Daily Archives: ઓક્ટોબર 19, 2012

આતા તમે કેસીનોમાં જાઓ છો?…..હા .

આતા તમે આવા સજ્જન માણસ થઈ ભગત માણસ થઈ જુગાર રમો એ સારું ન કહેવાય ,સમાજમાં તમારી કેટલી ખરાબ છાપ પડે?એલા ભઈ મેં તારા પ્રશ્નનો જવાબ આપ્યો. તેં મને એવું ક્યાં પુછેલું કે તમે જુગાર રમો છો? કેસીનામાં  જોછો?ફક્ત એવુંજ તેં પુછેલું .જો હું હવે કેસીનામાં જવાનો મારો હેતુ તુને કહું છું .

હું ન્યુ જર્સીમાં રહેતો હતો ત્યારે સિનીયર સેન્ટરમાં નિયમિત જતો સેન્ટર વાળા મહિનામાં એક વખત કેસીનોમાં જવાની વ્યવસ્થા કરે કેસીનાની બસ આવે તે મફતમાં લઈ જાય , કેસીનામાં જાઓ એટલે કેસીના વાળા રમવા માટે દસ ડોલર આપે ખાવા માટે પાંચ ડોલરની કિમતનો પાસ આપે જે કેસીનોના રેસ્તોરામાજ ચાલે ,જો તમો રેસ્ટોરામાં ન જમોતો એ પૈસા તમારા ગયા .મારી સાથે એક અમદાવાદના નવનીત ભાઈ હતા,અમે બંને જણા પાંચ પાંચ સેન્ટથી રમવા વાળા મશીન પાસે બેઠા .પહેલેજ ધડાકે મને ત્રણ ડોલર અને પંચોતેર સેન્ટ મળ્યા .હું પૈસા ખીસામાં નાખીને હાલતો થઈ ગયો નવનીતભાઈ કહે કેમ ઉઠી ગયા આતો સારાં શુકન થયાં કહેવાય .મેં કીધું આટલું ઘણું થઇ ગયું .લોકોને મારે કહેવા થશે કે હું કેસીનોમાં જીતેલો .નવનીતભાઈ રમ્યા કર્યા અને હાર્યા ,ખીસામાં એક પૈસો નો રહ્યો ,ત્યારે ઉભાથયા . કેસીનાએ આપેલા એ અને પોતાના દસેક ડોલર હાર્યા પછી ઉભા થયા .

હું એરિઝોનામાં રહેવા આવ્યો ,ત્યારે કેસીના વાળી વાતમે કનકભાઈ રાવળને કરી ,અને કીધું કે હું કેસીનામાં જીતેલો  મેં કીધું હું ત્રણ ડોલર અને પંચોતેર સેન્ટ જીતેલો .કનકભાઈ કહે ફક્ત હું ત્રણસો પંચોતેર જીત્યો એમ કહેવાનું ,તમારે જુઠું ક્યાં બોલવાનું છે .કોઈ ખંતીલો પુછે કે ત્રણસો પંચોતેર ડોલર જીત્યા ?તો તમારે સાચું કહેવાનું .હું એરિઝોના રહેવા આવ્યા પછી કેસીનોમાં ગયો .દોઢ કલાક બસમાં મુસાફરી કરવાની કેસીનોમાં પહોંચ્યા પછી જેવા બસમાંથી ઉતરો એટલે એક બાઈ દસ ડોલરનું ચેક જેવું કાગળિયું આપે ,એલઈ તમે કેસીનોમાં પ્રવેશ કરો એટલે ત્યાં એક બાઈ હોય એ આ કાગળિયાના રોકડા ડોલર આપે આ લઈ તમે રમવા બેસો .મફત કોફી પીવાની કેસીનામાં સગવડ હોય છે.

હું બસમાંથી બહુ શાંતિથી ઉતરું કેટલીક વખત મને પૈસાનું કાગળિયું આપવા વાળી બાઈ બસમાંથી મને બોલાવે કહેકે હવે કેસીનો આવી ગયો બસમાંથી બારા પધારો શું કરતાતા  ઊંઘતા તા ? પછી મને પૈસા વાળું કાગળિયું આપે આ લઇ હું કેસીનામાં પ્રવેશ કરું ત્યારે કાગલીયાના  રોકડા આપવા વાળી બાઈ જતી રહી હોય અને પોતાના બીજા કામે વળગી ગઈ હોય એ મારી વાટ જોઇને બેસી રહે ?પછી હું કેસીના વાળા કર્મચારીને કાગળિયું દેખાડીને પુછું કે આને મારે હવે ક્યાં વટાવવું ?તે કહે હવે તમે ઓફિસે જાઓ .હું ઓફીસ ગોતવા ખોટે ખોટાં ફાંફાં મારું .વળી કોઈને પૂછું એ આંગળી ચીંધીને ઓફીસ દેખાડે તોય હું ફાંફાં મારું એટલે ઓલો મને ઓફીસ પાસે આવીને મુકી જાય હું ત્યાંથી રોકડા પૈસા લઈ ખીસામાં મુકી .પાણી પેશાબ કરવાની જગ્યા પુછું આંધળો વાંચી શકે એટલા મોટા અક્ષરે પેશાબ કરવાના સ્થળનું નામ લખ્યું હોય .પણ મારેતો સમય પસાર કરવો હોય ,બહુ વાર લગાડીને પેશાબ કરું હાથ મો ધોઉં ,પછી એક પેનીથી રમવા વાળું મશીન ગોતું એટલામાં બસમાં જતાં પહેલાં બે ત્રણ ડોલર હારું એટલો રમું અને પછી સાતેક ડોલર બચાવીને બસની વાટ જોતો બહાર બેસું .પણ એ પહેલા કોફી વાળા સ્થળે જાઉં હું કોફી પીતો નથી .પણ અહિં જરાક કોફી લઇ ક્રીમર નાખી આખો કપ ભરું અને ચમચીથી હલાવી આઈસ્ક્રીમ ખાતા હોઈએ એમ ઠાઠથી ખાઈને ધરવ કરું .આવાત હું એક મોટી ઉમરના પાંચ ડોલરથી રમવા વાળા પૈસાદાર જુગારીને કહું તે મને કહે .જો તમારા જેવા જુગારી હોયતો બહુ થોડા સમયમાં કેસીના વાળા ભીખ માંગતા થઈ જાય  લ્યો આ મારા બ્લોગર ભાઈઓ તમારી આગળ પેટ છુટી વાત કરી દીધી  जोभी आता है यहाँ

,हारकेही जाता है कोई किस्मत वाला जित जाता है येतो कसिना है मालिकको  मज़ा देताहै हारने वालाभी हारनेकी मज़ा लेता है .