દેશીંગાનો ઈતિહાસ- ૯ ; શુરવીરોના સ્મારક પાવરીયા

દેશીંગામાં કંડોરીયા આહેરોના વસવાટ પછી ધીમે ધીમે બારીયા ,નંદાણીયા ,ભેડા ,રાવલીયા .ભાટુ .વગેરે શાખાના આહેરો પણ દેશીંગા વસવા આવ્યા .એક સમયે ભેડાઓનું ગામમાં પરિબળ હતું .પણ એનો  છેલ્લો પુરુષ મારા નારણકાકા હતા એ પછી ભેડા દેશીંગામાંથી  અદૃશ્ય થયા .એવી રીતે રાવલીયાનો  છેલ્લો માણસ દુદા ભાઈ  હતા દુદાભાઈની  જમીન દરબારે લઈ લીધા પછી તેઓ બીજે ગામ રહેવા જતા રહેલા .એનાથી પહેલાં એક રાવલીઓ  નિરવંશ જવાથી એની જમીન અને રહેવાનું મકાન દરબારે ખાલસા કરેલું .મારા બાપા પોલીસ પટેલ હતા. ત્યારે   મારી માના વટની ખાતર કુટુંબનો તમામ હિસ્સો છોડી દઈને જુદા થઈ ગએલા ,ત્યારે દરબારે રહેવા માટે જે ઘર આપેલું . એ   રાવલીયાનું   ઘર હતું .હાલ એ ઘરમાં અંબાવીભાઈનો પરિવાર વસે છે .ગામના દરવાજો (ઝાંપો )અને કોઠો  જેમ પ્રાચીન છે ,એવી રીતે શિવ મંદિર અને રામ મંદિર પણ પ્રાચીન ગણાય અને ગામના શુરવીરોના સ્મારક  પાવરીયા પણ રહ્યા  સહ્યા બચ્યા છે ,એકાદ બે મેઘવાળ શુરવીરોના  પાવરીયા પણ ગામની આથમણી બાજુ  નદી કાંઠે છે.આવા પ્રાચીન સ્મારકોનું  સારી રીતે જાળવણી રાખવા દેશીંગામાં  જન્મેલા નવ જુવાનોને હું વિનતી કરું છું કેમકે એ આપણા પૂર્વજોનું ગોરવ છે .બીજી દેશીંગાની નવાઈ લાગે એવી વાત એ  છે કે દેશીંગામાં  બાબી મુસલમાન દરબાર હોવા છતાં પીરની દરગાહ કે મસીદ નથી . છેલ્લે  છેલ્લે દોસ્ત મહમદ મકરાણીના  ફકીર સસરાએ  પીરની દરગાહ બનાવવા પ્રયત્ન કરેલો .પણ દરબારે એ પ્રયત્ન સફળ થવા ન દીધો .સૌરાષ્ટ્રનું   ભાગ્યેજ કોઈ ગામ પીરની દરગાહ વગર ખાલી હશે .નજીકના સમેગા ગામમાં  બેત્રણ મેમણ વેપારીઓએ મસીદ બનાવી .મસીદ બનાવવામાં  ગામના ખેડૂતોએ પથરા લાવવા અને બીજી મદદ કરેલી ઓછી મજુરીથી અને કોઈ વખત મફત પણ .મસીદ પણ ભગવાનનું  ઘર કહેવાય એવા શુભ આશયથી  “બનવાવ શિવાલા (શિવાલય )યા મસ્જિદ. હૈ ઈંટ વોહી ચૂના હૈ વોહી મેમોર (કડિયા)વોહી  મઝદૂર વોહી )   દેશીંગામાં  દરબારના કોઠારી તરીકે કામ કરતા હઠીસિંગ એ ની:સંતાન હતા .એ મૂળ ક્યાં ગામના હતા એની કોઈને ખબર નોતી ,મેઘવાળ લોકોનો હજામ (વાણંદ )રૂડો અને  એની પત્ની જીવી  નિ :સંતાન હતા અને એ મૂળ ક્યા ગામના હતા એની કોઈને ખબર નથી .દેશીંગામાં જે થાપલા દરબારનો જે ભાગ હતો કેજે  થાપલા પાટી અથવા એકલી પાટી તરીકે ઓળખાતો ત્યાનો પોલીસ પટેલ ગણો,કે હવાલદાર  ગણો કે  એ જે હતા એ દેવરામ વાઘજી અને એની પત્ની માંન્ કુંવર માન કુંવર નજીકના ગામ ચીખલોદરાનાં હતાં પણ દેવરામ ક્યાંના હતા એની કોઈને ખબર નોતી તેઓ પણ ની:સંતાન  હતા.  દેવ રામના  તમામ વાળ સફેદ થઇ ગએલા જોકે એમની મોટી મૂછોને કાળો રંગ કરતા ખરા એને કોઈ બાપાનું સંબોધન ન કરી શકે ,જો કોઈ પાંચ વરસનું બાળક પણ બાપા કહે તો લાકડી લઈને મારવા દોડે છેલ્લે  એમની નોકરી છૂટી ગઈ પત્ની માન કુંવર પણ પરલોક ગયા .ઘરમાં એકલા રહેતા હતા .ગામલોકો કાળજી લેતા ખરા ,

“જેને ક્યે છે .નિખાલસતા જેને ક્યે છે પ્રેમભાવ  કુબોમાં હશે ,પણ પાકાં મકાનોમાં  નથી ”

એક દિવસ દેવરામભાઈ (બાપા કહીશ તો તેઓ પરલોક થી  મૃત્યુ લોકમાં આવી મને લાકડી લઈને મારવા દોડશે.)ઘામાં એકલા  મરી  ગયા  .ઘરમાં ટૂંટિયું વાળીને પડ્યા હતા ઉંદરોએ  કપાળની ચામડી કોતરી ખાધેલી .ગામ લોકો  સૌ ભેગા મળી અગ્નિ સંસ્કાર કર્યો।.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: