Daily Archives: સપ્ટેમ્બર 19, 2012

દેશીંગાનો ઈતિહાસ – ૫; બાપુ અને લાકડાની ઘોડી

મુજફ્ફરખાન  બાપુનાં  પ્રથમનાં  બેગમ  જન્નત  નશીન થયા પછી બીજીવાર  શાદી કરી તેને  ગામ લોકો મોટીમા તરીકે ઓળખાતા ,પ્રથમની બીબી થી  બે દિકરા  અને  એક દિકરી  થએલાં  જેમાં નાનો દિકરો દેશીંગા માંજ રહેતો તેનું નામ નવરંગ ખાં  હતું  મોટા દિકરા વિષે  હું વધુ જાણતો નથી ,પણ એની રખાત બાંટવાના  ફકીરની દિકરી હતી .તેનાથી એક દિકરો થએલો જે બાંટવામાંજ  એની ફકીરાણી મા  સાથે ઉછરતો  હતો એનું નામ  હુસેન  મહમદ ખાં હતું .નવરંગ ખાં  બાપુ આમોદ (જીલ્લો ભરુચ )ના મોલેસલામ ગરાસીયા હમીર સિંહ ની દિકરી  પ્રતાપબા સાથે પરણેલો તેને ફક્ત એક દિકરો થએલો ,તેનું નામ મુજફ્ફર ખાં ના નામ ઉપરથી  અબ્દુલ હમીદ ખાં રાખેલું પણ સૌ એને  દાદાબાપુ નામે ઓળખતા પ્રતાપ બાને ગામલોકો  જીણકી  મા તરીકે ઓળખતા . મોટીમાને  જુગાર રમવો બહુ ગમતો એમના પતિ આખો દિવસ ડેલીએ બેસી રહે ,અને  ભોજાબાપા  બાપા સાથે  વાતુ કરે રાત્રે સુવા માટે રુમમાં જાય .દેશીગાના વહીવટદાર  હરિ શંકર ભાઈ હતા .પોલીસ પટેલ તરીકે મારા બાપા જટાશંકર અને પસાયતા તરીકે ચાંદ ખાં  ઈભરામ ખાં અને કાના જગા  હવાલદાર તરીકે દોસ્ત મહમદ મકરાણી જે ઠોયાણા  ગામથી આવેલો મકરાણી લોકોના વડવાઓ  મૂળ બલુચીસ્તાન ના  મકરાણ  વિસ્તારથી આવેલા દોસ્ત મહમદની પ્રથમની  બેગમ પોતાની નાતની હતી .જેને એક પરજીયા સોની સાથે પ્રેમ થઇ ગયો એટલે એ પોતાનાં પહેરવાનાં કપડાં રત્નાગર ને  કાંઠે મુકી ,સાડી પોલકું  ઘાઘરો પહેરીને  સોની સાથે ભાગી ગઈ .રત્નાગર માં ડુબીને મરી ગઈ હશે એવું માનીને એની લાશ ગોતવા   રત્નાગર ખુંદી વળ્યા. પણ હોયતો  મળેને   ?   પાછળથી ખબર પડી કે તેને સોની ભગાડી ગયો છે.દોસ્તમહ મદ આ પછી એક ફકીરની છોકરીને પરણ્યો .જેનાથી અબુબકર (અબો )અને જેનમ સંતાનો થયા .અબાના  મિત્રો આહેરના છોકરાઓ  હતા .અબો ભાષા પણ આહેરે જેવી બોલતો .સમ ખાયતો આયરના  છોકરાઓની જેમ “મને માતા પુગે “એમ બોલે સિદી ચાંદખા  દાદાબાપુને લઈને સાંજે શિકારે જાય  .કુતરા ને માટે નાનાં પંખીડાં મારી લાવે  દાદાબાપુ ,હું,ગોવિંદ અને એકબે બીજા છોકરા મિત્રો હતા .હું અને ગોવિંદ દાદાબાપુના ખાસ મિત્રો  હું  શિવ ભક્ત દર સોમવારે એક ટાણું   જમતો પણ માબાપથી  છાનાં દાદાબાપુની  સાથે શિકારે જતો .અબો કોઈ દિવસ શિકારે સાથે  ન આવતો .પાકિસ્તાનનું સર્જન થયા પછી અબો પાકિસ્તાન ગયો .અમારી તરફના  કેટલાક મુસલમાન પાકિસ્તાન ગયા .તે લગભગ કરાચીમાં સ્થિર થયા .પણ પાંચ ધોરણ ગુજરાતી ભણેલો અબો પેશાવર પહોંચી ગયો .અબા સાથે  ભણતો હેમતરામ  વ્યાસ મુંબઈ ગએલો તેના ઉપર અબ્બાના કાગળો કોઈ કોઈ વખત આવતા મોટીમાં સાથે જુગાર રમવામાં  મારા બાપા હરિ શંકરભાઈ  અને ગામના કેટલાક માણસો  સાથ આપતા જુગાર દરરોજ રમાતો .મોટાબાપુ (મુજફ્ફરખાં )ની ઉમર મોટી હતી તેઓના બંને પગો સરાડીયા ની સીમમાં  શિકાર કરવા  ગએલા  ત્યારે સરાડીયાના  ભાટ દરબારોની  હડ ફટે ચડી ગએલા એટલે ભાટો એ   બાપુ નાં  બેઉ  થોડા થોડા ભાંગી  નાખેલા ,એટલે બાપુ લાકડાની  ઘોડી થી  ચાલતા મોટી મા એ  હરિશંકર ભાઈ સાથે આડો વહેવાર બાંધેલો . મોટી માને સંતાનમાં ત્રણ દીકરીઓ  થએલી .મોટી દીકરી રખુમાં સરદારગઢ ના  દરબાર હુસેનીયાવર ખાં ને પરણેલી .દાદાબાપુની મા પ્રતાપબા ગુજરી ગયા પછી નવરંગ ખાં બાપુએ  મોલેસલામ ગરાસીયાની દિકરી રુરૂપાળી પાળી બા