Daily Archives: એપ્રિલ 21, 2015

मंदर मस्जिद इमामखाना चर्च गुरु द्वारा जाता हुँ ,

એક દિવસ મારે ઘરે બે મહિલાઓ આવી   ,બારણે ટકોરા માર્યા મેં બારણું ખોલ્યું  .અને એને મારે ઘરે આવવાનું કારણ પૂછ્યું  . બંને મહિલાઓ  સ્પેનીશભાષિ હતી   .
મારા વિષે એણે માહિતી મેળવી હશે  , કે હું ભારતનો છું  . એટલે તેઓએ  મને નમસ્તે કર્યા  .  અને એક હિન્દી માં લખાએલી પત્રિકા આપી   .અને મને કીધું કે અમારા ચર્ચમાં  એક ધાર્મિક ઉત્સવ છે  એમાં તમે આવશો  .? મેં આવવા માટે ખુશી બતાવી   , મેં મારા મનમાં કીધુંકે   मंदर मस्जिद  इमामखाना चर्च गुरु द्वारा जाता हुँ  ,मिलता हुँ जब में मर्दुमको  तब मसरूर  हो जाताहुँ  . મેં તેઓને કીધું  મને ચર્ચમાં     આવવામાં વાંધો  નથી પણ હું  કાર ચલાવતો નથી   ,એટલે મને કોઈ લઇ જાય તો હું  આવી શકું   . એક સ્ત્રી  કે જેનું નામ શીરી હતું  તે બોલી કે મારો પતિ પાવેરો  તમને લઇ જશે  . શીરી  થોડું હિન્દી   બોલતી હતી   .અને વધુ હિન્દી શીખવા માગતી હતી  . મને એણે પૂછ્યું  તમે મને હિન્દી શીખવશો ? મેં તેને  હિન્દી શીખવવા માટે  ખુશી બતાવી  .એટલે એ ખુશ  થઇ અને  शुक्रिया  બોલી   . શીરીની સાથે જે બાઈ હતી એનું નામ વેલારી હતું  .
બીજે દિવસે  મને  પાવેરો લઇ ગયો   .અને પછી  એ એક ગુજરાતી દીપક દેસાઈને  લેવા ગયો  . અમો બધા  ચર્ચનાં  એક  રૂમમાં ગયા   આ રૂમમાં  ધાર્મિક ચર્ચા  હિન્દી ભાષામાં થતી હતી  , અહી એક બાઈ  કે જેનું નામ રાજ હતું તે પણ એના પતિ સાથે આવેલી  રાજ ઈંગ્લેન્ડમાં જન્મેલી અને જર્મન માં ઉછરેલી હતી  . છતાં તેણે પોતાની માતૃ ભાષા પંજાબી    જાળવી રાખેલી   .મેં અને રાજે પંજાબી ભાષામાં  વાતો કરી  . હું રાજને પોતીકો માણસ લાગ્યો  .     પ્રારંભમાં  હિન્દીમાં  ઈંગ્લીશ ઢબે પ્રાર્થના  બોલાઈ  અને પછી કેરળ (ભારત ) નાં માણસે  હિન્દીમાં પ્રવચન કર્યું  , અને વીસેક મિનીટ પછી  હિન્દી  હોલ બંધ થયો અને સૌ ઈંગ્લીશ હોલમાં ગયા   . મને અને દીપકને  લઈને પાવેરો   અમને  પોત પોતાને ઘરે મુકવા આવ્યો  . પ્રથમ મારે ઘરે આવ્યો   . મેં દીપકભાઈને મારી વાડી માંથી  થોડા તીખા  મરચા લેવાનું કીધું અને મેં તેમને થેલી આપી  તેઓએ પોતાને જોઈએ એટલા મરચા લીધા અને મને કીધું કે હું આનું અથાણું બનાવીશ  . દીપક ભાઈ વેજીટેરીયન છે  . બધી રસોઈ બનાવતા તેમે આવડે છે  .એવું મને એમને કીધું  .  .તેઓ કહેતા હતા કે એક દિવસ મેં  પાવેરોને  મુઠીયા ખાવા આપેલા  . દીપક ભાઈ ને અને રાજને મળવાથી મને ઘણો આનંદ થયો  .
तुलसी इस संसारमे  सबसे मिलिओ धाय   , ना जाने किसी भेषमे  नारायण मिल जाय  .