Daily Archives: ઓક્ટોબર 9, 2012

ઢોલ ,ગમાર ,શુદ્ર નો બાકી રહેલો ભાગ

નાખતો .એના પતિએ રામાયણમાં એક ચોપાઈ લખીને ઘૂસેડી દીધી તે ચોપાઈ આમ હતી ઢોલ, ગંવાર ,શુદ્ર,પશુ નારી એ સબ તાડન કે અધિકારી .

એક એ ક્રોધી વિદ્વાન પતિની પત્નીએ તેને પૂછ્યું કે તમો નહિ જેવી બાબતમાં મને કેમ સખત મારો છો ?એક બીજા વિદ્વાનનો દાખલો આપી તેણે કહ્યું કે એ એક વખત કથામાં એવું બોલેલાકે મનુ સ્મૃતિ માં એવું લખ્યું છેકે   જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન,આદર થતો હોય એવા ઘરમાં દેવતાઓ ઉત્સવ મનાવવા આવે છે .પત્નીની વાત સાંભળી ક્રોધી પતિ બોલ્યો .એ વાતો હવે જુનીયું થઇ ગયું .હવે  રામાયણ અને ખાસ કરીને તુલસી કૃત રામાયણ પ્રમાણ ભૂત મનાય છે .માટે તુને હું જે મારું છું એ તારા માટે કલ્યાણ કારી છે .મૃત્યુ પછી પણ તુને સ્વર્ગમાં લઇ જશે ,મને સંસ્કૃત ભણાવનાર .બિહારના પંડિત હતા . તેણે મને કહ્યું કે ઓલી ,ઢોલ ગંવાર વાળી ચોપાઈના બદલે આવી ચોપાઈ હોવી જોઈએ . આલસ યુક્ત કુટિલ વ્યભિચારી એ સબ તાડન કે અધિકારી . પૂર્ણ

ઢોલ, ગમાર ,શુદ્ર ,પશુ ,નારી યે સબ .

જુના વખતમાં પુસ્તકોના લખાણોમાં ફેરફાર થતા આવ્યા છે .રામાયણની રચના ઓછામાં ઓછા ત્રણ હજાર વરસ પહેલાં (વાલ્મિકી રામાયણ )થઇ હશે અત્યાર સુધીમાં લોકોએ પોતાના તરફથી ઘણું ઉમેરી દીધું હશે .પોતાના અંગત સ્વાર્થ માટે કે પોતાનો અહં પોષવા માટે ગમેતે હોય ,હવે આપ વાલ્મિકી રામાયણ અને તુલસી કૃત રામાયણમાં ઘણો ફેરફાર છે એ જોઈ શકશો.

ઉત્તર પ્રદેશ ,બિહારમાં સ્ત્રીઓને બહુ  માન ની દૃષ્ટિથી ન જોવાતી હાલ કદાચ પરિસ્થિતિ જુદી હશે . તુલસીકૃત રામાયણમાં એક ચોપાઈ છે .

ઢોલ,ગમાર ,શુદ્ર પશુ નારી , યે સબ તાડન કે અધિકારી .અરે ગજબ થઈ જાય સ્ત્રીઓને  માર મારી શકાય?અને તુલસીદાસ આવું લખે ખરો?

ત્યાગી સાધુ હોય એટલો બધો ત્યાગી હોયકે જેણે કપડાં પહેરવાનું પણ ત્યાગી દીધું હોય .આવી વ્યક્તિએ  કામ ,ક્રોધ ,મદ ,લોભ મોહ અને મત્સર આવા આંતરિક છ શત્રુઓને પણ ત્યાગી દીધા હોય એવું આપ માનોછો?પુરાણોના કહેવા પ્રમાણે દુર્વાસા ઋષિ ભયંકર ક્રોધી હતા .હું આપને કાલ સવારનોજ  દાખલો આપું તો અમદાવાદ પાસેના દહેગામના જૈન મંદિરમાં એક દિગંબર સાધુ પધારવાના હતા .આપ જોશો તો જૈનો અને સ્વામિનારાયણ સંપ્રદાય પોતાના સાધુને બહુ માનની દૃષ્ટિથી જુવે છે .

