Daily Archives: સપ્ટેમ્બર 22, 2012

शायर नियाजकी सूफी गज़ल

यारको हमने जा  ब  जा  देखा

कहीं ज़ाहिर  कहीं छुपा  देखा

यारको हमने जा ब  जा  देखा ….1

कहीं मुमकिन हुवा कहीं  वाजिब

कहीं फानी  कहीं बका  देखा …..यारको 2

कहीं वो बादशाहे तख़्त नशीं

कहीं कासा  लिए  गदा  देखा …..यारको 3

कहीं वो दरलिबासे  माशुकन

बरसरे नाज़ और  अदा देखा ….यारको 4

कहीं आशिक “नियाज़ “कि सूरत

सीना बरिया और  दिलजला देखा ….यारको 5

દેશીંગાનો ઈતિહાસ- ૭ ; નવરંગખાં બાપુ

નવરંગખાં બાપુ બહુ સારા સ્વભાવના કહી  શકાય ,તેઓ ભાગ્યેજ  શિકાર કરવા જતા .એક વખત બુરીગામ થી કારમાં આવતા હતા ,કારમાં બીજા કેટલાક માણસો પણ હતા  સાથે હું અને મારા બાપા પણ હતા ,બાપુ પાસે ત્રીસ ત્રીસ નામે ઓળખાતી બંદુક હતી .જયારે  અમો પાજોદ ગામની સીમમાંથી પસાર થતા હતા ત્યારે એક હરણનું ટોળું જોવા મળ્યું . 17 હરણાં હતાં .બાપુ બોલ્યા ,” એ પોલીસપટેલ (મારા બાપા )બ્રાહમણ સાથમે  હૈ વર્ના એક કો પાડ દેતા  “ભજન  મંડળી આવે એને પોતાના આંગણામાં બોલાવે અને ભજન ગવડાવે .દાન કરવામાં પણ ઉદાર એક વખત મેં  નજરે જોયું .એક વખત  સાતમ આઠમના  તહેવારોમાં સૌ સાથે જુગાર રમતા હતા .ત્યારે એક વાદી અજગર લઈને આવ્યો .બાપુને દેખાડ્યો ,બાપુએ એને ચાર કે આઠ આના આપ્યા .બળેવના  દિવસે  બ્રાહ્મણના  છોકરા રાખડી બાંધવા જાય ,બાપુ કહે  જાવ હથીયારકો  બાંધકે આવ એમ બોલી બંદુકો ,તલવારો જ્યાં હોય એ રુમ દેખાડે ,રાખડી બાંધીને આવે એટલે થોડા પૈસા આપે .જાવ સાતમકે  દિન જુગાર ખેલના .એવું બોલે પછી ભારત સ્વતંત્ર  થયો .બાપુઓ કફોડી સ્થિતિમાં મુકાણા   બાપુની પ્રથમની પત્ની પ્રતાપબાનું મૃત્યુ થયા પછી બાપુએ રૂપાળીબા સાથે લગ્ન કર્યાં એને  ઘણાં બાળકો થયેલાં .સાલિયાણાં   બંધ થયાં  બાપુ મુશ્કેલીમાં મુકાણા  .આઝાદી આવ્યા પછી બાપુએ દેશીંગાનું  પોતાનું  ઘર વેચી નાખ્યું .અને બાપુ બિજે ગામ રહેવા જતા રહેલા .પૈસાની જરૂર પડી ,બાપુ જે ગામ  દેશીંગાના  રાજા હતા .એ ગામમાં  ભિખારી થઈને આવ્યા .લોકો આગળ ઝોળી ધરી .મેં એક  સમય ઉપર  લાંબુ ભજન બનાવ્યું છે .તેમાં એક કડી નવરંગખાં બાપુ ઉપર છે .ભજન “સુરદાસના ભજન નાથ કૈસે ગજકો બંધ છુડાયો ” એ રાગથી ગાઈ શકાય છે .દેશીંગા દરબાર  નવરંગ સે ગદા (ભિખારી ) નિરાશ   ન  જાઈ, સમા (સમય )   પલટા જબ ઉસ નવરંગકા  બસ્તીસે  ભિક મંગાઈ ……સંતો ભાઈ સમય બડા હરજાઈ (વિશ્વાસ પાત્ર નહીં )દેશીંગા માં કોઠો જેનો  ઉપરનો ભાગ પાડી નાખ્યો છે.અને હવે તે રહેણાક મકાનનો એક ભાગ બની ગયો છે,તે અને દરવાજો એને પ્રાચીન ઈમારતો કહી શકાય ,રામમંદિર અને શિવમંદિરને  પણ પ્રાચીન ઈમારતો કહી શકાય ,રામમંદિરનો પુજારી ગ્રાહસથી રામાનંદી સાધુ હોય છે .શિવમંદિરનો  પુજારી નાગોબાવો  ભારથી હતો .પણ સમય જતાં એના ચેલાએ લગ્ન કરી ગ્રહસ્થી   થઇ ગએલો ,જેનો પરિવાર હાલ દેશીંગામાં  વસે છે .દંતકથા એવી છેકે  પ્રથમનો નાગો બાવો હતો એ બહુ ચમત્કારી પુરુષ મનાતો  તે સમયના બાબી દરબારે પોતાની સભામાં નાગા બાવાને   બોલાવવા   માણસ મોકલ્યો .બાવાએ માણસને જવાબ આપ્યો જાવ તુમારા દરબારકો બોલો દરબાર ખુદ બુલાને આએગા તો મેં આવું ગા.તેરા દરબાર એક  ગામડીકા  માલિક હૈ મૈ આખી દુનીયાકા  માલિક હું .પછી દરબાર પોતે બાવાને બોલાવવા ગયા.એટલે બાવો સભામાં આવ્યો .પછી બાપુ બોલ્યા બાપુ કુછ ચમત્કાર  દિખાવ યે સભા આપકા ચમત્કાર દેખના ચાહતી હૈ .બાવો કહે અચ્છા ?મૈ અભી આતાહું એમ બોલી અને સભાથી બહાર નીકળી ગયો .થોડી વારે સાવઝનું રૂપ લઇ સભામાં આવ્યો .