Daily Archives: ઓક્ટોબર 14, 2012

મહેમાન હો તો આવા હજો

મને  હાર્ટનો એટેક થયોછે.  એવું ડોક્ટરોએ કહ્યું .એટલે મારે હોસ્પીટલમાં  થોડા દિવસ સારવાર લેવી પડેલી .આ  ખબર સુરેશજાનીને  અને  રાજેન્દ્ર ત્રિવેદીને તાત્કાલિક આપવામાં આવી ,રાજેન્દ્ર ત્રિવેદીએ તુર્તજ બ્લોગર મિત્રોને જાણ કરી દિધી .મિત્રોએ પરમેશ્વરને પ્રાર્થના કરીકે અમારા  આતાને સાજા નરવા વહેલા ઘરે પહોંચાડી દ્યો .શકીલ મુનશી જેવાએતો  અલ્લાહને દુઆ કરીકે  હમારી ઉમર આતાકો લગ જાય મગર આતાકો ઝિંદા રખો.મુર્તુઝા પટેલે તો મને એવું કીધું કે તું હિંમત હૈ ઘર આતા હૈ કિ નહિ.તેરે બિના હમકો યહાં ફાતા  નહિ .અશોક મોઢ વાડિયા અને વલીદા એ એવું કીધું કે તમે ભૂદેવ છો .તમારે પૃથ્વી ઉપરજ રહેવાય સ્વર્ગમાં જવાયાજ નહિ .વળી કોઈ પ્રેમાળે એવું કીધું કે તમે જલ્દી સાજા થઈ ,તલવાર તાણી બ્લોગમાં  ધિંગાણે આવી જાઓ .અને સૌ ની ખરા હૃદયની પ્રાર્થના અલ્લાહ તાલાએ    સાંભળી અને તમે સૌ જુવો છો એમ રણ મેદાનમાં મુકી દિધો .

મારા હોસ્પીટલમાં દાખલ થયાના સમાચાર સાંભળી મારો મોટો દિકરો હરગોવિંદ (રેડિયો એલાઉન્સર તરીકેનું નામ દેવ જોષી )મોઘું પ્લેન ભાડું ખર્ચી મોટેલમાં રીજર્વેશન કરાવી ભાડાની કાર લઈ તુર્ત મને મળવા આવ્યો .મારા ઓલા ભવનો  દિકરો અમેરિકન પાડોશી chirs મને  હોસ્પિટલ માંથી થયા પછી પોતાને ઘરે લઈ ગયો.અને મને પોતાને ઘરે એક મહિનો રાખ્યો .એની પત્ની પણ મારી ઘણી કાળજી લેતી .અને મારા અતિ  આગ્રહ પછી મહામુશીબતે મને મારે ઘરે જવા દીધો.થોડા દિવસ પછી મને મળવા માટે આપણા બ્લોગર મિત્ર સુરેશ જાની ઠેઠ texas થી આવ્યા .મારું તો એવું ખાતુંકે અપાશરે  ઢોકરાં હોય તો મારા ઘરમાં કંઈ હોય ,મેં સુરેશ ભાઈને કીધુકે મારા ઘરમાં ભલે કંઈ ના હોય પણ મહેમાન માટે હું બનતું કરી છુટીશ. તમે મદિરાપાન કરતા  હશોતો હું જે પ્રકારની શરાબ તમને જોઇશે ,એ પ્રકારની હું લાવી આપીશ .તમને મસાલા વાળી ચા જોઇશે તો હું તેપણ લાવી આપીશ .તેઓએ મને કિધુકે તમે જે ખાતા પીતા હશો એ હું ખાઇશ માટે મારી કૃપા કરીને ચિંતા નાં કરો .

મારા ઘરમાં બધી અવ્યવસ્થિત પડેલી વસ્તુઓ જોઈ ,એણે મને પૂછ્યું આબધી વસ્તુ હું તમને વ્યવસ્થિત કરી આપું ?મેં કીધું બાપુ તો તો તારી ભલાઈ .અને પછી એન્જી.સુરેશજાની વળગી પડ્યા અને એવું વ્યવસ્થિત કરી આપ્યું કે મારે જે વસ્તુ જોઈએ એ તુરત હાથ આવે .પાછા મને કહેતાજાય કે તુર્ત જોઈએ એ બુકો અહી છે .તમારા ઓઝારો અહી છે.વગેરે સમજણ આપે .હુંતો દરરોજ એમને યાદ કરું છુકે મારા બાપ ભલે તું અહી આવ્યો .

એકડી હું તેમને સિનીયર સેન્ટરમાં લઇ ગયો ત્યાં આપના દેશી ભાઈઓ ને મળ્યા ત્યાં તેમની ઓરીગામીની કળા દેખાડી લોકોએ તેમની ઓળખાણ માગી તો  તેમણે કિધું કે હું હિમ્મત કાકાનો દીકરો છું. લોકો મને કહેવા લાગ્યાકે  કાકા તમે તો એવું કહો છોકે મારે બેજ દીકરા છે. અને આવા અનહદ પ્રેમાળ દીકરા વિષે તમે અમને કોઈ દિવસ કેમ કંઈ નોકીધું.

થોડી જદુકી કલા ઔર થોડી માલા બીજ્કી (ખજૂરના ઠળિયા ની માળાઓ ) બાદ મરનેકે આતાકે  ઘરસે એ સામાં (સામાન )નિકલા

આ બધા  દિકરા તો  મારા થવા માંડ્યા  છે .પણ એમને મારા પ્રેમ સિવાય કઈ મળવાનું  નથી બહુ બહુ તો હું વૃદ્ધ થાઉં ત્યારે મારી સેવા કરવાનું મળે