Daily Archives: સપ્ટેમ્બર 28, 2012

દેશીંગાનો ઈતિહાસ #13

પણ બાપુએ કાનજી બાપાને કીધું કે આ ચોર નવાબની હદનો છે .એટલે અમારે અને નવાબ વચ્ચે જીભા જોડી થાય વખતે વેર બંધાય ,માટે આ ચોરની લાશને ક્યાંક નાખી આવો .”ન રહે બાંસ ન બજે બાંસરી “હું હથિયાર સાથે થોડા જુવાનીયા મોકલું  છું એટલે લાશને ઝોળી માં  નાખી દુર ફેંકી આવો .અને કાનજી બાપાને કીધુંકે  તું આ લોહી ભરેલી તલવાર સાથે તારી મુછોના આંકડા બરાબર ચડાવીને લાશ વાળી ટોળીની આગળ ચાલજે.બસ પછી ગામના મેઘવાળ સહિતના તમામ હથિયાર બંધ જુવાનો લાશને ઝોળીમાં નાખી ચાલતા થયા .ટોળીની  આગળ લોહી ભરેલી ખુલ્લી તલવાર સાથે મુછોને તાવ દેતા કાનજી બાપા ચાલી  રહ્યા .અને ઠેઠ  સરાડીયાના ભાટના શેરડીના વાડમાં નાખી આવ્યા .દરબાર પણ સૌ ની ક્ષેમ કુશળ સાથે આવવાની રાહ જોતા ઉભા હતા .કાનજી બાપા સીધા નદીએ ગયા .નદીમાં લોહી વાળી તલવાર ધોઈ નદીમાં સ્નાન   કરી ઘરે ગયા .પછી ગામ લોકોએ  એવું નક્કી કર્યું કે હવે આપણે કાનજી બાપાને રક્ષણ આપવું જોઈએ એવું વિચારી  કાનજી બાપાને રાતના સુવા માટે હાલ જ્યાં જીણાભાઈ વેલજીભાઈનું ઘર છે ત્યાં મેદાન હતું અહી વ્યવસ્થા કરી વચ્ચે  કાનજી બાપાનો ખાટલો અને ફરતા કન્ડોરિયા આહેરોના ખાટલા ઢળાતા . કં ડોરીયા આહેરોની લાગણી કાનજી બાપા ઉપર વધારે એટલા માટે રહેતી કે કાનજીબાપા નાં પત્ની  સુંદરમા કંડોરિયાના ગોરની દિકરી હતાં .થોડા દિવસ કાનજી બાપા સૌ ના રક્ષણ હેઠળ સુતા પછી એક દિવસ કાનજીબાપાએ સૌ ને કીધું કે તમોએ મને જે રક્ષણ આપ્યું એ બદલ હું તમારો આભારી છું .પણ હવે હું મારે ઘરે સુતો જઈશ .જે લોકો પોતાના સાથી મિત્ર ની લાશ પડતી મુકીને ભાગી ગયા .એવા  ભિરુઓ મને શું મારવા આવવાના હતા .અને કદાચ મને મારવા માટે પાંચ સાત જણા આવશે તો એમાંના બે ચારને માર્યા પછીજ હું મરીશ અને બીજું મારા મૃત્યુ માટેનો જે દિવસ નક્કી થયો હશે એજ દિવસે હું મરીશ મારી પાંચમ માંડી હશે તો છઠ નહી .          “તુલસી ભરોસે રામકે નિર્ભય હોઈકે સોય હોની અન હોની નહિ હોની હોય સો હોય .પછી તો આવાતને વર્ષો વિત્યાં કાનજીબાપા  હવે બાળ બચરવાળ થાવા માંડ્યા .એક દિવસ ગામ લોકોએ કાનજી બાપાને કહ્યું કે તમે હવેથી યજમાન વૃતિ નહિ કરું એવી પ્રતિજ્ઞા લઈને આવ્યા છો .એ પ્રતિજ્ઞા હવે અમારા મનની ખાતર તોડો .કાનજીબાપા કહે મેં કોઈ પ્રતિજ્ઞા લીધી નથી .ખાલી મનથીજ નક્કી કરેલું કે હવે મારે યજમાન વૃત્તિ  નથી કરવી ,પછી ગામલોકો બોલ્યા કે આપણા ગામમાં બ્રાહ્મણ નું કામ કરવા માટે બહારથી બ્રાહ્મણ બોલાવવો પડે છે તો તમે ચાલુ કરીદ્યો અને પછી કાનજીબાપા  “અત્રાદ્ય  માસોત્તમ માસે ભાદ્ર પદ માસે “કરવા મંડી ગયા ,અને પછીતો  કાનજી બાપાની પાંચેય આંગળી ઓ ઘીમાં થઇ ગઈ કાનજીબાપાને ઘી કેળાં થઈ ગયાં .વખત જતાં કાનજીબાપા પાંચ દિકરા અને એક દિકરીના પિતા બન્યા .દિકરાઓ અનુક્રમે દયારામ ,પ્રેમજી ,મોરારજી,નંદલાલ ,અને ચીના અને દિકરી મુરી  .દયારામ બાપા યજમાન વૃતિ કરવા મેરની વસ્તીવાળા ગામ તરખાઈ રહેવા ગયા.ત્યાં મેર યજમાનો પિતૃ નિમિત્તે જમીનનું દયારામબાપાને દાન દેવા લાગ્યા લાગ્યા  એટલે દયારામબાપા ખેડૂત +ગોર થઇ ગયા .દયારામબાપા ઝઘડાળુ સ્વભાવના હતા “.અન્ન તેવો ઓડકાર “મેરનું અનાજ ખાઈને મેર જેવા થઇ ગએલા કાનજી બાપાએ આંગણામાં   પીપળાનું ઝાડ વાવ્યું . અને ફરતો ઓટો ચણ્યો અને ઉપર શિવલિંગ પધરાવ્યા .એક શંખ પણ મુક્યો મુક્યો

