Daily Archives: એપ્રિલ 18, 2016

આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે

jai-srirama1

આજે બ્રહ્માએ  મારા આયુષ્યના  નક્કી કરેલ વર્ષોમાંથી  95  વર્ષ  વાપરી નાખ્યાં  .  અને  છન્નુંમું વર્ષ  વાપરવાની શરૂયાત કરી છે  .બે મહિના પહેલાં મારા  hip  ના સાંધાનું હાડકું મારા અચાનક પડી જવાના કારણે ભાંગી ગયું   . ત્યારથી મને  હું વૃદ્ધ  હોઉં એવો અનુભવ થાય છે.કારણકે    વોકરની મદદથી  પણ  હું લાંબુ ચાલી શકતો નથી  . હું પડી ગયો એના બીજે દિવસે  મારા પગની સર્જરી કરવામાં આવી   ,અને મારું ભાંગેલ હાડકું કાઢી નાખીને એની જગ્યાએ સ્પેશીયલ ધાતુનું હાડકું  ઘુસાડી દેવામાં આવ્યું  . એક દિવસ આધેડ  વયની બાઈ મારી પાસે આવી  , અને મને કીધું કે હું ફીજીકલ  થેરેપી કરાવવા આવી છું   . એક પુરુષ પણ આવેલો એણે મારું વોકર પકડ્યું  ,  અને  ફીજીકલ વાળી બાઈએ  મને ચલાવવાની કૌશિશ  પોતાના પગથી મારા પગને ધક્કો  મારીને મને  ચલાવવાનો પ્રયાસ  કર્યો પણ હું માંડ એક ઇંચ ચાલી શક્યો  . મેં એને કીધું કે  મારે જાજરૂ જવું પડશે  , તો કોઈ નર્સને બોલાવો તો તે કહે  જાજરૂ  માટે  પણ હું  જ  કરીશ  પછી  એ બાઈએ  મ્મને પથારીમાં સુવડાવી મારી નીચે વાસણ ગોઠવીને  જાજરૂ કરાવ્યું  . અને ટોયલેટ  પેપરથી  સાફ કર્યું  .પણ બરાબર સાફ ન થવાથી  પોતે પ્લાષ્ટિકના  મોજાં પહેરી  પોતાના હાથથી ધોઈ નાખ્યું  . પણ આગળનો  પેશાબ કરવાનો ભાગ  સાફ કરવા માટે એક નવી દાખલ થએલી યુવાન  નર્સને  બોલાવી લાવી   .અને મને કીધું કે એ નર્સને પણ થોડો અનુભવ  થાય અને તમને પણ ગમે  એટલે એ નર્સ સાફ કરી આપશે  . એ નર્સે પ્લાશ્તીકના મોજાં પહેરીને ધોયું   . અને પછી પોતાના ખુલ્લા હાથથી પણ સાફ કર્યું   . ઘડીભર માટે મારા પગનો દુ :ખાવો વિસરાય ગયો   .
इलाही  ऐसी भी नर्सको  तूने बनाई है 
कोई नर्स  अपने सिनेसे लगा लेनेके काबिल है
આ આવતા સોમવારે હું ડોક્ટર પાસે જવાનો છું   . અને મેં મહિનાની 11 તારીખે  મારી  પૌત્રી તાન્યાની  ગ્રેજ્યુએશન પાર્ટીમાં  હાજરી આપવા ન્યુ જર્સી  જવાનો છું  બધાજ  વિદ્યાર્થીઓની  ભેગી વિશાળ પાર્ટી છે ઓબામા પણ પાર્ટીમાં આવશે  .પછી   19  તારીખે  તાન્યા અને ડેવિડના કુટુંબ સાથે  અમો સહુ  ક્રુઝ મારફત 5 દિવસ માટે બહામા જઈશું  લ્યો આ મારા અતિશય વહાલા બ્લોગર  મિત્રોને સમાચાર આપ્યા  .