દિગંબર સાધુ દહેગામ પધારવાના હતા .એના સ્વાગત માટે જૈનો તૈયાર હતા .જૈન સાધુ પગે ચાલીને મુસાફરી કરતા હોય છે.એટલે સ્વાગત કરનારાઓએ એવી ગણતરી કરેલી કે પગે ચાલીને આવતા  અમુક સમય લાગશે .એટલે એ સમયે સ્વાગત કરવા ભેગા થવું એવું નક્કી કરેલું ,પણ સાધુ એક ટ્રકમાં બેસીને પધાર્યા પોતાનું સ્વાગતકરવા વાળા  કોઈને ન  જોવાથી મહાન દિગંબર સાધુ કોપાયમાન થયા અને મંદિરની અંદર જઈ  મહાવીર સ્વામિની મૂર્તિ ઉપાડી આદિનાથ ભગવાનના માથામાં મારી અને આદિનાથ પ્રભુનું માથું ધડથી જુદું કરી નાખ્યું .

બિહારમાં એક બહુ વિદ્વાન પંડિતની અભણ પત્ની બહુ ધાર્મિક વૃતિની હતી .પતિને દેવ સમાન માને ,પૂજા પાઠ કરવામાં ખુબ સમય લ્યે .બહુ સરળ સ્વભાવની દયાળુ હતી .એનો પતિ  બહુ વિદ્વાન હતો .પણ ભયંકર ક્રોધી હતો .નહિ જેવી બાબતમાં ઉશ્કેરાય જતો એની પત્નીની નજીવી ભૂલ માટે તે તેને ઢી બી

તું તારે દલ સાચું માને વાત કહું મંદોદરી

રામ રાવણ વચ્ચે યુદ્ધના પડઘમ વાગી રહ્યાં હતાં .લોકો યુદ્ધ ન કરવા વિષે રાવણને સમજાવી રહ્યાં છે.છેલ્લે વિભીષણ જેવો સંત પોતાના સગા ભાઈ રાવણને છોડી ,ભાઈના દુશ્મન રામના પક્ષમાં ભળી જાય છે.છેલ્લે મંદોદરી રાવણને યુદ્ધ ન કરવા વિષે સમજાવતાં કહે છે ,કે હે રાવણ તેં સીતાનું  અપહરણ કરીને તારી બેનનાં નાક કાન કાપ્યા .એનું વેર વાળી લીધું કહેવાય . હવે તું સીતાને રામને સોંપી દઈને એની સાથે મિત્રતા કરીલે અને યુદ્ધને પાછું ઠેલી કુળનો નાશ થતો અટકાવી દે રામને તું કોઈ સંજોગોમાં પહોંચી શકે એમ નથી .ત્યારે અભિમાનનો દૈત્ય જેના ઉપર સવાર છે ,         એવો રાવણ  મંદોદરીને જવાબ આપે છે .

તું તારે દલ સાચું માને વાત કહું મંદોદરી તું તારે દલ સાચું માને  …..1

ઇન્દ્રજીત જેવા દિકરા મારા કુંભકરણ જેવા ભાઈ ગઢ સોનાની લંકા મારી ફરતી સમદર ખાઈ રે …..તું તારે દલ …..2

નવ ગ્રહ મારે ઢોલિયે બાંધ્યા સુર અજવાળાં કરતા રે ,અપ્સરા મારે આંગણે નાચે ગાંધર્વ ગાન ઉચારતા  રે ….તું તારે …3

બ્રેહસ્પતિ મારી ભેંસો ચરાવે ,વાયુ વાસીન્દા કરતા રે ઇંદર મારે આંગણે વરસે શંકર ખેતી કરતા રે (બાપડા નંદીને લઈને )વિષ્ણુ મારા ઘઉં વાઢે ને બ્રહ્મા ઘઉં વાવલતા રે ….તું તારે દલ ….4

રામચંદ્ર ને હું બાંધી મગાવું સીતા કરું પટરાણીરે લખમણ પાસે રસોઈ કરાવું હડમાન ઠામ વીંછળ તા રે।..તું તારે દલ ..5

“આતા “મને ઇના બ્લોગમાં મુકે લોકો પ્રશંસા કરતારે રામ કરતાં હું સારો લાગ્યો મુલ્ક મશહુર કરતા રે …તું તારે દલ …6