અમેરિકાની થોડીક વાતુ

એક આપની આગળ મારી નબળાઈ ન છૂટકે  જાહેર કરું  છું.કે   વર્ડ પ્રેસ્સ વાળો ક્યે  છે કે તમારી કોમેન્ટ  કોક કોક પહોંચે છે .એણે કીધું તમે ખોટે રસ્તે ચડી જાવ છો .પણ એણે મને સાચો રસ્તો બતાવ્યો નહિ .તો આપને કોમેન્ટ ન પહોંચે તો ખીજાઈ નો જાતા હવે હું એક ગીત રજુ કરું છું  આપના મગજનો થાક ઉતારવા (હું  ખોટું બોલ્યો એવું લાગેતો સુ રેશને પૂછો

યુ।એસની થોડીક વાતુ કઈ  જાજેરી બાકી રાખી ભઈ (ઇતાં બાપુ કેવા જેવીયુ  નઈ )

છોકરા ભેગીયુ ફરે છોકરીયું  ઈમાં વાંધો માબાપ લ્યે  નઈ મનમાં આવેતો બચી ભરી લ્યે ઉભી બજારે ભઈ …..યુ।એસની

લઘર વઘર લૂગડાં પેરે ,ઉંધી ટોપીયું  ભઈ ડુંટી વીંધાવીને  વાળિયું પેરે કયા માં કોઈના નઈ …….યુ એસની

ગાજર સફરજન એકજ ભાવે ઓલી ડુંગળી મોંઘી થઇ ,કાજુ બદામું માંડવી (મગફળી )મેથી એકજ ભાવે વેંચાઈ …યુ .એસ ની

બોળાં પાણી તોય પાણી નો લ્યે લુઈ નાખે કાગળીયો લઈ કાગળની થાળીયું કાગળના વાટકા કાગળના રૂમાલીયા  સઈ ….યુ .એસની ”

આતા “બગીચામાં ફરતોતો ઈને છોકરી ભટકાઈ ગઈ બાણું વરહની ઉમર ઈની નજરે ચડી નઈ …….યુ .એસની