Daily Archives: સપ્ટેમ્બર 12, 2012

દેશીંગાનો ઈતિહાસ – ૨ ; આહિરો અને સિંધીઓ વચ્ચે ધીંગાણું

એ અરસામાં  બાંટવા દરબાર પણ કેટલાક ગામોના ધણી  થઇ ગએલા .એ દરબારે  દેશીંગા નો કબજો લઇ લીધેલો કે પછી જે દેશીંગાનો  રખોલીઓ  બાબી  હતો ,તેણે  દેશીંગાનો કબજો સામે ચાલીને બાંટવા દરબારને  સોંપી દીધો  હોય .જે થયું ,હોયતે પણ પછીથી દેશીંગા બાંટવા દરબારના બાર ગામ માયલું એક ગામ ગણાવા લાગ્યું .વખત જતાં બાંટવાના  ચાર દીકરાઓ વચ્ચે ભાગ પડ્યા ,એમાં એક દીકરાના    ભાગમાં  દેશીંગા ,થાપલા ,અને બુરી .આ ત્રણ ગામ   આવ્યાં.એમાં પણ  વર્ષો વિત્યા પછી  ભાઈઓના ભાગ પડ્યા અને દેશીંગા એક ભાઈના  ભાગમાં આવ્યું .એમાં થાપલા ગામ થોડું નાનું  પડ્યું એટલે  દેશીંગામાંથી  થોડો ભાગ થાપલા વાળાને આપવો પડ્યો .તે દેશીંગા માં  થાપલા પાટી  તરીકે ઓળખાય  છે .અને મારવાડી વાવ કહેવાય  છે. તે બાજુ  ખેતી  માટે જમીન આપી .થાપલા પાટીમાં  મોટે  ભાગે  દેસાઈ  શાખાના પટેલો હતા થોડા એકાદ  ઘર જુલાસણા અને  એકાદ ઘર ઝાટકીયાનું  હતું .પણ આ ખેડૂતોનો  ધણશેર (ગોચર )માં હક્ક નહિ .પણ બાપુની કૃપાથી  આ લોકોનાં ઢોર ચરતાં  ખરાં . મારવાડી વાવ એ જુના વખતમાં વણઝારા લોકોએ બનાવી છે .એક રાત્નાગરની  અંદર પણ વાવ વણઝારા  લોકોએ બાંધેલી  છે .હવે આ વાવ રત્નાગર ખોદીને ઊંડી  કરવાના લીધે વાવનો નાશ થઇ ગયો હોયતો  કંઈ  કહેવાય  નહિ .પોરબંદર    દરિયાય રસ્તે આવતો માલ વણઝારા  પોતાની પોઠો (બળદ )ઉપર લાદીને  ભારતના બીજા  વિસ્તારોમાં લઈ જતા .વણઝારા લોકો રાતવાસો  રહેતા .ત્યારે ગામડાની બેનો દિકરીઓ  રાસડા લેતી વણઝારા  વેપારીયો  હતા .તેઓ ભેટ ,સોગાત આપી બેનોને ખુશ કરતા .કેટલીક યુવતીઓ વણઝારા યુવકના પ્રેમમાં પણ પડી જતી .લોકગીતોમાં  વણઝારાના  ગીતો છે.વખત જતાં બારાડી કે એવા કોઈ વિસ્તારમાંથી  કન્ડોરિયા શાખાના આહેરો પોતાના ઢોર ઢાંખર લઈ  ખેતી કરવાના હેતુથી  દેશીંગા આવવા રવાના થયા .વચ્ચે સિંધીની  વસ્તી વાળા ગામ શોઢાણા   ગામે રાતવાસો  રહ્યા .આ વખતે કેટલાક  સિંધી ઢોરોની  ચોરી કરવાના હેતુથી  આહેરોના પડાવ ઉપર આવ્યા . એટલે  આહેરો અને સિંધીઓ વચ્ચે  ધિંગાણું  થયું .એમાં કેટલાક સિંધી જુવાનો મરાણા અને એક આહેર જુવાન  મરાણો .સિન્ધીઓને  ખાત્રી થઇ ગઈ કે આયરોને  છંછેડવા એ કાળા નાગને છંછેડવા બરાબર છે.પછી આયરો અને સિંધીઓ વચ્ચે કાવા કસુંબા થયા અને સમાધાન થયું .અને સિન્ધીઓએ  પોતાના ગામમાં શુરવીર આહેર જુવાનની ખાંભી બનાવવા દીધી .પણ છેલ્લે  છેલ્લે ખામ્ભીનું માન ન જળવાતું  હોવાથી ખાંભીને દેશીંગા લાવેલા . “રંગ બદલ જાતે હૈ  જજબાત બદલ જાતે હૈ  વક્તપે  ઇન્સાનકે  ખયાલાત બદલ જાતે હૈ .આ પાછળથી દેશીંગામાં  આવેલા કંડોરિયા  માલદે અને મયુરના વડ્વાવો હતા .મારું  સૌ દેશીંગા વાસીઓને  નમ્ર સુચન છે કે હવે  ફરીથી તેની ખાંભી શોઢાણે  એક વિશાળ જગ્યામાં બગીચો બનાવી એમાં બાળકો માટે રમત ગમતનાં મુકી ખાંભીનું સ્થાપન કરવું જોઈએ