Daily Archives: ઓક્ટોબર 7, 2012

જુનાગઢના નવાબે પીદપાપડો ખરીદ્યો

જુના વખતમાં દેશી રજવાડાં પરદેશી પ્રજાને જેવી કે બલોચ,(મકરાણી )તુર્ક,પઠાણ ,અરબ ,અફઘાન ..નોકરીએ રાખતા ,તે વખતે આ પ્રજા બહુ ગરીબ હતી બહુ ઓછા પગારમાં નોકરી કરતા .કચ્છના રાજાને ત્યાં ખાસ કરીને તરક (તુર્ક)આવતા કચ્છમાં ખારેકનું વાવેતર થાય છે.એનું બી તરક લોકો લાવેલા ઢાલ સાથે દાંડીયારાસ રમવી એ તરક લોકોએ શીખવ્યું છે .હું માનું છું ત્યાંસુધી “ખજુર”તુર્કી શબ્દ છે .કેમકે અરબીમાં ખજૂરને તમીર ,અને ફારસીમાં ખરમાર કહે છે .જોધપુર ,શિરોહી ,ઈડર ,દાંતા ,જામનગર ,  જુનાગઢ ,પાલનપુર ,રાધનપુર ,વગેરે રાજ્યો પઠાણ ,મકરાણી વગેરે પ્રજાને નોકરીએ રાખતા .આવા લોકો ખાસ કરીને પઠાણ હિંગ અને એવી બીજી વસ્તુ વેચતા  કેટલાક  રમજાન મહિના જેવા ધાર્મિક તહેવારોમાં ફકીર તરીકે ભીખ પણ માગી લેતા .ઇસ્લામમાં  ધર્માદો કરવાનું ફરજીયાત છે .

વાત છે.  રાજા ,નવાબોને એક એવી ટેવ હોય છેકે એ ગમે તેવી વાત કરતા હોય . . એની વાત સાચીજ છે.એમ કહેવું પડે .આવા બાપુની હા એ હા કરનારા લોકોને માટે હજુરિયા કહેવાય .આવા હજુરિયા હમેશાં બાપુની  સાથેજ રહેતા હોય છે.એક  કહેવત છે “જિસકે રાજમે રીજીયે ઉસ્કી હાજી હાજી કીજીએ ઊંટ બિલાડી લેગઈ તો ભી હાજી હાજી કીજીએ .બાપુ કહે કે આજ ફજરા ફજર એક બિલ્લી  ઊંટકો  ઉસકી ગરદન પકડકે ખીંચ કે લેજાતી થી .હા બાપુ બિલ્લી  લેજાવે . એમ કહેવું પડે

એક પઠાણ પીદ પાપડો લઈને નવાબને મળ્યો .અને પીદ પાપડો દેખાડ્યો .અને કીધું કે બાપુ કાબુલી ખાસ બદામ છે અફઘાનિસ્તાનના બાદશાહો આ જાતની બદામ ખાય છે આવી બદામ ક્યાંય જોવા નો મળે .મારી પાસે થોડાં બી હતાં. પાલનપુરના  નવાબે ખરીદ્યાં છે હવે એકજ બી મારી પાસે છે .આપ ખરીદો તો ભલે નહીંતર હું નિજામ ને આપી દેવાનો છું .પાંચ વરસ પહેલાં મેં નિજામને આપેલું એણે વાવ્યું હવે એનો મબલખ પાક ઉતરે છે,નવાબે ખૂબ પૈસા આપીને ખરીદ્યું અને હજુરીયાને કહેવા લાગ્યા મારા બાપદાદા આવીજ  બદામ ખાતાતા .ખાખરો જુનાગઢ બાજુ બહુ થાય છે.હજુરિયા ઓળખી ગયા કે આ ખાખરાનું બી છે .પણ બાપુને કહેવાય નહિ  એની  ભુલ કઢાય નહિ નહિતર હજૂરિયાઓ ની ગરદન ધડથી જુદી થઇ જાય .