Daily Archives: સપ્ટેમ્બર 15, 2012

દેશીંગાનો ઈતિહાસ- ૩; વાણિયા ભાભા

દેશીંગા ના ટીંબા ઉપર ચારણો વસ્યા પછી થોડા વખતમાં  પોતાનાં બકરાં લઇ સોરઠીયા રબારી વસવા આવ્યા.રબારીઓ એ  ગામની પૂર્વ દિશાએ  વિશાળ જગ્યા ઉપર  કબજો કરી અને ત્યાં વસ્યા .એક વખત રબારીઓ અને કોઈ વચ્ચે ધિંગા ણું  થયું ,એમાં ત્રણ રબારીઓ મરાણા .એ શુરવીરોના ઓટા ઉપર પાવરીયા  મુક્યા .દરબારો (બાબી )આવ્યા પછી રબારીઓની  વિશાળ જગ્યામાં સુતાર ,કુંભાર ,અને લુહારને વસાવ્યા .વખત જતાં રબારીઓ  દેશીંગા ગામ છોડીને બીજે બીજે રહેવા જતા રહેલા .પણ પ્રસંગો પાત પાવરીયાના  નૈવેદ્ય કરવા આવતા .એ મેં પણ જોએલા છે .જયારે રબારીઓ આવે ત્યારે પોતાની સાથે પુષ્કળ ઘી,ગોળ ,ચોખા અને  મગ  લઇ આવે .તેઓ  રબારીને ઘરે ન ઉતરતાં  અમારે ઘરે ઉતરે  મારી મા  રસોઈ બનાવીને જમાડતી આ લોકો આવે ત્યારેનદીએ કાંપ  નાખીને દાટી દીધેલા  પાવરીયા ખોદીને ચોક્ખા કરે અને સિંદુર વગેરે ચોપડે .નૈવેદ્યનું કામ પતી જાય પછી જમીને રાતે  ગામ બહાર દેડક માં સુવા જતા રહે .એક વખત જયારે પાવરીયા  ખુલ્લા કરેલા ત્યારે ગોવાભગતે  મને કહ્યું કે વાંચ જોઈએ પાવરીયા ઉપર શું લખ્યું છે ? મેં કહ્યું ગોવા ભાઈ એ લખાણ જૂની લિપિમાં  હોય છે .એટલે આપણાથી ઉકલી નો શકે .છતાં  હું કોશિશ કરું છું.એમાં સંવત  14સો  ઉપર લખેલી હતી .ગોવા ભગત બોલ્યા  જે દેવ મૂર્તિ કે આવા પાવરીયા પાનસો વરસથી જુના હોય એમાંથી દૈવત જતું રહ્યું  હોય છે . માટે એની ફરીથી પ્રાણ પ્રતિષ્ઠા કરાવી પડે . પછી  આશરે સાઠેક વરસ પહેલાં જે રબારીઓ  પાવરીયા પૂજવા આવતા તે લોકો પાવરીયા ખોદીને પોતાને ગામ લઇ ગયા છે.મારી એવી ઈચ્છા  છેકે  દેશીંગા ના  ભણેલા યુવાનોએ  પવારીયા હાલ ક્યા છે  એની તપાસ કરવી જોઈએ .અને એના ફોટા  બ્લોગ માં  મુકવા જોઈએ .મારા બાપાને ઘર બાંધવા જગ્યાદરબારે  આપેલી ત્યારે એક ખંઢેર  ત્યાં હતું .આ ખંઢેર એ એક રબારી ડોશીમાનું હતું .જે ડોશીમાં મૃત્યુ પામ્યા પછી દરબારે ખાલસા કરેલું .પાવરીયા ની વાત નીકળી  છે . તો ભેગા ભેગી  વાણીયા ના ભાભા  તરીકે ઓળખાતા   પાવરીયા ની  વાત કરી દઉં    ન ય ડ માં કોકના  ખેતરમાં  આ  પાવ રિયો  હતો . વાણિયા ની જાને  ખેતરમાં રાતવાસો  રહેવાનું નક્કી કરેલું  કોઈ ડાકુને ખબર ન પડે .એ માટે આમ કરેલું પણ ડાકુ લોકોને ખબર પડી ગઈ ,એ જાન લુંટવા આવ્યા .એક  વાણિયા ભાભા ને  શુર ચડ્યું .એણે વરરાજાની  તલવાર લઇ ડાકુઓ  સામે  ધિંગા ણું  આદર્યું .અને મરાણો .આ  પાવરીયા ને પૂજવા માંગરોળ બાજુથી  વાણીયા  આવતા .આ પાવરીયો પણ વાણીયા પોતાને ગામ લઈગયા છે .પાવરિયો   દરબાર મુજફ્ફરખાન  લઇ જવા નોતા  દેતા પણ હરીશ કર  ભાઈ વહીવટ દાર અને મારા બાપા કે જેઓ પોલીસ પટેલ હતા તેઓની સમજાવત થી બાપુ માની ગયા .અને પાવરિયો  વાણીયા લઇ ગયા  બાબી દરબારોના કેટલાક  રિવાજ  રાજ્પૂતો  જેવા હતા વિધવા વિવાહ ન કરવો , બ્રાહ્મણો નું સન્માન કરવું વગેરે  હવે વધુ  દેશીગાનો  ઈતિહાસ #4 ઉપર વાંચવા  કૃપા  કરશો

नया ब्लोग्मे नई तहरीर

हसीन  लड़की जब मिली  खुशनूद  हुवा  मिलनेके बाद

सब लड़कियाँ  छुट  गई  है उनके  मिलजानेके  बाद ….1

एकही  दिल  था  मेरा वो  दिल माशुकने  लेलिया

अब किसीको  न दे सकूँगा उनके ले जानेके  बाद ….2

पीनेकी  आदत थी  मुझको रात दिन पिताही था

छुट  गई ये मेरी आदत उनके समझानेके  बाद ….3

“आता “मायूस होके एक दिन बैठाथा  ज़ेरे  शज़र

चल बसी  मायूसी उनकी महरू चिपट जानेके  बाद …4