યા પ્રમાણે નચાવું છું એવી રીતે કોઈ બી કરી શકે તો હું એને તમારા બધાના દેખાતા જાહેરમાં સલામ કરું અને એમને શાબાશી આપું . અમુ ભાઈ બાયો ચડાવીને ઉભા થયા અને બોલ્યા લાવો હું કરી બતાવું તમારું જાદુ બીજા પાસે ચાલે મારી પાસે નહિ . મેં કીધું જો તમે ન કરી શકો તો તમારે મારે પગે પડીને ચરણ
    સ્પર્શ કરવા પડે અથવા સભા છોડીને ભાગી જવું પડે .એટલામાં મેં સુધારો કરી લીધો .એક પલકારામાં મેં ફેરફાર કરીને નાળીયેર અમુભાઇને આપ્યું . શું કરી શકે ધૂળ કરી શકે .પછીતો અમુ ભાઈ ઝાંખા પડી ગયા . એટલે સભાએ કીધું અમુભાઈ હવે તમારે હિમત ભાઈની શરત મંજુર કરવી પડે અને અમુ ભાઈ મારી પાસે આવ્યા . મેં તેમને કીધું . જાઓ હું મારી શરત પાછી ખેંચી લઉં છું ..

  3. pragnaju સપ્ટેમ્બર 4, 2015 પર 7:21 એ એમ (am)

    اِفطارخُن سے

    بَم کی روٹی کو
    ٹِیفِین میں بند کردو
    دَرگاہ کے اِفطار میں کام آےِگی
    خواجہ َغِریبُنَّواز کی دُعاعِیں مِلِگی
    قَریب کےدََرَخت پر ٹیفین لَٹکا دو
    بَ وقت اِفطاری تائمینگ دےدو
    رَوزہدار
    مَوت سے
    لَہوُکے گونٹ سے
    ِا فطاری کرینگے
    شہادت کا جام پیےِ اِفطار ہوگا
    اِنشآاَللَّلہ
    ہَضوُرکے دربارمیں
    َجنَّت میں اِفطار ہوگا
    تمہارا کیا بنیگا
    دُشمنانِ اِنسان
    گََوَ تو پچ سکتی ہے
    ،اِنسان نَہیِں

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: