અનરથનો નહિ પાર જગમાં

એક કવિતા લખવાનો છું,એનો થોડો ભાવાર્થ કહું તો કવિતા સમજવી સહેલી રહે શે . ગેંડો છે તે શાકાહારી પ્રાણી  છે .કેટલાક માણસના મગજમાં એવું ઘુસી ગયું છેકે  ગેંડાના શીંગ ડા નો ભૂકો ખાવાથી કામ વૃતિ  સતેજ બને છે .બીજું એના ચામડાની ઢાલ  બને છે . આ કારણે  ગેંડાનો  શિકાર કરાય છે .બકરીનાં બચ્ચાં કાંટા વાળી  બોરડી  બાવળ જેવી વનસ્પતિ ખાય છે .અને પોતાની માનું  ધાવણ ધાવીને મોટાં  થાય છે .એ  વાછરડાની  માનું દૂધ માણસનાં  બચ્ચાંની જેમ પીતાં  નથી .અને ભવાની મા આવાં બચ્ચાંને ખાવા બાબત માંગણી  નથી કરતા પણ માણસો દેવીના નામે કાપી નાખે  છે . ગાયને ખીલે બાંધ્યા પછી ગાય પાટુ ન મારે એના માટે ગાયના પાછળના પગ બાંધે છે .આ પગ બાંધવા ની ક્રિયાને નોજ્ણું વાળ્યું કહેવાય પછી એનાં બચ્ચાંને ધાવવા છોડે .બચ્ચું ધાવવા માટે આંચળ  મોઢામાં  લ્યે ગાયને  બચ્ચાં ઉપર પ્રેમ વછૂટે અને આંચળ માં દૂધ ભરાય એટલે બચ્ચાંને આંચળ પાસેથી  ખસેડી એની માના  મોઢા પાસે બાંધે .અને ગાયનો માલિક  દૂધ કાઢી લ્યે .આવા  વાછરડાંના  માટેનું દૂધ થી  વાસણ ભરાય જાય એટલે એ દૂધ ભગવાનની મૂર્તિ આગળ મુકે

ભગવાનને પીવા માટે  આવા માણસો  જોઇને મૂર્તિની આંખમાંથી આંસુ વહેતા થાય .આગની વાત આપ સમજી શકશો

અનરથનો નહિ પાર આ જગનો કેમ થાશે ઉદ્ધાર જગમાં વધ્યો પાપાચારજી ગેંડો વનમાં ઘાસ ચરેને  કરે ન માંસાહાર જી શિંગડું ચામડું લેવા માટે એનો થઇ રહ્યો શિકાર ….આ જગમાં વધ્યો પાપાચારજી .1બાકર બચ્ચાં કાંટા કરડેને  માનું દૂધ પિનારજી કાળી માતા એનો ભોગ ન માગે તોય માણસો મારે ધરાર …..આ જગમાં 2 ગાયુને  ખીલે બાંધ્યા પછી એના પગ બાંધે ગોવાળ જી  વાછરુ છોડે ધાવવા કાજે પણ બોઘડે દુધની  ધાર …..આ જગમાં 3   એવા દુધનો પ્રભુને આગળ ભોગ ધરે  નર  નાર જી  કૂડા  માનવીને જોયા પછી રોવા માંડયા  જગદાધાર ….આ જગમાં 4 બે કર  જોડી વંદે “આતા “પ્રભુ રોશોમાં લગાર જી અમે અપરાધી પામર જીવ તમે પાપીના તારણ હાર ….આ જગમાં વધ્યો પાપાચારજી  5

8 responses to “અનરથનો નહિ પાર જગમાં

  1. Vinod R. Patel સપ્ટેમ્બર 25, 2012 પર 8:08 પી એમ(pm)

    અમે પટેલો ગાયનું નહીં પણ ભેંસનું જાડું રેંઢા જેવું દૂધ પી ને મોટા થયા.ભેંસને પણ પહેલા એના બચ્ચાને

    થોડું ધવડાવી પછી લઇ લેવાતું મેં નજરે જોયું છે.આ રીતે મૂંગા પ્રાણીને છેતરીને એના બ્ચ્ચા માટેનું

    દૂધ આપણે સ્વાર્થી માનવો આરોગીએ એ એક જાતની ક્રુરતા જ કહેવાય.

    તમારો આખો લેખ રસપ્રદ છે ,આતાજી . એમાં તમારો અનુભવ બોલે છે.ઘણું નવું જાણવા મળે છે.

    • aataawaani સપ્ટેમ્બર 26, 2012 પર 10:30 એ એમ (am)

      વિનોદભાઈ મને મારા ગામ દેશીંગાની એક છોકરીએ પૂછ્યું દાદા તમે દૂધ કેમ નથી ખાતા ?મેં જવાબ આપ્યો .દીકરી ભેસનું દૂધ એના બચ્ચા માટે હોય છે .કેટલીક વખત  આપણેભેસનું બધુજ દૂધ વાપરવા માટે એભેસના નર બચ્ચાને   (પાડાને)ખાટી છાશ  પીવડાવીને  મારી નાખીએ છેએ  કેટલી  ક્રુરતા કહેવાય ?મોટા ટીલાં કરીએ માળાઓ ફેરવીએ મંદિરે જઈએ .આ છોકરીને મારી વાતની ગહરી અસર થએલી. પણ મને લાગે છેકે અસર લાંબી નહિ ટકી. હોય  

        Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

      ________________________________

  2. Atul Jani (Agantuk) સપ્ટેમ્બર 26, 2012 પર 1:05 એ એમ (am)

    માણસે માણસને અને ભગવાનને ય નથી છોડ્યા ઈ વળી પશુને શું છોડવાનો હતો.

    હંધાય અરથ ને અનરથનો હિસાબ ચિત્ત નામના ચિત્રગુપ્તના ચોપડામાં છુપાઈને પડી રહે છે. વખત આવેને માણહની માથે આભ તુટી પડે એવે વખતે ભગવાનને દોષ દઈને રોદણાં રોતો હોય ત્યારે એને સમજાવવું કે અલ્યાં તારો ચોપડો ખોલીને અંદર જરાક નજર કરી લે.

    જે આદમી પાપ છે પાપ છે એવા રોદણાં રોતો હોય એને ય હમજાવવું કે અલ્યાં તારી અંદરે ય જરાક ડોકીયું કરી લે ને ! બહાર તો ઓછું દેખાશે.

    • aataawaani સપ્ટેમ્બર 26, 2012 પર 5:03 એ એમ (am)

      પ્રિય અતુલભાઈ તમે સરસ કોમેન્ટ આપી .આથી મારો ઉત્સાહ વધી ગયો .બ્લડ પ્રેશર નથી ,વધી ગયું .ગયા સોમવારે મારું બ્લડ પ્રેશર  તપાસ્યું નર્સે એક્સ્લંત  છે એવું કીધું.

        Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

      ________________________________

  3. pragnaju સપ્ટેમ્બર 26, 2012 પર 5:35 એ એમ (am)

    ગાયુને ખીલે બાંધ્યા પછી એના પગ બાંધે ગોવાળ જી
    વાછરુ છોડે ધાવવા કાજે પણ બોઘડે દુધની ધાર …..આ જગમાં 3
    એવા દુધનો પ્રભુને આગળ ભોગ ધરે નર નાર જી \
    કૂડા માનવીને જોયા પછી રોવા માંડયા જગદાધાર ….આ જગમાં 4
    બે કર જોડી વંદે “આતા “પ્રભુ રોશોમાં લગાર જી
    અમે અપરાધી પામર જીવ તમે પાપીના તારણ હાર ….આ જગમાં વધ્યો પાપાચારજી 5
    આ તો હજુ ઠીક વાત છે 
    અનેક પશુપાલકો ઓક્સિટોસિન ઇન્જેકશનનો ઉપયોગ કરી રહ્યા છે. આ ઇન્જેકશન અત્યારે મેડિકલ સ્ટોર્સ અને કરિયાણાની દુકાનોમાં બેરોકટોક વેચાઈ રહ્યા છે. જાણકારોના મતે ઇન્જેકશન આપવામાં આવતાં દૂધમાં પણ ઓક્સિટોસિન હોર્મોન્સ જાય છે. આવું દૂધ પીવાથી પુરુષોના આરોગ્ય પર તો વધુ અસર થતી નથી, પરંતુ મહિલાઓ અને ખાસ કરીને બાળકીઓનાં આરોગ્ય પર વિપરીત અસર થઈ શકે છે.આ પ્રકારની ગેરરીતિ રોકવાની જેની જવાબદારી છે એ ફૂડ એન્ડ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટ આ પ્રકારના ઇન્જેકશન વેચાતાં હોવાની વાત સ્વીકારે છે, પરંતુ લાચારીપૂર્વક કહે છે કે તેઓ અમારી પકડમાં આવતા નથી. બેરોકટોક મોટાપાયે ઓક્સિટોસિનનાં ઇન્જેકશનનું વેચાણ થઈ રહ્યું છે. એક હકીકત એ પણ છે કે દૂધમાં ઓક્સિટોસિનનું પ્રમાણ માપવા ડેરીમાં પૂરતી સુવિધા નથી.ઓક્સિટોસિનવાળા દૂધની જોખમી અસરો

    ૧ ગર્ભવતી મહિલાને પ્રિમેચ્યોર ડિલિવરી થવાનું જોખમ
    ૨ ગર્ભસ્થ શિશુ અવિકસિત રહી જવાનો ભય વધી જાય
    ૩ લાંબો સમય આ દૂધ પીવાથી હોર્મોન્સનું સમતુલન ખોરવાય છે
    ૪ છોકરીઓ આ દૂધ પીએ તો દાઢી-મૂછના વાળ ઊગવાનો ભય
    ૫ છોકરીઓનો વિકાસ બેહુદો થવા ઉપરાંત માસિક વહેલું આવે

    આના કરતા તો ભયંકર વાત બનાવટી દૂધની છે.આ દેશમાં આપણે શું ખાવું અને શું પીવું ? બઘું જ બનાવટી ! બધામાં જ ઝેર ! ભગવાને આપેલી પ્રતિકારશક્તિના કારણે હું અને તમે જીવીએ છીએ બાકી આ જલ્લાદો આપણને થોડાંક જ રૂપિયાની …

    • aataawaani સપ્ટેમ્બર 26, 2012 પર 9:55 એ એમ (am)

      જુના વખતમાં  પ્રજ્ઞા બેન દૂધ મેળવવા માટે અથવા વધુ દૂધ આવે એ માટે ગાય ભેંસની યોનીમાં પુંછડું ઘાલતા  જેનું નામ   દુમ દેવતા કહેતા .પ્રજ્ઞા બેન હું ગઈ ફેબૃઅરીમાં  દેશમાં ગએલો .જયારે લોકોએ જાણ્યું કે હું દૂધ કે તેમાંથી બનતી ઘી વગેરે વસ્તુ ખાતો નથી ત્યારે લોકોને બહુ નવી લાગેલી .એક મારા ગામની છોકરીએ પૂછ્યું દાદા તમે દૂધ કેમ નથી ખાતા ?મારા જવાબ થી તે આવક થઇ ગએલી .હું મીઠું મરચુકે એવો કોઈ મસાલો પણ વાપરતો નોતો .

        Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

      ________________________________

  4. સુરેશ સપ્ટેમ્બર 26, 2012 પર 6:48 એ એમ (am)

    ઈશ્વરનું સૌથી અ-મહાન સર્જન ..
    માણસ – સૌથી ખોફનાક પ્રાણી…
    એ ખોફનાક ખવીસની હૃદય ધડકાવી દે તેવી વાર્તા…
    http://gadyasoor.wordpress.com/2010/05/21/dark_knight/

    • aataawaani સપ્ટેમ્બર 26, 2012 પર 9:21 એ એમ (am)

       મનુષ્યનું  સર્જન કર્યું એ મારી ભૂલ હતી, એવું પરમેશ્વરને લાગ્યું હશે ,પણ તે વખતે મોડું થઇ ગયું હશે.

      Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

      ________________________________

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: