Daily Archives: એપ્રિલ 12, 2015

ત્રણ દંપતી દેશીંગામાં નવાં વસવા આવેલાં હતાં . તેઓ ક્યાંથી આવેલાં હતાં તે બાબત કોઈને કશી ખબર નોતી .

ત્રણ દંપતી જે  દેશીંગામાં  વસવા આવેલાં તેઓ નિ:સંતાન હતાં  . #1 રૂડા ભાઈ  અને જીવી  પોતે મેઘવાળ  લોકોના  હજામ છે એવી વાત કરેલી  .એ વાત એટલા માટે કરેલી કે  દરબારી કાયદા પ્રમાણે  તેઓને વેઠ કરવામાંથી  મુક્તિ મળે   . વાણંદ  , કુંભાર ,  સુતાર  , વગેરે વસવાયાં ને  દરબાર સિવાય  બીજા કોઈની  વેઠ કરવી નો પડે  . આ રૂડા ભાઈ  મેઘવાળl  લોકોના  હજામ એટલે  એમને  બાપુની  પણ  હજામત  નો કરવી પડે   .એટલે પોતે કશું કામ ન કરે  મેઘવાળ લોકો પોતાની જાતેજ  પોતાની હજામત કરી લ્યે  . જીવી પોતે મજુરી કરે  અને ઘર વહેવાર ચલાવે  .રૂડો ભાઈ  દરરોજ  સ્નાન કરે   નદીએ નાવા  જાય ત્યારે  ઘરેથી  ધોતી  . ખમીસ  . પાઘડી  , અને  નાહતી  વખતે પહેરવાની  પોતડી  સાથે લઇ જાય  . પોતડી  પહેરીને  પોતે પહેરેલાં કપડા  કાઢી નાખીને  તેને ધોઈ નાખે અને  નદી કાંઠે  ઉગેલા ઝાડાં ઝાંખરા ઉપર   સૂકવે  .  અને પછી પોતે નાહવા   માટે  નદીમાં આઘા જાય  અને ડૂબકી લગાવે  તરે અને જલસા કરે  . અને પછી નદીમાંથી બહાર નીકળે  અને ઘરેથી  સ્વચ્છ કપડા લાવ્યા હોય એ પહેરે   , પોતડી નીચોવે   ,સુકાવવા મુક્યાં હોય   એ કપડા લઇ લે અને ઘર ભેગા થાય  અને કપાળમાં  ઉભું લાલ ટીલું કરે  . અને જો જીવી હાજર હોય તો  ગરમા ગરમ રોટલા  શાક  જમવા આપે  ,અને પછી રૂડો ભાઈ આરામ કરે અને  જીવી  કોઈના ખેતરમાં  કંઈ કામ કાજ હોય તો કામે જાય  નહિતર  રૂડા સાથે આરામ કરી  . આરામ કરી લીધા પછી રૂડો ભાઈ  ચા પાણી પીએ  અને ગામમાં  આવે અને શેરીયુંના  નાકા  માં જમીન ઉપર  નીચે ધૂળ માં  બેસે અને  રામાયણ  મહાભારત નાં પ્રસંગોની  વાર્તાઓ માંડે   . કે ભીમ ને ખુબ ખાવા જોઈએ    .  કદી ધરાય નહી  . પણ  સારું હતું કે   એને એવું વરદાન હતું કે  માતા કુંતી એને ફક્ત  એકજ કોળીયો  ખવરાવે તો તુર્ત  ધરી રહે અને તેની અમીનો ઓડકાર આવે  .  પણ એને ઘડી ઘડી જાજરૂ  જવું પડે એ એને ગમતું નોતું  એટલે એણે આમાંથી  મુક્તિ મેળવવા  શંકરનું તપ કર્યું ભોળા શમ્ભુ  પ્રસન્ન થયા  . અને બોલ્યા માગ માગ
ભીમે એવું માગ્યું કે  હું ખાવું અને  દુર્યોધનને  જાજરૂ જવું પડે  . શિવે તથાસ્તુ  કીધું અને પછી અંતર્ધ્યાન  થઇ ગયા  .
જેઠ સુદ અગિયારસ નાં દિવસે ભીમ નદીમાં નાવા પડ્યો  અને નદીના આડે પડખે સુતો અને નદીમાં બંધ બંધાઈ ગયો  .  . અને ઉપરવાસ  દુર્યોધન અને એના ભાઈઓ નાહતા  હતા  એ ડૂબવા માંડ્યા  . પછી  ગુરુ   દ્રોણાચાર્યે  ભીમને  નદીમાંથી  બહાર  કાઢ્યો   . . આવા ગપ્પા  સાંભળવાની બાળકોને બહુ મજા આવતી  .
#2દેવરામ બાપા  અરે ભૂલી ગયો  .એને ભાઈ કહેવા પડશે   , નહિતર એ  સ્વર્ગમાંથી  પત્થર મારે એમ છે   . દેવરામ ભાઈ  દેશીંગા માં  થાપલા પાટી તરીકે ઓળખાતી  શેરીના  પોલીસ પટેલ હતા  . અને હવાલ દાર પણ હતા   .  બે હોદ્દો ભોગવતા  પણ થાપલા  દરબાર એને માસિક  દસ રૂપિયા પગાર આપતા  .  પછી તેઓ કામ ન કરી શકવાના કારણે નોકરી માંથી છુટા  થઇ ગએલા  .  તેઓ હમેંશા  મૂછોને કાળા રંગથી રંગતા  પાંચ વરસનું બાળક પણ જો એમને  બાપા કહે તો  તે લાકડી લઈને મારવા દોડે  . એમનાં પત્નીનું નામ માંનકુવર  હતું   . અમે એને માસી કહેતાં  દેવરામ ભાઈ  તેની વૃધા વસ્થામાં  બહુ અશક્ત થઇ ગયેલા  મોઢામાંથી   લાળો નીકળી જતી  લાકડીને ટેકે માંડ ચાલી  શકતા  ગામ લોકો એની જરૂરિયાતો પૂરી કરતા  .  માંન્કુવર માસી  ખડે  ધડે હતા પણ એ     દેવરામ ભાઈને  આ લોકમાં એકલા મુકીને  પરલોક જતા રહેલા  . દેવરામ ભાઈનો ક્રોધી  સ્વભાવ હોવા છતાં  પણ ગામ લોકો એનો આદર કરતા  .. મેં કેટલાય જુવાનોને એવું કહેતા સાંભળિયા છેકે  ભાઈ તમે હવે ઘરે જાઓ  .  અને આરામ કરો હું તમારા પગ દબાવી દઉં   .   .
એક વખત  બે ત્રણ દિવસ થયા ભાઈ દેખાણા નહિ એટલે   લોકોએ તેમના ઘરે જઈ  તપાસ  કરીતો  તેઓ  ટૂંટિયું  વાળેલા મૃત  દશામાં જમીન ઉપર પડેલા હતા   , અને એના કપાળની   ચામડી  ઉંદરોએ  કોરી ખાધેલી હતી  . આજ સ્થિતિમાં   ભાઈને સ્મશાન ભેગા કર્યા અને અગ્નિ દાહ દીધો   .
#3 હઠીસિંગ એ  દરબારના કોઠારી હતા  . એમનાં પત્ની રામ કુંવર મા વૈશ્યા નોતાં પણ સાર્વજનિક  પ્રેમિકા જરૂર હતાં  . ગામના જુવાનીયાઓ એમની પાસે કામસુત્રના  પાઠ ભણવા જતા  . એક દિવસ કોઠારી મૃત્યુ પામ્યા  . પછી રામકુંવર  માં ક્યાં અદૃશ્ય  થઇ ગયાં એની  કોઈને ખબર   નો પડી   .