દેશીંગાના પાદરના સ્થળો અને વિગત

frog frog2 King Cobra = રાજનાગ = ભારતનો આસામ પ્રદેશ, ફિલિપાઈન્સ, ઈન્ડોનેશિયા સહિત દક્ષિણપૂર્વ એશિયા = ભારે ઝેરી

 દેશીંગાનું  પાદર  ,દેડક  , શણઘો  , ધુધવી નદી  .
દેશીંગાના  દરવાજા બહાર નીકળો એટલે નાનકડું  ગૌચર આવે આ ગૌચર એ ધુધ્વીનો કાંઠો અને  શણઘા  વચ્ચેનો ભાગ છે   .એમાં ઘણાં  વાયાં છે   . વાયાં એટલે નાનકડાં   તળાવ
  આ વાયાં જ્યારે નદીમાં પુર આવે ત્યારે પાણીથી   ભરાઈ જાય  .( પુરને અમારી બાજુ છેલ કહેછે  , ) એટલે  જમીનની અંદર સુષુપ્ત  રહેલાં  મોટાં  દેડકાં બહાર આવે અને એ ખુબ અવાજ કરી  આપણને  ગમે એવું સંગીત રેલાવે  .એટલે આ વિસ્તારને દેડક નામ આપ્યું છે   ,
ધુધવી એ નાનકડી નદી  ઓસમના ડુંગરમાંથી  નીકળીને  અમારા ગામની પાદરની નદી  નાની ભાદરને મળે છે , અમારી ભાદર એ મોટી ભાદરનો ફાન્ટોજ  છે  .
રત્નાગર વિષે મેં અગાઉ લખ્યું છે , જેમ જેમ સમય ગયો  ,એમ રતનાગરનું મહત્વ વધી ગયું  . લોકોને પાણીનો  સંગ્રહ કરવાની જરૂર પડી  . એટલે  ધુધ્વીમાંથી  રત્નાગર  સુધીની  લોકોએ  નહેર બનાવી  આ નહેર શણઘા  નામે ઓળખાણી  આ શણઘો નામ કેમ પડ્યું  .એ  હું જાણતો નથી  . .  આ  શણઘા  ઉપર પુલ(  બ્રીજ ) બાંધેલો છે  . પુલની નીચે દરવાજા છે  .  એને વિશાળ મજબુત   બારણાં છે   , એની ખૂબી એવી એવી કરી છે , કે  જ્યારે  ધુધ્વીમાં જોરદાર પુર આવે ત્યારે  પાણીના ફોર્સથી  બારણાં ઊંચા થઇ જાય.અને ધસ મસ્તું પાણી આવીને રાત્નાગરને  ભરી દ્યે   , જ્યારે પાણી ઓસરવા માંડે  ત્યારે રત્નાગર  માંથી ઓસરતું પાણી બારણાં બંધ કરી દ્યે , એટલે રત્નાગરમાં  ભરેલું પાણી  વહી ન જતાં રોકાય જાય  . એક યુવાન મને કહેતો હતોકે  બાપા આવી રચના  અમારા પહેલાં દુનિયામાં કોઈ ઠેકાણે  જો થઇ હોય તો અમે એને એકલાખ રૂપિયા  ઇનામ આપીશું  . હું  બે વરસ પહેલા દેશીંગા ગએલો  ત્યારે આ વાત થએલી  ,
ડેડકમાં  ઘંટેશ્વર  મહાદેવ  તરીકે એક સ્થળ  ઓળખાય છે  . અહિ  જમીન ઉપર ખુલ્લામાં  શિવ લિંગની  સ્થાપના  મારા ગ્રેટ ગ્રાન્ડ ફાધર  કાનજી બાપાએ કરેલી છે  . એ જ્યારે ગરેજ થી  દેશીંગાના  બાબી દરબારની નોકરી કરવાના હેતુથી આવેલા  . અને દરબારે  તેનો  કરડો ચહેરો  પડછંદ બાંધો  અને એવોજ પહાડી  અવાજ  કે જેના પડકારાથી  લુચ્ચા  ,  લફન્ગાઓ   , ચોર ડાકુઓના  મૂત્ર  વછૂટી જાય   વગેરે જોઇને  દરબારે પોતાના અંગ રક્ષક તરીકે રાખેલા  . બીજા ભાયાત  બાબી દરબારો  દેશીંગાના  દરબારની મશ્કરી  કરતા કે
दुनियामे  पठान सब मर गए है तो    दरबारने  बमन  भाईको अपनी हिफाजत के लिए रखखा दरबार उन सब मज़ाक उड़ने वालो को कहता की  पच्चास  पठानो  बनानेकी जो मिटटी थी उसमे से  एक बमन  कानजी को  खुदाने   बनाया है .  અને કાનજી  બાપાએ    ચોરને  તલવારના એકજ ઝાટકા થી  મારી નાખીને  પોતાની શક્તિનો પરચો  બતાવી દીધેલો   .
કાનજી બાપા નદીએ સ્નાન કરીને આવે ત્યારે  નજીકમાં  શિવ લિંગ હોય તો પૂજા કરવાનું  સરળ  પડે  , એ હેતુથી શિવ લીંગની સ્થાપના કરેલી  ,

