Daily Archives: એપ્રિલ 9, 2015

ભોજાબાપા અને દરબાર મુજફ્ફ્ર્ખાન ની મિત્રતા

દેશીંગાના દરબાર  મુજફ્ફ્ર્ખાન  બાપુ  અને ભોજા બાપા  ક્ન્ડોરીયા  વચ્ચે પાકી દોસ્તી  ભોજાબાપા  પહેલાં દેશીંગાના  પટેલ હતા.   દરબારી નિયમ એવો કે જે ગામનો પટેલ હોય તેણે વેઠ ન કરવી પડે  .પણ દરબારને ખેત પેદાશમાં   જે ઉપજ થાય  એમાંથી  બીજા ખેડૂતોની માફક ચોથો ભાગ આપવો પડે   , ઉપરાંત  વેરો ભરવો પડે   .વખત જતાં  ભોજા બાપાએ પટલાય  છોડી દીધેલી પછી બાપુએ એને પોતાને કમ્પની આપવા પોતાની જોડે રાખેલા એટલે  ભોજા બાપાને  બાપુએ વેઠ્માંથી મુક્તિ આપેલી  . દરભારગઢની  જે ડેલી હતી તેમાં વચ્ચે  બે ગાડાં સાથે જઈશકે    એટલો પહોળો રસ્તો હતો   . અને રસ્તાની બન્ને બાજુ  પાન ફીટ  જેટલા ઊંચા  ઓટા હતા. એમાં   જમણી બાજુના ઓટા ઉપર  બાપુની બેઠક હતી  .અને ડાબી બાજુના ઓટા ઉપર ભોજા બાપાની બેઠક અને ભોજાબાપાની  બેઠક પછી પોલીસ  પટેલનું  બેઠું  ટેબલ અને નાનકડો કબાટ  .  કબાટમાં  પોલીસ પટેલના રજીસ્ટરો અને થોડે દુર મોટા લાકડાની વજન દાર હડ એટલે વિશાળ બાવળના થડને વચ્ચેથી ચીરીને  બે ભાગ કર્યા હોય અનિમા માણસના  પગની  પીંડી માંડ આવે   એવા ત્રણ કે ચાર  કાણાં પાડેલા હોય  ,આ હડ ને એક બાજુ  મજાગરાથી જોડેલી હોય એટલે  ઉઘાડ ભીડ  થઇ શકે અને બીજી બાજુ  મજબુત સાંકળ હોય  . ગુન્હેગારનો એક પગ  હડ માં ઘાલી  હડ  ને બંધ  કરી તાળું લગાવી અને તેની કુંચી  પોલીસ પટેલ પોતાના ખિસ્સામાં રાખે  . ભોજાબાપા  ચા , બીડી  . અને હોકો પીએ  . પણ કસુંબો ન પીએ  . પોલીસ પટેલ તે વખતે મારા બાપા હતા  . બાપા તમાકુ ખાતા એટલે તમાકુ સિવાય   બાપાને બીજું કોઈ વ્યસન નહિ   . પણ બાપુ  ચા , કાવો  . કસુંબો અને હોકાના પુરા બન્ધાણી   . ગીગા ખમીસા નામનો સંધી  બાપુ માટે કસુંબો બનાવી આપે  . કસુંબો બનાવવા માટે ખરલમાં   જયારે અફીણ  ઘૂંટાતું હોય ત્યારે  કસરક   ભૂટાક કસરક  ભૂટાક એવો અવાજ આવતો હોય   . બારોટો હોય એ  અફીણનાં   અને એના કસુમ્બાના ભારે વખાણ કરે  જ્યારે દાયરો બરાબર જામ્યો હોય  .  કેવા વખાણ ?  चिडियाँ जो पीवे तो उड़ मारे बाजकु  , गद्दा जो पीवे तो  मारे गजराजकु   ,कुत्ता जो पीवे  तो काटे वनराजकु  और रांका जो पीवे तो ठोकर  मारे ताजकु।  બાપુ માટે કાવો અને ચા  જીવા ભાઈ વાણંદ  બનાવી આપે  . બાપુના બે પગ ભાંગેલા હતા  . એટલે તેઓ લાક્ડાની  ઘોડીથી ચાલતા  .  ભોજા બાપા અને બાપુના વાર્તાલાપની એક ઝલક  भोजा पटेल  मेरी ज्वनिमे एक दिन  में सरडियाकी सीम  में  चला गया  शिकार करने  वहा साले भाट दरबारूने मेरेकु पकड़ लिया  और थोरकी  मजबूत वाड  वाले  वाडेमे मेरेकु पुर दिया  .  फिर मैंने क्या किया  छुरीसे  वाड  को काटके  छिंडा  करके में भाग आया  . एक दिन  फिर सरडियाकी सिममे शिकार करने चला गया  . और  फिर साले भाटूने मेरेकु पकड़ लिया  . और उन्होंने  मेरेकु मार डालनेका नक्की किया  . और शुक्र है अल्लाह्का  की एक बड़ा भाट दरबारने कहाकि  उसको ज़िंदा छोडो और  उसकी दोनों टाँगे तोड़  डालो  और सालने मेरी दोनों टाँगे तोड़ डाली  . પછી ભોજા બાપા  ટૂંકો  જવાબ આપે  એ હા બાપુ હા  ઈ ભાટ લોકુનો ભરોસો નહિ  . ઈટો પભુનો પાડ માનો કે તમને જીવતા છોડ્યા   . આ ભોજા બાપા   દેશીંગાના   ઇતિહાસમાં રસ ધરાવનાર  માલદે  કન્ડોરીયાના  ગ્રેટ ગ્રાન્ડ ફાધર  કાના ભાઈના બાપા બાપુએ  ગામના ઘણા લોકોના નામ પાડેલા  એક ગોવિંદભાઈ કેસુર હતા એનું નામ ગોવિંદ જમાલ પાડેલું  . જમાલ  અરબી  શબ્દ છે  એનો અર્થ સૌ ન્દર્ય થાય છે  ગામમાં બે અરશી  બાપા હતા  . એમાં એક  શરીરે જળ હતા અને બીજા  દુબળા પાતળા  હતા એટલે એક નું નામ અરશી  જાડો અને બીજાનું નામ અરશી દુબળો   રુઘો કરીને એક છોકરો હતો  આ રુઘાના  અહિંસક  સિધ્ધાંત વિષે મેં મારા બ્લોગમાં લખ્યું છે  . આ રુઘાનું નામ ટીટો પાડેલું   , અરશી  અરબી શબ્દ છે જેનો અર્થ થાય છે   . સ્વર્ગમાં રહેનાર દેવતા મારું નામ બકો  પાડેલું  . હું બાપુને બહુ ગમતો  ચણાના  ઓળા  . ઘઉં બાજરો જાર નો પોક જ્યારે દરબાર ગઢમાં આવે ત્યારે અચૂક મને તેડાવે  . બકાના અર્થની હવે મને ખબર પડી કે તેનો અર્થ અમૃત  થાય છે બકા શબ્દ ફારસી ભાષાનો છે  .