Daily Archives: સપ્ટેમ્બર 11, 2012

આદ્ય સ્થાપકો – રત્નો અને દેવશીંગ

હું મારા જન્મ સ્થળના ગામ દેશીંગા વિષે થોડુંક  લખું  છું .આ માટે મારામાં જીજ્ઞાસાવૃત્તિ જન્માવનાર  પરમેશ્વરનો હું આભાર માનું છું.અને જે વડીલો પાસેથી વાતો સાંભળી છે.એવા ગોવાભગત ,કાનાબાપા રબારી ,મારા નરભેરામ બાપા વગેરેનો હું આભાર માનું છુ.અને મને દેશીંગા વિષે લખવાની વિનંતી કરનાર માલદે કન્ડોરીયાનો અને બ્લોગમાં મુકવાની વિનંતી કરનાર સુરેશજાની અને મારો એમને પરિચય કરાવનાર કલાગુરુ રવિશંકર રાવળના સુપુત્ર કનક રાવળ નો અને મને કાળી રાત્રે દોડતો આવીને હર્ષભેર કમ્પ્યુટર માં માર્ગ દર્શન આપનાર અમેરિકન મિત્ર ક્રિશનો  હું ઘણો બધો આભારી છું .

હાલ જ્યાં દેશીંગા ગામ વસેલું છે.વર્ષો પહેલાં એ સ્થળ ઘાટા  બાવળની ઝાડી વચ્ચે ઉજડ  ટીંબો હતું .થોડા વર્ષો પછી ત્યાં  પોતાનાં ઢોર ઢાંખર લઇ એક ચારણ કુટુંબ વસવા આવ્યું .અને એમણે ત્યાં નેસડો નાખ્યો.               ચારણ કુટુંબનો વડો હતો ,તેનું નામ રત્નો હતું .આ વાતને વર્ષો વિત્યા પછી  એક  દેવશીંગ  નામના ભાટ અથવા ગરાસીયાયે  એ વિસ્તાર  ઉપર પોતાનો કબજો જમાવી દિધો .એને અહિ  ખેતી વાડી કરવાનો અને પધ્ધતિ સરનું  ગામ વસાવવાનો વિચાર આવ્યો ,આ માટે એણે પ્રારંભમાં મણવર શાખાના પટેલોને વસાવ્યા .અને પછી સગે  સાગ્વે બીજી શાખાના પટેલો પણ આવી વસ્યા .અને પછીતો ખેતી કરવાના હેતુથી કન્ડોરીયા શાખાના સોરઠીયા આહેરો પણ આવ્યા .હાલ દેશીંગા માં હેઠાણ ફરિયામાં  વસેછે .તેમના વડવાઓ  પછીતો થોડા મેઘવાળ લોકો એક વાલ્મીકિ સમાજનું કુટુંબ, થોડાંક વસવાયાં , આવ્યાં .અને એક ગામ વસી ગયું .અને ગામનું નામ દેવશી ન્ગે  પોતાના નામ ઉપરથી દેવશી ન્ગા  રાખ્યું .જાતે દાડે “વ” અક્ષર નો લોપ થયો ,અને ફક્ત દેશીંગા  નામ રહી ગયું જે અત્યાર સુધી ચાલે છે.જમીનમાં  ખેતી થવાના કારણે  ઢોરને ચરાવવાની  જમીન ઓછી થઇ ગઈ . આકારણે  માલધારી ચારણોને  ખેડૂતો પ્રત્યે જબરજસ્ત ઈર્ષા પેદા થઇ .એટલે ચારણો ખેતરોમાં ભેલાણ કરવા માંડયા .એટલે ખેડૂતોએ એક બાબી જાતના પઠાણ ને  રખેવાળ તરીકે રાખ્યો .જેમ ખેડા જીલ્લામાં પઠાણ રખાઓ રાખતા .હાલ શીખ રખાઓ છે .પાકિસ્તાનનું સર્જન થયા પછી  પઠાણો  જતા રહેલા .ર”માંડલિક નું પતન  થયા પછી બાબી રજવાડાં ઘણાં થયાં .જુનાગઢ ,માણાવદર ,સરદારગઢ  ,બાંટવા . વગેરે જાતે દાડે  રાખોલીયો બાબી પઠાણ દેશીંગાનો ધણી રણી થઇ ગયો .એણે દેવીશિંગ ને ભગાડ્યો ,અને ચારણોને પણ ભગાડી મુક્યા ,જયારે ચારણના   નેસડા હતા ત્યારે ઉપરવાસથી  કરાર તરફથી વરસાદમાં ખુબ પાણી આવતું અને નેસડાઓમાં  ભરાઈ જતું એટલે    એટલે  એના ઉંપાય તારીખે સરોવર ખોદવાનો વિચાર ચારણના  મુખી રત્નાને આવ્યો .અને બધા નેસ્ડાવાસીઓની મદદથી સરોવર ખોદાય ગયું .આજુ બાજુ ગીરના જંગલ જેવી ઝાડી હતી .સરોવરનું નામ ચારણોએ  પોતાના વહાલા મુખી રત્નાનું  નામ જોડ્યું .આજુ બાજુ ગીર જેવી ઝાડી હોવાથી સરોવરનું નામ રત્નાગર   પાડવામાં આવ્યું કાંઠા ઉપર દેવીની સ્થાપના કરી .જે હાલ “ચારણઆઈ  “ના નામે ઓળખાય છે.