Daily Archives: સપ્ટેમ્બર 25, 2012

અનરથનો નહિ પાર જગમાં

એક કવિતા લખવાનો છું,એનો થોડો ભાવાર્થ કહું તો કવિતા સમજવી સહેલી રહે શે . ગેંડો છે તે શાકાહારી પ્રાણી  છે .કેટલાક માણસના મગજમાં એવું ઘુસી ગયું છેકે  ગેંડાના શીંગ ડા નો ભૂકો ખાવાથી કામ વૃતિ  સતેજ બને છે .બીજું એના ચામડાની ઢાલ  બને છે . આ કારણે  ગેંડાનો  શિકાર કરાય છે .બકરીનાં બચ્ચાં કાંટા વાળી  બોરડી  બાવળ જેવી વનસ્પતિ ખાય છે .અને પોતાની માનું  ધાવણ ધાવીને મોટાં  થાય છે .એ  વાછરડાની  માનું દૂધ માણસનાં  બચ્ચાંની જેમ પીતાં  નથી .અને ભવાની મા આવાં બચ્ચાંને ખાવા બાબત માંગણી  નથી કરતા પણ માણસો દેવીના નામે કાપી નાખે  છે . ગાયને ખીલે બાંધ્યા પછી ગાય પાટુ ન મારે એના માટે ગાયના પાછળના પગ બાંધે છે .આ પગ બાંધવા ની ક્રિયાને નોજ્ણું વાળ્યું કહેવાય પછી એનાં બચ્ચાંને ધાવવા છોડે .બચ્ચું ધાવવા માટે આંચળ  મોઢામાં  લ્યે ગાયને  બચ્ચાં ઉપર પ્રેમ વછૂટે અને આંચળ માં દૂધ ભરાય એટલે બચ્ચાંને આંચળ પાસેથી  ખસેડી એની માના  મોઢા પાસે બાંધે .અને ગાયનો માલિક  દૂધ કાઢી લ્યે .આવા  વાછરડાંના  માટેનું દૂધ થી  વાસણ ભરાય જાય એટલે એ દૂધ ભગવાનની મૂર્તિ આગળ મુકે

ભગવાનને પીવા માટે  આવા માણસો  જોઇને મૂર્તિની આંખમાંથી આંસુ વહેતા થાય .આગની વાત આપ સમજી શકશો

અનરથનો નહિ પાર આ જગનો કેમ થાશે ઉદ્ધાર જગમાં વધ્યો પાપાચારજી ગેંડો વનમાં ઘાસ ચરેને  કરે ન માંસાહાર જી શિંગડું ચામડું લેવા માટે એનો થઇ રહ્યો શિકાર ….આ જગમાં વધ્યો પાપાચારજી .1બાકર બચ્ચાં કાંટા કરડેને  માનું દૂધ પિનારજી કાળી માતા એનો ભોગ ન માગે તોય માણસો મારે ધરાર …..આ જગમાં 2 ગાયુને  ખીલે બાંધ્યા પછી એના પગ બાંધે ગોવાળ જી  વાછરુ છોડે ધાવવા કાજે પણ બોઘડે દુધની  ધાર …..આ જગમાં 3   એવા દુધનો પ્રભુને આગળ ભોગ ધરે  નર  નાર જી  કૂડા  માનવીને જોયા પછી રોવા માંડયા  જગદાધાર ….આ જગમાં 4 બે કર  જોડી વંદે “આતા “પ્રભુ રોશોમાં લગાર જી અમે અપરાધી પામર જીવ તમે પાપીના તારણ હાર ….આ જગમાં વધ્યો પાપાચારજી  5

