Daily Archives: ઓક્ટોબર 3, 2012

ખાખા ખાખા કરે અમેરિકાનો

દુહો :—લાપ્સ્તર ક્યે અમે રમતાતા ઉંડાં પાણીના હેઠ

રાગ: ખોમાં હિરલો હાથ થી આવો અવસર પાછો નઈ મળે રેજી

ખા ખા ખા ખા કરે અમેરિકાનો ખા ખા ખા ખા કરે   એ સબ ભરખી ઈ ખા ખા ખા ખા કરે

સિરિયલ ઉપર કિસમિસ નાખેને કેળાં નાં બટકાં એમાં પડે રે જી

હેજી ચપટી જેટલી ખાંડ નાખીને દુધથી વાટકો ભરે ……એ સબ 2

લાપ્સ્તર શેલને રોસ્ટ બીફને ઠાંસી ઠાંસી ને પેટ ભરે રે જી

રેસ્ટોરામાં ખાધું હોય તોય ખાવું ન ભૂલે ઘરે …..એ સબ 3

જમી પરવારીને ડીજર્દ આરોગે તોય પેટમાં એનાં ખાડા પડે રેજી

પાણી જામે એવી કાતિલ ટાઢ માં આઈસ્ક્રીમ પેટમાં ભરે …..એ સબ 4

મો સવાડે તીખું માણે ભલે ઝાઝરું ટાણે બહુ બળે રેજી

બ્લોગર ક્યે જો “આતા”ખાય તો પેટમાં દુ:ખ  ઉપડે …..એ સબ 5

દેશીંગા નો ઈતિહાસ #16—-કડ કડીયો +હડકી

દેશીંગા માં  એક વખત  મરકીનો રોગ ફાટી નિકળ્યો બહુ માણસો  મરી  ગયાં .લોકોએ આ વખતના રોગનું નામ કડ કડીયો રાખ્યું .એવું કહેવાતું કે ગોવા ભગતનું પોતીયું  નોતું સુકાણું .ગોવા ભગત એવા સેવાભાવી માણસ હતા કે કોઈબીનું મૃત્યુ થાય .ત્યારે ગોવાભગત  સાત કામ પડતાં મુકી એની સ્મશાન યાત્રામાં   જોડાય જાય .કડકડીયા વખતે ગોવાભગત કોઈની સ્મશાનયાત્રામાં  જઈને સ્નાન કરીને ઘરે આવતા હોય અને ઝાપામાં ઠાઠડી સામી મળે કે તુરત એની સ્મ્શાન્યાત્રામાં જોડાય જાય” પૈદા હોકે મોજ  કરને જવાન થે કૈસે કૈસે કડ કડીયા ખા ગયા નવ જવાન કૈસે કૈસે ”

એકવખત નદીમાં ઓચિંતું જબરદસ્ત પુર આવ્યું .ભાદરવો મહિનો હતો .વરસાદનું નામ નિશાન નોતું .બાજરા વઢાયને પાથરા પડ્યા હતા .પણ ઉપરવાસ સાંબેલાધાર વરસાદ ટુટી પડ્યો .એટલે નદીમાં ધસમસતું પાણી આવી પડેલું .ગામમાં પાણી ઘુસી ગયું મેઘવાળ વાસમાં અને એવે બીજે ઠેકાણે નીચાણ વાળી જગ્યામાં પાણી લોકોના ઘરોમાં ઘુસી ગએલું .મેઘવાળ વાસમાં જીવ બચાવવા એક  કાળીયાળ  (નર હરણ )ઘુસી આવ્યો .મેઘવાળભાઈઓએ  કાળીયાળ ને મારી નાખ્યો .અને એના માંસના ટુકડા કરી ,અંદરો અંદર વહેચણી કરી રહ્યા હતા .એટલામાં બાપુને ખબર પડી .બાપુએ બધું માંસ નદીની છેલમાં ફેકાવી દીધું( પુરને અમારી બાજુ છેલ કહે છે.)  અને મેઘવાળ ભાઈઓને ઠપકો આપ્યોકે તમને સજ્જન માણસ સમજી પોતાનો જીવ બચાવવા હરણ તમારે આશરે આવ્યો અને તમે કતલ કરી નાખ્યો?

બાપુના કાયદા પણ જાણવા જેવા હતા ,સ્ત્રીઓથી ગામમાં પગરખાં (જોડા )પહેરીને ફરાય નહિ .ખેતરમાં કામ કરવા જવું હોયતો જોડા હાથમાં લઈને જાય અને ઝાપા બહાર જઈને પહેરે ગામમાં કોઇથી ઉઘાડે માથે નીકળાય નહિ .ઘોડા ઉપર બેસીને કોઇથી ગામમાં પ્રવેશ નો કરાય ઘોડેસ્વાર બહાર ગામથી આવતો હોય ,તેણે ઝાપા બહાર ઘોડા ઉપરથી ઉતરી જવું પડે લગ્ન થતાં હોય એ ગામમાં ઘોડા ઉપર બેસી ફૂલેકું ફરી શકે .પણ કુંભાર,વાણંદ ,સુતાર ,મોચી ,લંઘા .ઘાંચી,પિંજારા .આ લોકોના વરરાજાનું ફૂલેકું ઘોડા ઉપર ન ફરતાં ગાડામાં બેસીને વરરાજો ફૂલેકું ફરી શકે .

મિત્રો દેશીંગા નો ઈતિહાસ ગામના વડીલો પાસેથી સાંભળ્યા પ્રમાણે અને કેટલોક જાતે અનુભવ્યા પ્રમાણે આપની આગળ મારી આવડત અનુસાર રજુ કર્યો છે .હવેથી આગળની વાત દેશીંગા ના તરવરીયા ,ઉત્સાહી ,જુવાન ભાઈઓ ,બેનો અને વડિલો રજુ કરતા રહેશે .એવી આશા સાથે હું હવે આપની રાજા લઉં છું .

મને દેશીંગાનોઈતિહાસ લખવાનું કહીને મને લખવાની તકઆપી  એ માલદે કંડો રિયા ,મયુર કંડો રિયા વગેરેનો અને ખાસ સુરેશજાની કે જેણે મને મારા બ્લોગ માં મુકવાનું કહ્યું અને અને એશીન્ગને ચમકાવ્યું એનો એ સહુનો આપને આભાર માનવાનો છે।