Daily Archives: સપ્ટેમ્બર 6, 2012

અમૃત ઘાયલની ગઝલ

મિલનસાર દાના જવર્લે  મળે  છે.

મનુષ્યો મઝાનાં જવર્લે મળે છે .

ફફડતા તરાના જવર્લે મળે છે .

પરીંદા પુરાના જવર્લે મળે છે.

નથી નિત્ય ફાંસીએ  જુલ્ફાં ફરકતાં

ફનાના  ફસાના જવર્લે મળે છે .

હમેશાં તો ક્યાંથી મુલાકાત થાએ

નવા નિત બહાનાં જવર્લે મળે છે .

બધા ગાલ મધ્યે નથી પડતાં ખંજન

ખુશીના ખજાના જવર્લે મળે છે .

ગુમાવ્યાની કરવી ઘટેના અપેક્ષા

ગએલા જમાના જવર્લે મળે છે .

નથી એમ મળતા અહીં જીવ” ઘાયલ ”

પરસ્પર દિવાના  જવર્લે મળે છે .