Daily Archives: ઓક્ટોબર 13, 2012

ઘરડાં દુ:ખી થઈ જાશે આ જગમાં

હું એક ભજન વાંચક  ભાઈ બેનો માટે લખવાનો  છું .એ પહેલાં થોડો ભજનનો ભાવાર્થ લખું તો આપ સૌ ને ભજન સમજવાનું  અનુકુળ રહેશે ,

મને જે ઘણાં ગામોના વડીલોના અનુભવ થયા છે જે દર્શાવવા હું નમ્ર પ્રયાસ કરીશ ,હું જે કહીશ એ દરેકને લાગુ નહિ પડે .હું વર્ષો થયા અમેરિકામાં રહુછું .આપણા દેશમાં બાપાએ જિંદગી ભર કમાયને ઘર બનાવી લીધું પરણેલો બાલબચ્ચા વાળો દિકરો ભેગો રહેતો હોય .એને રહેવા માટે પોતાનું ઘર ન બનાવી શક્યો હોય.વળી બાપનું  પેન્શન આવતું હોય ,એ પૈસામાંથી  ચતુર વહુ ક્યારેક ક્યારેક વાપરવા કઢાવી લેતી હોય .એટલે ઘરડા બાપા ભેગા રહેતા હોય તો લાભ હોય .જો બાપા પાસે કઈ આવક ન હોય તો વહુ અને અને તેનાં સંતાનો  બાપા સાથે તોછડું વર્તન રાખે .અમેરિકા જેવા દેશોમાં વડીલોનો ખર્ચ સરકાર ભોગવતી હોય છે છતાં વડીલો જરાય ગમતા નથી હોતા . હું આદેશમાં વર્ષોથી એકલો રહું એટલે મને બહુ અલ્પ સરકાર તરફ્થી  મળતી  સગવડની મને ખબર છે. હવે આપ ભજન વાંચો

ઘરડાં દુ:ખી થઇ જાશે આ જગમાં ઘરડાં દુ:ખી થઈ જાશે. જગતમાં ઘરડાં હડ હડ થાશે .આવક  હશે તો સન્માન જળવાશે નકર મોઢાં ફેરવી જાશે

અમેરિકા જેવા દેશમાં આવક હોય તોય હડ્કોલા ખાશે …..આજગમાં …….1

બાળક સાચવવા માને તેડાવે માતા  થોડા દિવસ હરખાશે ,બાળક મોટાં થયાં ,નબળી પડી માતા પાંજરા પોળમાં જાશે (નર્સિંગ હોમ )આજગમાં …2

સિનિયર સેન્ટરમાં જાવું હોયતો ગગાને પૂછવા જાશે,.  ગગો ક્યે મને સમય નથી .પછી બાપો વિચારે ચડી જાશે ..આજગમાં 3

“આતા બાપુ “ક્યે એક ડોલરમાં સરકારી મોટરું જાશે ,એક ડોલર જો માગે ગગા પાસે ” સટ અપ “શબદ સંભળાશે …આજગ માં …4

કોઈકને મેં વાત કરી હોય કે આ દેશમાં એકજ ગામમાં એક ડોલરમાં ગમેત્યાં જવું હોય ત્યાં સરકારી મોટર બહુ સાચવીને ડ્રાઈવર લઈ જાય છે .માજી ગગા પાસે જઈને ડોલરની માંગણી કરે ,ત્યારે ગગો એવા પૈસા મારી પાસે નથી ત્યારે ડોસીમા કહી સંભળાવે કે સરકાર અમને ઘણાય પૈસા આપે છે .એ ચેક તારા ખાતામાં જમા  કરાવીએ  છીએ ,એમાંથી તારે પૈસા આપવાના છે.પછી ગગો એકદમ ખિજાય જાય .અને ગાળો આપે કે સાલી તુને અહી તેડાવી એ ભૂલ કરી ત્યારે માજી કહે દિકરા તે ભૂલ નથી કરી તારાં છોકરાં નું ધ્યાન રાખવા તેડાવી છે .એટલે કહે” સટ અપ “પછી બાપો મામૈયા માતંગ વાળો દુહો બોલે કે

ડીકરો  વહુજો વાંહો કંધો માકે ડિન ધો  ગાળ માંમૈયો માતંગ ચ્યે હેડો અચીન્ધો કાળ