દેશીંગાનો ઈતિહાસ- ૯ ; શુરવીરોના સ્મારક પાવરીયા

દેશીંગામાં કંડોરીયા આહેરોના વસવાટ પછી ધીમે ધીમે બારીયા ,નંદાણીયા ,ભેડા ,રાવલીયા .ભાટુ .વગેરે શાખાના આહેરો પણ દેશીંગા વસવા આવ્યા .એક સમયે ભેડાઓનું ગામમાં પરિબળ હતું .પણ એનો  છેલ્લો પુરુષ મારા નારણકાકા હતા એ પછી ભેડા દેશીંગામાંથી  અદૃશ્ય થયા .એવી રીતે રાવલીયાનો  છેલ્લો માણસ દુદા ભાઈ  હતા દુદાભાઈની  જમીન દરબારે લઈ લીધા પછી તેઓ બીજે ગામ રહેવા જતા રહેલા .એનાથી પહેલાં એક રાવલીઓ  નિરવંશ જવાથી એની જમીન અને રહેવાનું મકાન દરબારે ખાલસા કરેલું .મારા બાપા પોલીસ પટેલ હતા. ત્યારે   મારી માના વટની ખાતર કુટુંબનો તમામ હિસ્સો છોડી દઈને જુદા થઈ ગએલા ,ત્યારે દરબારે રહેવા માટે જે ઘર આપેલું . એ   રાવલીયાનું   ઘર હતું .હાલ એ ઘરમાં અંબાવીભાઈનો પરિવાર વસે છે .ગામના દરવાજો (ઝાંપો )અને કોઠો  જેમ પ્રાચીન છે ,એવી રીતે શિવ મંદિર અને રામ મંદિર પણ પ્રાચીન ગણાય અને ગામના શુરવીરોના સ્મારક  પાવરીયા પણ રહ્યા  સહ્યા બચ્યા છે ,એકાદ બે મેઘવાળ શુરવીરોના  પાવરીયા પણ ગામની આથમણી બાજુ  નદી કાંઠે છે.આવા પ્રાચીન સ્મારકોનું  સારી રીતે જાળવણી રાખવા દેશીંગામાં  જન્મેલા નવ જુવાનોને હું વિનતી કરું છું કેમકે એ આપણા પૂર્વજોનું ગોરવ છે .બીજી દેશીંગાની નવાઈ લાગે એવી વાત એ  છે કે દેશીંગામાં  બાબી મુસલમાન દરબાર હોવા છતાં પીરની દરગાહ કે મસીદ નથી . છેલ્લે  છેલ્લે દોસ્ત મહમદ મકરાણીના  ફકીર સસરાએ  પીરની દરગાહ બનાવવા પ્રયત્ન કરેલો .પણ દરબારે એ પ્રયત્ન સફળ થવા ન દીધો .સૌરાષ્ટ્રનું   ભાગ્યેજ કોઈ ગામ પીરની દરગાહ વગર ખાલી હશે .નજીકના સમેગા ગામમાં  બેત્રણ મેમણ વેપારીઓએ મસીદ બનાવી .મસીદ બનાવવામાં  ગામના ખેડૂતોએ પથરા લાવવા અને બીજી મદદ કરેલી ઓછી મજુરીથી અને કોઈ વખત મફત પણ .મસીદ પણ ભગવાનનું  ઘર કહેવાય એવા શુભ આશયથી  “બનવાવ શિવાલા (શિવાલય )યા મસ્જિદ. હૈ ઈંટ વોહી ચૂના હૈ વોહી મેમોર (કડિયા)વોહી  મઝદૂર વોહી )   દેશીંગામાં  દરબારના કોઠારી તરીકે કામ કરતા હઠીસિંગ એ ની:સંતાન હતા .એ મૂળ ક્યાં ગામના હતા એની કોઈને ખબર નોતી ,મેઘવાળ લોકોનો હજામ (વાણંદ )રૂડો અને  એની પત્ની જીવી  નિ :સંતાન હતા અને એ મૂળ ક્યા ગામના હતા એની કોઈને ખબર નથી .દેશીંગામાં જે થાપલા દરબારનો જે ભાગ હતો કેજે  થાપલા પાટી અથવા એકલી પાટી તરીકે ઓળખાતો ત્યાનો પોલીસ પટેલ ગણો,કે હવાલદાર  ગણો કે  એ જે હતા એ દેવરામ વાઘજી અને એની પત્ની માંન્ કુંવર માન કુંવર નજીકના ગામ ચીખલોદરાનાં હતાં પણ દેવરામ ક્યાંના હતા એની કોઈને ખબર નોતી તેઓ પણ ની:સંતાન  હતા.  દેવ રામના  તમામ વાળ સફેદ થઇ ગએલા જોકે એમની મોટી મૂછોને કાળો રંગ કરતા ખરા એને કોઈ બાપાનું સંબોધન ન કરી શકે ,જો કોઈ પાંચ વરસનું બાળક પણ બાપા કહે તો લાકડી લઈને મારવા દોડે છેલ્લે  એમની નોકરી છૂટી ગઈ પત્ની માન કુંવર પણ પરલોક ગયા .ઘરમાં એકલા રહેતા હતા .ગામલોકો કાળજી લેતા ખરા ,

“જેને ક્યે છે .નિખાલસતા જેને ક્યે છે પ્રેમભાવ  કુબોમાં હશે ,પણ પાકાં મકાનોમાં  નથી ”

એક દિવસ દેવરામભાઈ (બાપા કહીશ તો તેઓ પરલોક થી  મૃત્યુ લોકમાં આવી મને લાકડી લઈને મારવા દોડશે.)ઘામાં એકલા  મરી  ગયા  .ઘરમાં ટૂંટિયું વાળીને પડ્યા હતા ઉંદરોએ  કપાળની ચામડી કોતરી ખાધેલી .ગામ લોકો  સૌ ભેગા મળી અગ્નિ સંસ્કાર કર્યો।.