Daily Archives: ઓક્ટોબર 11, 2012

બાપને બેટો હારી લારી મેક્ફર લાંડ

હું અમેરિકા આવ્યો , પ્રિન્ટીંગ પ્રેસમાં નોકરીમાં રહ્યો .આ નોકરી મારી  મુખ્ય હતીએક માણસને બગીચામાં કામ કરવા માટે માણસની જરૂર છે .એવી  જાહેર ખબર છાપામાં મારા ભાઈએ વાંચી ,અને મને વાત કરી કે  જો તમારો વિચાર હોય તો આપણે નોકરીનું નક્કી કરીએ ,મેં હા પાડી એટલે નોકરીએ રાખવાવાળા માણસને ઘરે અમે  ગયા .અમારી ઓળખાણ આપી ,અને એણે પોતાની ઓળખાણ આપતા કહ્યું કે મારુનામ  હારી  મારા દીકરાનું નામ લારી અને મારી વાઈફ ને તમો મીસીસ મેક્ફરલાંડ ના નામે ઓળખાજો .મારે શું કામ કરવાનું છે .એ બતાવવા માટે એક ઝાડ પાસે લઈ ગયો અને મને કીધું કે આ ઝાડને ફરતું કુંડાળું કરી અંદરથી ઘાસ વગેરે વીડ કાઢી .પછી એમાં પીટ્મોસ પાથરવો

તેને કુલ 7 એકર જમીન હતી ,જેમાં 5 એકરમાં સફરજન વગેરે ફળ ઝાડ અને લોન (શોભા માટેનું ઘાસ )હતી .મારે સવારના 8 થી સાંજના સાડા ચાર વાગ્યા સુધી કામ કરવું ,અને રોજના તેત્રીસ ડોલર આપવાનું નક્કી કર્યું .જયારે મારું કામ પુરું થયું એટલે મને પાંત્રીસ ડોલર આપ્યા .હું તો બહુ રાજી થઈ ગયો .અને મેંતો બાપુ .એક રાસડો બનાવી નાખ્યો જે હું આપ મારા ઉત્સાહ વધારનાર વહાલા મિત્રોને વાંચવા લખું છું .

બાપને બેટો હારી લારી મેક્ફરલાંડ ,મીઠાં બોલી મિસિસ મેક્ફરલાંડ  રે રામ મયારામ ,મેક્ફરલાંડે કુંડાળાં કઢાવ્યા રામ ,

એક દિના ડોલર થર્ટી ફાઇવ રે રામ મયારામ ,આઠે જાવું નોકરીએ રામ મયારામ સાડા ચારે વળવું ઘેર રે રામ મયારામ

કામ પૂરું થ્યે કાવડિયા રામ મયારામ પેની બાકી રાખે નઈ રે રામ મયારામ

ચિંતા છોડો ભારતમાં રામ મયારામ “આતા “કરજો અમેરિકામાં લહેર રે રામ મયારામ

એકરાતે મેક્ફર લાંડ  સુતો ઈ સુતો  સવારમાં ઉઠ્યો નહિ .સીધો સ્વર્ગમાં ગયો એની વાઈફે મારા ભાઈને કીધું કે તમારા ભાઈને વાત કરજો કે મેક્ફરલાંડ હવે તમને જોવા નહીં મળે .મેં એના મરસીયા બનાવ્યા .મરતાં મેક્ફરલાંડ ઈનાં ઝાડવાં ઝાંખાં પડ્યાં રાતે આહુંડે રડ્યાં ઈનો પ્રીતાળ પોઢી ગ્યો