Daily Archives: ઓક્ટોબર 5, 2012

આ પ્રસંગ આપે રામાયણમાં વાંચ્યો છે?

વિષ્ણુએ ઘણા અવતાર લીધા ,એ એટલા માટે કે મનુષ્યોએ કેવી રીતે વર્તવું.એ શીખવવા માટે ,રામાવતાર માં એ શીખવ્યું કે પોતાની પત્ની આકરી કસોટીમાં પાર ઉતરી  હોય, વનવાસના અસહ્ય  દુ:ખોમાં  સાથ  છોડ્યો ન હોય ,એવી વફાદાર પત્નીને એક તુચ્છ માણસના કટાક્ષ થી ગર્ભવતી હોવા છતાં એક અંધવ્યક્તિ ભરોસે અઘોરવનમાં મુકીઆવવાની .આવું માણસોને શીખવ્યું ?

જે હોય તે આપણે  અહિ વાત બીજી કરવાની છે.વાત એમ છેકે !લક્ષમણ  સીતાને રામના કહેવાથી વાલ્મિકી ઋષિના આશ્રમમાં મુકી આવ્યો .અહી સીતાએ એક બાળકનો જન્મ આપ્યો .(ઉતાવળા નહિ થતા શાંતિથી વાંચજો આપનો પ્રશ્ન હશે એનો ઉત્તર મળી જશે.)વાલ્મિકી ઋષિ અંધ હતા .એક વખત સીતા બાળકને ઘોડીયામાં સુવડાવી ઝરણાં ઉપર કપડાં ધોવા ગઈ .વાલ્મિકી ઋષિને બાળકની સંભાળ રાખવાનું કહીને કપડાં ધોવા ગએલી ,બાળક દીકરો હતો અને એનું નામ લવ હતું .

સીતા કપડાં ધોઈ રહી હતી .ત્યારે નજીકના ઝાડ ઉપર એક વાંદરીને પ્રસવ થઇ રહ્યો હતો .સીતા આબધુ જોઈ રહી હતી .થોડીકજ વારમાં બચ્ચાને  સાફ સુફ કરી વાંદરી બચ્ચાંને  સાથે લઇ ઝાડ ઉપર આમ તેમ કુદવા લાગી ,સ્ત્રીઓના કુશળ સ્વભાવ પ્રમાણે સીતા આ વાંદરીની ચેષ્ટા જોઈ રહી હતી .એક ઉર્દુ વાક્ય આ પ્રસંગે  કહું છું .જો હૈ પર્દેમે  પીન્હાં ચશ્મે બિના દેખ લેતી હૈ ઝમાનેકી  તબિયતકા  તકાઝા દેખ લેતી હૈ

વાંદરીને  નાનકડા બચ્ચાં સાથે આમ તેમ કુદતી જોઈ સીતાએ વાંદરીને કીધું તું કેટલી નિર્દય છો .નાના બચ્ચાંને લઈ આમતેમ કુદે છે .તું તારા બાળકને તું આ  બચ્ચું ક્યાંક પડી જશે તો મરી નહિ જાય ?વાંદરી બોલી  હું તારા જેટલી નિર્દય નથી બચ્ચું ગમે તેમ તોય બચ્ચું મારી સાથે છે .તારીજેમ હું આ વાઘ,વરુ સિંહ ,ચિત્તા ,વગેરે હિંસક પ્રાણીઓથી ભરેલા જંગલમાં એક આંધળાના ભરોસે મુકીને નથી આવી.વાંદરીની વાત  સાંભળી સીતા કપડાં ધોવાનાં પડતાં મુકી ઘરે જઈ લવને લઇ આવી .આ વખતે વાલ્મિકી ઋષિ બાળક પાસે  નોતા .જયારે તે બાળકના ઘોડિયા પાસે આવ્યા .જોયું તો બાળક ઘોડિયામાં નહિ .એટલે ઋષિ ચિંતા કરવા લાગ્યા તેઓએ માન્યું કે નક્કી કોઈ હિંસક પ્રાણી બાળકને લઇ ગયું હશે।હવે મારે સીતાને શો જવાબ આપવો ?એણે તુરત દાભડો (એક્જાતનું  ઘાસ )લઈ આવી એનો પુતળા જેવો આકાર બનાવી પોતાના વિદ્યા બળથી બાળક બનાવીલીધું અને ઘોડિયામાં મૂકી પોતે હીંચકો દેવા લાગ્યા .દાભડા ને સંસ્કૃત માં કુશ કહે છે .થોડી વારે સીતા આવી .અને ઘોડિયામાં બાળક  જોયું .પછી બધી ઘટનાની ખબર પડી એટલે ઋષીએ કીડું કે હવે આ બાળક પણ તારું સમજજે અને તેને મેં દભ્દામાથી બન્યું છે એટલે એનું નામ  કુશ રાખ્યું છે. હવે આ પ્રસંગ આપે રામાયણમાં વાંચ્યો છે ?