Daily Archives: ઓક્ટોબર 1, 2012

જીવનમાં ઉપયોગી નિવડે એવાં સુવાક્યો

સંગ્રહ કરવા  જેવાં ત્રણ  વાના  1સદમિત્ર 2 સંતોષ 3સાદાઈ *****વિવેકના  ત્રણ સ્તમ્ભ 1સભ્યતા  2નમ્રતા 3 અને વાણીની મધુરતા ******જ્ઞાન મેળવવા ત્રણ સાધન

1     વાંચન 2નિરીક્ષણ  3વાતચીત ******મિત્રતા  કરવાના  ત્રણ પ્રકાર 1મળતાવડાપણું 2સંપ 3 સત્કાર *****જગમાં પૂજવા લાયક ત્રણ  1 પરમેશ્વર  2માબાપ અને ગુરુ વર્ય

જગતમાં  મોટાઈ આપનારા ત્રણ 1ઉદારતા 2પ્રભુ ભક્તિ 3ઉદ્યોગ *****સુખે સુનારાં ત્રણ 1 સજ્જન 2સંતોષી 3 સંત *****જો કાબુમાં રાખીએ તોજ સુખી થવાય 1સ્વભાવ 2જીભ 3

ચાલ ચલગત ****આ ત્રણ થી સદા દુર રહો 1દુર્જન 2દર્દી 3દુશ્મન *****ધનની ગતિ ત્રણ પ્રકારે થાય 1દાન 2ભોગ 3નાશ ****સ્વાશ્રયે જીવનાર ત્રણ 1સિંહ 2શુરવીર 3સત્પુરુષ *****નિરોગી રાખનાર ત્રણ 1સ્વચ્છતા 2શારીરિક કસરત 3સાદો ખોરાક *****આળસુ રહેવાથી ત્રણ વસ્તુનો નાશ 1અક્કલ 2આનંદ 3અભ્યાસ

દેશીંગાનો ઈતિહાસ #15

એને  પોતાના વફાદાર ઘોડાને મારી નાખવાના દુ:ખના કારણે રાતના ઊંઘ  ન આવી ,ક્ષણભર માટે એને આપઘાત કરવાનો વિચાર ઝબકી ગયો .પણ પછી એણે પોતાના મનને સમજાવ્યું ,કે હે મન આપઘાત કરવાથી આ બેનો દીકરીઓને મેં  લુંટી છે ,એ માલ કોક વાપરશે ,એના કરતાં હું  દેશીંગા જાઉં ,અને લુંટનો માલ જેનો છે.એને પહોંચતો કરી ,મારું આત્મ સમર્પણ  કરું .

આવા વિચારે એ દેશીંગા આવ્યો ,અને ઢોલી પાસે ઢંઢેરો પિટાવી માણસો ભેગાં કર્યાં .અને પોતે જે ઘરેણાં લુંટેલા તે પોટલી દેખાડીને કીધું કે આ જે મેં કાલે જે બેનો દીકરીયુંને   લુંટેલી તે માલ અને આ હું અધમ લુંટારો ,હવે તમે મને ગરદન મારો કે બીજી જે આકરી સજા લાગતી હોય એ સજા કરો .એની વાત સાંભળી ગામના આગેવાનોને વિચાર આવ્યોકે હવે આ લુંટારો નથી રહ્યો હવે એ સંત છે .એને મરાય નહિ “ક્ષમા વીરસ્ય  ભુષણમ  .”

પછીતો કાવા કસુંબા થયા ,અને જે સ્ત્રીઓને લુંટેલી એજ સ્ત્રીઓએ સુંદર વસ્ત્રો અને  આભુષણો  પહેરી માથા ઉપર મોતી ભરેલઇઢોણી   ઉપર બેડાં મુકી ,લુંટારા સંત નું સ્વાગત કર્યું .

પછી સંત બનેલા લુંટારાએ ઉભા થઈ બે હાથ જોડી સૌને  વિનંતી કરીકે  મેં જે જગ્યાએ ઘોડાને તલવારનો ઝાટકો મારી ધારા તિરથ દિધી .એજ્ગ્યાએ એનું સ્મારક રચવું છે .માટે આ ઘોડાને ગમે ત્યાં દાટી ,ઘોડાનું જ્યાં લોહી રેડાયું છે .એ સ્થળ દુધથી ધોઈ ઉપર પત્થર  મુકી સ્મારક રચો.

પછી ગામની બેનો દૂધનાં બેડાં ભરી લાવી ઘોડાનું લોહી પડેલું હતું ,તેના ઉપર રેડી લોહી ધોઈ નાખ્યું .અને ઉપર પત્થરનો ઢગલો કરી સ્મારક રચ્યું .અને એનું ઘોડલપીર નામ આપ્યું .

પછી ઘોડલપીરની માનતાઓ આવવા લાગી લોકો દૂધનાં બેડાં રેડવા લાગ્યા અને પાણકા  મુકવા લાગ્યા .વખત જતાં એ જગ્યાએ  પાણાનો  ટેકરો થઈ ગયો .કુંભારે પાશેર દૂધ સમાય એવાં માટીનાં નાનાં બેડાં બનાવ્યાં ,હવે ઘોડલપીરની માનતા ચાલુ છેકે નહિ .એની મને ખબર નથી .પણ ઉનાળાનો કોઈ દિવસ  નક્કી કરી ઘોડલપીરનો   મેળો  ભરવો જોઈએ એટલે ગ્રામ પંચાયતને થોડી આવક થાય અને લોકો આનદ મનાવે .

હવે બાબી દરબારોના કાયદાઓની થોડી વાત કરી દઉં .

ગામ વચ્ચે સ્ત્રીઓથી જોડા પહેરીને ચલાય નહિ ,ખેતરમાં કામ કરવા જવું હોયતો ,પગરખાં (જોડા )હાથમાં લઈ ઘરેથી નીકળવાનું  અને ઝાપાં બહારથી જોડા પહેરવાના ,ગામમાં ઉઘાડે માથે