Daily Archives: સપ્ટેમ્બર 20, 2012

દેશીંગાનો ઈતિહાસ – ૬ ; હુસેન મામદખાં

મોટા બાપુનો પહેલો દીકરો હતો તેની એક ફકીરાણી  રખાતથી  થયેલો દીકરો હતો .તેના વિષે હું આગળ વાત કરું છું .તેનોબાપ  મરી ગએલો  પછી આ છોકરો  જેમ તેમ  ઉછરીને મોટો થયો .કોઈ વખત એને મોટા બાપુ  મદદકરતા  આખર એ એના દીકરાનો દીકરો હતો . એમને એક રાજકોટનો જેતનષા  વકીલ મળ્યો . તેણે  આ હુસેન્મહ્મદ ખાં નો કેસ હાથમાં  લીધો .અને  કેસ જીત્યો .અને દેશીંગામાં  અર્ધા ગામનો દરબાર બન્યો .ગામના દરવાજામાં  અંદર પ્રવેશ કરો ત્યારે જેડાબો  વિભાગ હતો જે ઉગમણી દિશામાં હતો .તે વિભાગ  હુસેન્માહામદ ખાં ને મળ્યો .જે  ઉગમણી પાટી ના નામે  ઓળખાણો .ફકીર ભિખારી નો ભાણેજ રખડીને  ઉછરેલો  દરબાર બન્યો .બાબીની  ખાનદાનીનો એમાં અંશ  નોતો .તે દારૂડિયો  બની ગએલો તે એક અમદાવાદના  સૈયદની  દિકરીને પરણ્યો પણ છોકરીને  આવા  અસંસ્કારી  સાથે ફાવ્યું  નહિ એટલે  તે તેના માબાપના  ઘરે અમદાવાદજ  રહેતી . હુસેન મહમદ ખાં નાં  બીજાં લગ્ન દસાડાના  જત દરબાર વાલા બાપુની  દીકરી સાથે થયા  આ  બાઈ નો  કાકો   દેશીંગા માંજ એની ભત્રીજી દરબારની બીબી સાથે રહેતો .તેને બાયડી હતી નહિ .ગામલોકો એને  ચિચા બાપુ  તરીકે ઓળખાતા  બાપુનો ફકીર મામો કાલુશા પણ બાપુના ભેગોજ રહેતો. દેશીંગા ગામમાં બાબી દરબારો હતા .તેઓ  દરેક ધર્મની આમન્યા રાખતા .આ  ફકીરની દીકરીથી પૈદા થએલ બાબી દરબારે બકરી ઇદના દિવસે ગૌ વધ  કરેલો .એનો હવાલદાર તરીકે નોકરી કરતો તેનું નામ  ચનો  હતું .તેની જાણવા જેવી વાત આપને કહું છું .ચનો  ઠોયાના ગામના મેરનો દીકરો હતો .ચનાની  માં ચનો દોઢેક વરસનો હતો ત્યારે ચનાને લઈને  ખોખર જાતના મુસલમાનના   ઘરમાં  બેસી ગઈ અને મુસલમાન બની ગઈ .સમય પાક્યે ચનાની સુન્નત થઇ ગઈ  અને ચનો મુસલમાન બની ગયો. નામતો  ચનાનું   એજ  રહ્યું . ચાનો ભલે  મુસલમાન હોય પણ ખોખર માટે એ હલકી જાતનો છે .એટલે એને કોઈ ખોખરે દીકરી આપી નહીં .પછી  એના લગ્ન મરમઠ ગામમાં રહેતી રેમાંબુ  સીદાણ (નિગ્રો )ની દિકરી સાથે થયાં .ચનાથી  એને બાળકો થયાં  એ બધાં એની માં ઉપર ગએલા  એટલે જાડા હોઠ ચીબાં નાક અને કાળા ભમર ચામડીના રંગવાળા અને ગુચલાં  વાળ વાલા થયાં .ચનાની માને ઘરમાં બેસાડ્યા પછી  મેર્ લોકોના ભયથી  ખોખર કુતિયાણા  રહેવા જતો રહેલો .રેમાબુ સાડી પોલકું પહેરતી અને તેના ધણી મરી  ગયા પછી   મરમઠ માં મજુરી કરતી .પછી એ દેશીંગા રહેવા આવી .અને દરબારને ત્યાં રસોઈ વગેરેનું  કામ કરતી .પછીતો એ ચીચાબાપુની રખાત બનીગઈ અને નામ પણ રેમાબુને બદલે સલમાબુ  થઇ ગયું .ભાગલા પડ્યા પછી ચાનો તેના કુટુંબ સાથે પાકિસ્તાન જતો રહેલો.હુસેન મહમદ ખાં પણ દેશીંગા છોડી પાકિસ્તાન માણાવદર દરબાર સાથે  જવા વિચારેલું .અને પોતાની ભેંસો વગેરે પોતાના મિત્ર છત્રાવાના  હાજા મેરને આપી દીધેલી .અને પછી મન ફર્યું .અને પાકિસ્તાન જવાનું માંડી વાળ્યું .હાજાએ દરબારને  ભેંસો વગેરે પાછી આપી દીધી. અને દરબાર રાણાવાવ રહેવા જતા રહ્યા .દરબાર નવરંગ ખાન ની બીજી પત્ની રુપાળી બા થી થએલ દીકરીયો પૈકી એક દીકરી હુસેન મામદ ખાં ને  આપેલી આ પછી થોડા વખતમાં હુસેન મામદ ખાં પોતાની બે બાયડીઓ અને બાળકો મુકીને ઉક્બા એટલે પરલોક ગયા . બીજી બાજુ  નવરંગ ખાં પણ બહુ કફોડી સ્થિતિમાં મુકાય ગયા સાલીયાણા બંધ થયાં .એને ફાળો ઉઘરાવવાના દિવસો આવ્યા .નવરંગ ખાં બહુ સારા સ્વભાવનો સ્વભાવનો સ્વભાવનો

મનમોજી કાનો વનરાતે વનમાં

મનમોજી કાનો વનરાતે  વનમાં એકલો ફરે એકલો ફરેને ગાયુ રેઢીયું  ચરે …….મનમોજી  1

નંદ જસોદાને  માખણ ઘણેરા હેજી તોએ  માખણ ખાવાને ચોરીયુ કરે …………મનમોજી  2

પાણી ભરવાને કાજે જાય ગોપી જમના હેજી એની મટકી ફોડવાના ધંધા કરે ..મનમોજી 3

મય વેચવાને જાય  ગોપી મથુરા હેજી એનું દાણ ઉઘરાવવાને  આડો ફરે ..મનમોજી …4

નાગી પુગી ગોપી નાવા પડે ત્યારે વસતર ઉપાડીને ઝાડવે ચડે ………….મનમોજી ..5

“‘આતા “અતાઈને  ધૂન આવે ત્યારે હેજી ઈતો ગીત બનાવીને ગાતા ફરે …મનમોજી ..6