7 responses to “દેશીંગાના પાદરના સ્થળો અને વિગત

 1. mayur.kandoria@yahoo.com એપ્રિલ 10, 2015 પર 8:13 પી એમ(pm)

  Dada tamari aavi nani nani yaado amara mate temaj amara vansajo nate khubaj amuly chhe….tamaro khub khub aabhar dada

  Sent from my HTC

 2. સુરેશ એપ્રિલ 11, 2015 પર 7:52 એ એમ (am)

  હમણાં બાળકો માટેના એક અગત્યના કામમાં ગુડાણો છું; એટલે કોઈ બ્લોગ પર વાંચી શકતો નથી. તમે આ બહુ જ સરસ કામ કરો છો; અને આ બધાં લખાણો સાથે છપાનાર ચોપડી બહુ જ સરસ બનશે- એ બાબત કોઈ શંકાને સ્થાન જ નથી.
  આતા…. આપ આગે બઢો , હમ આપકે સાથ હૈં.

  • aataawaani એપ્રિલ 11, 2015 પર 1:04 પી એમ(pm)

   તમારા જેવાનો સાથ અને સહકાર હશે તો મારી યાદ શક્તિ ખીલશે . સુરેશ ભાઈ ઘણું યાદ આવતું જાય છે . રીતેશ પણ તમારા જેવો ઉત્સાહી જુવાન છે . આ દેશીંગા નાં ઈતિહાસ બાબતમાં દિલથી રસ લ્યે છે .. બ્લોગર અશોક વાવડીયાએ કીધું છે કે મને સમય મળશે ત્યારે હું વાંચી જઈશ અને હું અભિપ્રાય લખી આપીશ . પછીતો ઈતિહાસ ચમક્શેજ

 3. Vipul Desai એપ્રિલ 11, 2015 પર 3:57 પી એમ(pm)

  આ ઉંમરે મોટાભાગનાની યાદશક્તિ ખલાસ થઇ જાય ત્યારે તમને સલામ કરાવી પડે. કારણ? તમે કોઈ પીળા લૂગડાં વાળીને વાત કરતા હતા તે ….નાં નાં આતા તમારું દિલ જવાન છે અને તે જ તમારી યાદશક્તિને ધબકાવે છે. બાકી મોટાભાગનાને આ બધું ગમે પણ મનમાં ભાવે ને મુંડી હલાવે જેવું છે.

  • aataawaani એપ્રિલ 11, 2015 પર 8:14 પી એમ(pm)

   પ્રિય વિપુલ ભાઈ
   હું” મનમાં ભાવે ને મુંડ હલાવે ” એવી પ્રકૃતિ મારી નથી क्या कहेंगे लोग ये सबसे बड़ा रोग એમ સમાજનો ભય રાખીને હું ધીમો આત્મ ઘાત કરવા માગતો નથી .મારી મિત્ર પિતરી(ખોટું નામ )મારી ગ્રાન્ડ ડોતરથી પણ નાની ઉમરની છે . મારી સાથે બહુ ટીખળ કરે . આ વાત કદાચ મેં બ્લોગમાં લખી હશે . એક વખત મારી સામે મુંબઈ માં જન્મેલા સુરતી ભાઈ બેઠા હતા . આ વખતે મેં પિતરીને આવતા જોઈ .અને પિતરીએ મને જોયો . મને જોઇને એણે પોતાના પોલ્કાનું એક બટન વધુ ખોલી નાખ્યું .પછી એ મારી પાછળથી પસાર થઇ . અને મને ટાપલી મારી મેં એની સામે જોયું એટલે એણે મારી સામે આંખ મારી ..અને પોતાના કામ ઉપર જતી રહી . આ વખતે શીઘ્ર કવિની જેમ શેર બનાવીને સુરતી ભાઈને સંભળાવ્યો તે 81 વરસની ઉમરના છે .
   खुल्ला सीना दिखायके बद मस्त बनादिया
   पितरीने आँख मारके कत्ल करदिया સુરતી ભાઈ એવું બોલીને હાલતા થયા કે . તમે કતલ કરાવ્યા કરો . હું આ હેન્ડ્યો . એ ભાઈ પણ મારી જેમ વિધુર છે પણ કોઈ દેશી ન જુવે એમ બાયડીઓને બથોડા ભરવા દોડે છે . મને ઉપદેશ આપે કે આ ઉમરે તમને છોકરીયું
   સાથે ધીંગા મસ્તી શોભતી નથી . હું જવાબ આપું કે હું બાથોડા લેવા દોડતો નથી . એ મને વળગે છે . પીળા ટી શર્ટ વાળી કેટલી મારા પડખામાં ઘુસી ગઈ છે અને એનું માથું મારા માથા તરફ નમાવ્યું છે . . બદમસ્ત = કામ વૃત્તિ જગાડનાર

 4. મૌલિક રામી એપ્રિલ 13, 2015 પર 1:10 એ એમ (am)

  your gujarati writing is very nice as always,,but adding hindi in that is also interesting,,,different flavour of writing. thanks for sharing

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: