હાલી હાલીને મારા પગડા તરવાણા જો

એક લોક ગીત છે .એ કદાચ આપે  સાંભળીયું હશે.પણ એ કરુણ  લોકગીતની કથા નહીં સાંભળી હોય ,તો ચાલો હું આજ આપને એ કથા કહું છું .

કચ્છનો જાડેજા ગરાસિયો ભાઈઓના કંકાસથી અને ભાભીઓના મેણાં ટોણાં થી કંટાળી ,કુટુંબ ,ગામ ,અને વહાલા વતન કચ્છડાને છોડી ભાગી નીકળ્યો .અને કચ્છનું રણ વટાવી ગુજરાતમાં ઉતરી આવ્યો .પેટનો ખાડો પુરવા શું કરવું એ માટે એની પાસે કોઈ કસબ નથી .બસ ખાવું પીવું અને પનિહારી નિરખતા  રખડવું .આ સિવાય એણે કંઈ કરેલું નથી ,અને આવડતું પણ નથી .પોતે અલમસ્ત કુંવારો ,ફુટરો જુવાન છે .ગુજરાતના સુખી ખેડૂત  પટેલોને ખેતી કામ માટે મદદગારની  અવાર નવાર જરૂર રહે .પણ વટનો કટકો કચ્છી જાડેજો ,પટેલને પોતાની વસ્તી સમજે એને ત્યાં મરી જાય પણ નોકરી નો કરે ,ઓલી કહેવત  છે કે  “લાંઘણ કરેતો દસકરે ભોજન કરેતો માંસ, ટાંટિયા ઘસી મરી જાય પણ સાવઝ ન ખાય ઘાસ “આખરે મહા મહેનતે કોઈ રાઓલ ચાવડા ગરાસિયાને ત્યાં ખેતી કરવા માટેની તેને નોકરી મળી ગઈ .તેની બોલચાલ  વર્તણુંક ઉપરથી રાઓલને ખબર પડી ગએલી કે આ જુવાન કચ્છી જાડેજો છે.રાઓલને એક ભર જુવાન દિકરી છે.ગરસિયાઓના રિવાજ પ્રમાણે ઘર બહાર બહુ નીકળાતું નથી .નજીકનો માબાપ પક્ષનો કોઈ પુરુષ હોયતો તેની સાથે વાત ચિત કરે પણ મર્યાદામાં રહીને .દિકરીની જાડેજા જુવાન સાથે આંખ મળી ગઈ .ઉર્દુમાં કહેવાયું છેકે जो है परदेमे पिन्हा  चश्मे बिना देख लेती है ,जमानेकी तबीयतका तकाजः देख लेती है  छोकरिनु जाडेजा प्रत्येनु  दिवसे दिवसे आकर्षण  वधतु  चाल्यु .कोई कोई वार रातना सहु उन्घी गया होय त्यारे एकान्तमा मलवा  लाग्या ,प्रेमने जाति, धर्म ,उमरनो भेद ,,रूप रंगनो भेद.कई नाडू नथी .ज्यारे छोकरी जुवानने मले  त्यारे जुवान पोताना कुटुंबनी   डंफआंस  मारे प्रेमांध ,अने अभन छोकरी आ बड़ाई खोर जाडेजा नी बधी वातो साची माने नक्की कर्या मुजब छोकरी आ जड़ेजा साथे हाली निकली जदेजाए एम् किधेलु के कच्छ बहु दूर नथी .सांजे आपने घरे पहोंची  जाई शु .पण बे त्रण रातो विती पण कच्छ आवयो नहीं.पछि छोकरीने  खबर पड़ी गई के आ जदेजो गपोड़ी छे .मने इ छेतरे छे.पछी छोकरिए  गीत ऊपाड्यू  .हवे तमे लोक कविनी   कमाल जुवो .

हाली हालीने  मारा पगड़ा तरवाना जो तोये न आव्यो तारो देशरे गरासिया चेतारिने लाव्योजो ,पछी जुवान आ भोली छोकरिने कहे छे .लालच आपे छे.के आघेरिजो हाल्य तो तूने जुमना घडावी दैउ .छोकरी कहे छे जुमना नि पहेरनार  हु नै गरासिया छेतरिने लाव्यो जो वली जुवान लालच आपे छे के आघेरी जो हाल्य तो तुने पालखी मंगावी दैउ .पालखिनी बेसनार हु नै गरासिया छेतरीने लाव्यो जो     छेवटे  छोकरी थाकिने भूखी तरसी मरी जाय  छे.पछी गरसियो चोधार आँसुए रॉय पड़े छे।के कादवना कटका निर्जल नोखा थ्या पण फट रे मुजा फूटल हैया साजन जाता एकं रह्या ..===कम्पुतरे मने दगो दिधो मने पुरु लखवा नो दिधु इ  माटे  वहाला वाचक मित्रो मने क्षमा करजो

2 responses to “હાલી હાલીને મારા પગડા તરવાણા જો

 1. pragnaju ઓક્ટોબર 20, 2012 પર 6:08 એ એમ (am)

  યાદ
  તીખા તુરગ ન માણિયા‚ ભડ તરવાર ન ભગ્ગૂ

  એહ અવતાર એળે ગયો‚ જેને ગોરી ગળે ન લગ્ગૂ.

  જે મુખ અમલ ન ચખ્ખિયો‚ તોરી ન ખેચ્યા તંગ ;

  ફટ અલૂણા સાયબા‚ આપું તોં કીં અંગ ?

  ભલ ઘોડા વલ વંકડા‚ હલ બાંધવાં હથિયાર ;

  ઝાઝાં ઘોડામાં ઝીંકવાં‚ મરવું એક જ વાર.

  તાતા તોરીંગ મૃગ કૂદણાં‚ લીલા પીળા લાલ ;

  ભલ વછેરા ઊછરે‚ પડ જોવો પાંચાળ.

  ભલ ઘોડાં‚ કાઠી ભલા‚ પેનીઢક પહેરવેશ‚

  રાજા જાદવ વંશરા‚ ડોલરિયો કચ્છ દેશ.

  મોતી ભાંગ્યું વીંધતાં‚ મનડું વેણ કવેણ ;

  તોરી ભાંગ્યો ટેપાવતાં‚ સાંધો ન લિયે શેણ.

  ઘર ઘોડી પિયુ અપચળો‚ વેરી ભેગો વાસ ;

  નત્યના વાગે ઢોલડા‚ કયા ચુડલારી આસ !

  ભોં ભીની ઘોડા ભલા‚ ડાબા ઊપડિયાં ;

  કાં મરઘાનેણી માણવા‚ કાં ખગ વાવા ખડિયા.

  સાઠી ચાવલ‚ ભેંસદૂધ‚ ઘર શીલવંતી નાર ;

  ચોથી પીઠ તુરંગરી‚ સરગ નિશાણી ચાર.

  તીખા તુરગ ન માણિયા‚ ભડ તરવાર ન ભગ્ગ ;

  એહ અવતાર એળે ગિયો‚ ગોરી લગી ન કંઠ.

  ઘોડા તુજમેં તીન ગુણ‚ અવગુણ પણ ભરપૂર ;

  છેટેથી ભેળાં કરે પાછાં લઈ જા દૂરમ દૂર.

  ઘોડાંને ઘી પાતે‚ કામની કર ગ્રહીએ નહિ ;

  ચટકો દી ચડતાં‚ પારકાં પોતાનાં કરે.

  અગન બટુકાં વા ભ્રખાં‚ ઘોડાંની મોર જાય ;

  કામન કહે સુણ કંથડા‚ હરણ કસાં ઘી ખાય

  કાઠો બખતર ને આદમી એ ત્રણે લઈને જાય ;

  હું તુજ પૂછું કામની‚ ઈ હરણથી શ્યે થાય ?

  અગન બટુકાં વા ભ ખાં‚ ઘોડાની મોર જાય ;

  કંથ કહે સુણ કામની‚ ઈ બેલડયે બે ન જાય.

  કોઈ ઘોડો કોઈ પરખડો‚ કોઈ સુચંગી નાર ;

  સરજનહારે સરજિયા‚ તીનું રતન સંસાર.

  સોરઠીઓ દુહો ભલો‚ કપડો ભલો સફેદ ;

  નારી નવ લક્ષણી ભલી‚ અશ્વ ભલો કુમેદ.

  જડિયો જંગલમાં વસે‚ ઘોડાનો દાતાર ;

  ત્રૂઠયો રાવળ જામ ને‚ હાંકી દીધો હાલાર.

  કૂંકડ કંધા મૃગકૂદણા‚ શત્રુને હૈયે સાલ ;

  નવરંગ તોરી નીપજે‚ પડ જોવો પાંચાળ. તલવારે ત્રણ કૂમકાં‚ કટારાં નવધાર ;

  અસુરો રેવત ખેલવે‚ વોહી પુરુષ ધર નાર.

  ઘોડાનાં પગમાં ઘૂઘરા‚ સાવ સોનેરી સાજ ;

  લાલ કસૂંબલ લૂગડાં‚ ચરખાનો ચાંપરાજ.

  સાઠી ચાવલ‚ ભેં સ દૂધ‚ ઘર શીલવંતી નાર ;

  ચોથી પીઠ તુરંગરી‚ સુરગ નિશાણી ચાર.

  તરવરિયા તોખાર‚ હૈયું ન ફાટયું હંસલા ;

  મરતાં રા ખેંગાર‚ મારે ગામતરાં ગુજરાતનાં.

  ઘોડા તું મેં ગુણ ઘણા‚ અવગુણ પણ ભરપૂર ;

  છેટેથી ભેળાં કરે‚ અને લઈ જાય દૂરમ દૂર.

  સાજણે ઘોડો શણગારિયો‚ દોરી કાઢયો ડેલા બાર ;

  વજોગણ ખોળા પાથરે‚ સજણ ઘેરે શિયાળો ગાળ‚

 2. aataawaani ઓક્ટોબર 20, 2012 પર 7:19 એ એમ (am)

  પ્રજ્ઞા બેન
  તમેતો હદ કરી નાખી .મને આ તમારી કોમેન્ટ બે હદ .બેમિસાલ ગમી .તમારી ઓળખાણ કરાવનાર પરમેશ્વરનો હું ઘણો આભારી છું .બેન હું એક તમારા દુહા ભંડારમાં વધારો કરવા લખું
  ખડ પાણાને ખાખરા ખડકા નો નઈ પાર
  વગર દીવે વાળું કરે ઈવા નાર પાકે પાંચાળ…૧
  માથે મોટા પાઘડા (પણ )કેડીયાને ન હોય સાળ
  હંગવા જઈને પાણી નોલ્યે ઈવા નાર પાકે પાસાળ ૨
  કંથા રણમ જાયકે મત ધૂંધે(ગોતે )કોઈ સાથ
  તારા સાથી ત્રણ જણ હૈયું ,કટારી, હાથ , ….૩
  કંથા તું કુંજર ચડ્યો, હેમ કટોરા હત્થ
  માગ્યા મુકતાફળ મળે .તોય ભીખને માથે ભઠ્ઠ…4

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: