મેં મારી જિંદગીમાં ચાલીને બહુ મુસાફરી કરી છે .હું વાત કરીશ તો તમને નવાઈ લાગશે .અરે તમને શું થોડાં વધુ વરસ થશે તો મને પણ નવાઈ લાગશે .
એક વખત હું મારા સંસ્કૃત શિક્ષક કે જેને અમે ગુરુજી કહેતા હવે હું મારા શિક્ષા ગુરુને એકલા ગુરુનું સંબોધન કરું છું .કેમકે સંસ્કૃત સાહિત્યમાં નામનીપાછળ “જી”લગાડેલો શબ્દ આપને વાંચવા નહિ મળે . આ મારા ગુરુજી હવે નિવૃત થઇ ગએલા .અને પોતાની વિશાલ જગ્યા વાળા વિલાયતી નળિયા વાળા મકાનમાં પત્ની સ્વર્ગે ગયા પછી એકલા રહેતા હતા તેઓએ એક હલકી જાતની કહેવાતી વિધવા બાઈને કામવાળી તરીકે રાખેલી .ગુરુજી જરાક વધુ પડતા રૂઢી ચુસ્ત ધાર્મિક માણસ હતા .તેના માટે બહુ સારી ભાષા ન વાપરીને કહેવું હોયતો “વેદિયા ” કહેવાય ,કામવાળી રસોઈ કરે પણ રોટલી દૂધમાં લોટ બાંધીને કરે કેમકે પાણીથી લોટ બાંધીને રોટલી કરે તો અભડાય જવાય ,એવી રીતે દાળ ,શાકમાં મીઠું નાખેતો અભડાય જવાય એટલે દાળ શાકમાં મીઠું ગુરુજી પોતે નાખે .કામવાળી બાઈ બહુ ધાર્મિક વૃતિની અને પ્રમાણિક હતી. આવા મારા ગુરુજીને મળવા માટે મારા ગામ દેશીગાથી સવા રૂપિયો રેલ્વે ભાડું બચાવવા પગે ચાલતો રવાના થયો .તે જમાનામાં દસ આનાનું શેર ઘી મળતું .મારી માએ સુખડીનું ભાતું બાંધી આપ્યું .એક થેલીમાં ધોતી ઝભો નાતી વખતે પહેરવા પંચિયું એક ટુવાલ ભરી દીધાં એક કળશિયો પાણી પીવા આપ્યો .આ બધું લઈને હેમતરામ ગુરુ દર્શને જવા રવાના થયા .ગુરુજીનું ગામ ત્રણેક ગાઉ દુર હશે ત્યારે એક વાડી દેખાણી ,ગુરુજી માટે હું થોડી શાકભાજી લઈજાઉં એ ઈરાદાથી હું વાડીયે ગયો .જોયું તો ઝાડ નીચે ખાટલા ઉપર એક બાર તેર વરસનો છોકરો બેઠો હતો .આ વાડી બલોચ જાતિના મુસલમાનની હતી .હું છોકરા પાસે ગયો .અને તેને પૂછ્યું અહી તારી મા કે બાપ છે?છોકરો પોતાની ભાંગી ગએલી ઉર્દુ ભાષામાં બોલ્યો .મેરે માબાપ હાજર નહિ હે તુમારે ક્યા કામ થા ?મેં કીધું મારે શેર બશેર જેટલી શાકભાજી જોઈએ છીએ .છોકરે વાડીમાં નિંદામણ કરતી, એની આઠેક વરસની બેનને બૂમ પાડી ,”એ …..બૂ મહારાજ્કું થોડા બકાલા લાદે “છોકરી થોડી વારમાં રીંગ ણાં મરચાં અને ટમેટાની ટોપલી ભરી લાવી .મેં કીધું મારે એટલા બધા નથી જોતા ફક્ત બશેર જેટલાં જોઈએ છીએ મારે આટલું બધુંલઇ જવાની સગવડ પણ નથી .સંભાળીને ઉદાર માબાપની સંસ્કારી છોકરીએ એના ભાઈને પૂછ્યું ,મેરી ઓઢણીમેં બાંધ દઉં ?છોકરીને એ વિચાર નો આવ્યો કે હું ઉઘાડે માથે ઘરે જઈશ તો મારાં માબાપને જવાબ જવાબ શું આપીશ .પછીમેંજ મારું પંચિયું થેલીમાંથી કાઢી અને એમાં નાખવા કીધું .અને મારા ખિસ્સામાંથી બે આના કાઢીને છોકરાને આપવા ગયો. છોકરો રુવાબથી બોલ્યો મેં વાડીકા માલિક હું બકાલી નહિ હું તુમારે પૈસે દેને હો તો બકાલીકે પાસ જાઓ ઓર મેરા બકાલા વાપસ લોટાદો . હું તો બેન ભાઈની ઉદારતા ઉપર વારિ ગયો .દીઆથમે ગુરુજીને ઘરે પહોંચ્યો .ગુરુજીને હું પગે લાગ્યો . ગુરુજીએ મારી પીઠ ઉંપર હાથ મુક્યા .અને બોલ્યા તેતો મને બહુ રાજી કરી દીધો . ગુરુજીની થોડીક રમુજી વાતુ કહેવી પડશે .ભલે મને હું સ્વર્ગમાં જાઉં ત્યારે મારા ઉપર ખિજાય ,ગુરુજીને પોતે બીજાના કરતાં કૈક વિશેષ છે .એવું બતાવવાનો ઘણો શોખ હતો અમે ભણતા ત્યારે એકપ્રાયમાસનો જાદુ કરતા લોકોનું મુહુર્ત જોવાનું પણ કામ કરતા એક વખત એક કહેવાતી હલકી જાતનો માણસ મુહુર્ત જોવડાવવા ગુરુજી પાસે આવ્યો ગુરુજીએ મુહુર્ત જોયું ગુરુજીએ તેને પૂછ્યું શું ધંધો કરે છે એટલે તે ભાઈ બોલ્યો હું દવા તરીએકે વપરાય એવા તેલ બનવું છું .ક્યાં પદાર્થમાંથી તેલ બનાવે તે બોલ્યો ગરુજી તમે ભર્માના પુતાર્તામને કહેવું મને યોગ્ય નથી લાગતું અમે કાટીયું વરણ તમને કહેવાનુકે દેખાડવાનું મન નથી થતું ગુરુજીએ કીધું દેખાડ દેખાડ હું પણ ઘણી જાતના તેલ બનાવું કાટી યા વરને સાંધો સાઢો દેખાડ્યો અને ગુરુજી પોતિયું ફગ ફગાવતા ભાગ્ય।