Daily Archives: એપ્રિલ 27, 2015

દેશીંગા દરબાર મુજફ્ફરખાન નો અંગ્રેજ અધિકારી સાથેનો વાર્તાlલાપ

Shri-symbol.svgDSCN1038

મારો પરમ સ્નેહી મિત્ર ક્રિશchris   મારા દાંત  વાળું  અને  બીજું bracelet  બ્રેસલેટ પહેરીને મારા લીવીંગ રૂમમાં સરસ્વતી દેવીની પિત્તળની બાલી ટાપુમાં બનેલી મૂર્તિ પાસે ઉભો છે  . આ ક્રિશ મને અનેક રીતે મદદ ગાર છે   . અને    એની વાઈફ  Priscilla
પણ  મારી બહુ કાળજી લ્યે છે  . આવા મિત્રોને લીધે હું દીકરાઓથી હજારો  માઈલ દુર એકલો રહું છું   . પણ મને એકલતા સાલતી નથી  .

મુજફ્ફરખાન  બાપુની  વાત કરતા પહેલાં મારા દાંતની  વાત કરી દઉં  . થોડા  દિવસ પહેલાં મેં મારો એક દાંત  મારા હાથે  ખેંચી કાઢેલો   ,એ વાત  આપ જાણો છો  , ગઈ કાલે હું મિત્રને ઘરે જમવા ગએલો  ત્યાં  મારો એક હલતો દાંત  રોટલી ચાવતાં નીકળી પડ્યો  . અને  જીભને આન્ટીએ  આવ્યો   . હું વિચારમાં પડી ગ્યોકે  આશું  રોટલીમાં કાંકરો ? कबाब में हड्डी ? પણ દાંતે જાતે પડી જઈને   ડેંટશની   અને મારી  મહેનત  બચાવવાનો ઉપકાર  કરેલો  .  આ દાંત મેં ખજૂરના ઠળીયાની બ્રીસ્લેટ  બનાવી છે  .એમાં ગોઠવ્યો છે  . કોઈ વખત  તમને દેખાડીશ  .  સાંભળવા પ્રમાણે  દાંત પડ્યા પછી  ડોકટરો   બીજી તકલીફ ઉભી ન થાય  એટલા દવા આપતા હોય છે   . પણ જાતે દાંત ખેંચી  કાઢનારને   દવાની જરૂર નહી  પડતી હોય   .
 હવે  બાપુની અંગ્રેજ અધિકારી  સાથેની વાત  , આપણા લોકો   ગોરા લોકોથી બહુ અંજાય ગએલા   . ગોરી ચામડી વાળા  ને  જોયા નથી કે  વાહે વાહે ફર્યા નથી  . અમેરિકામાં  આપણા કેટલાક યુવકો  બધા નહી   . ગોરી લલનાઓને ભાઠે  ભરાય છે અને પછી ભાઠા ખાય છે   . એલીઝાબેથ  જેવી સન્નારી તો   ભાગ્યેજ  જોવા મળે   .
એક વખત  સરદારગઢનાં  દરબાર  બતકોનો શિકાર કરવા  દેશીના આવ્યા અહીની નદી અને રત્નાગર સરોવરમાં  શિયાળામાં બતકો  આવતી હવે બતકોય નથી અને બગલાય નથી  દેખાતા   .
દેશીંગાના   ડેડક તમ્બુ તાણ્યા  અને તેમાં  રાજકોટથી  આવેલો ગોરો અધિકારી એના ગોરા નોકર સાથે આવેલો  આ રાજકોટના  અધિકારીને ગુજરાતીમાં     પ્રાંત  સાહેબ કહેતા મુજફ્ફરખા બાપુ એને મળવા  ગયા  . ગોરો હિન્દી બોલતો હતો  .અંગ્રેજો  કેટલા   સમયની  કીમત  સમજનારા હોય છે  . એવી  ગોરો બાપુ આગળ ડંફાશ મારતો હતો  .  એણે વટ બતાવવા  બાપુને કીધું  . देखो दरबार में अभी मेरा नोकरको  में गाव  में दुकनसे  एक बस्तु लानेके लिए भेजता हुँ उसको वहाँ जानेमे तीन मिनिट लगेगी और वापस आनेकी  टीन  मिनिट लगेगी  और दो मिनिट  वास्तु ढुंढ़नेमे  लगेगी  आठ  मिनिटमे वो वापस आ जाएगा  . અને બરાબર આઠ  મીનીટમાં  નોકર  પાછો આવી ગયો  . બાપુ  બોલ્યા   , हमारे लोग भी   बराबर समय का पालन करते है  हमको भी समय की कीमत है  . देखो में मेरे नोकरको  मेरा हुक्का लाने गढ़  में  भेजता हुँ उसको भी आने जानेकी छे मिनिट  लगेगी  और दो मिनिट  हुक्का  ढुंढ़नेकी  लगेगी  और वोह भी आठ मिनिटमे हुक्का लेके आ जाएगा।    बापूने चाँद खः को  बुलाया और उसको बोला  चांदखा जा मेरा हुक्का गढ़से ले आ    ચાંદ ખા  ને  મારા જેવા ગામડિયા લોકો સાણખા  કહેતા  એક  મુર્તજાખા  દરબાર હતા  તેને ગામડિયા  મુતર  ખાં બાપુ   કહેતા  આ મેં મારે કાનોકાન સાંભળેલું  છે  .  જોક નથી  . બરાબર આઠ મિનીટ થઇ ગઈ હતી અને બાપુએ ચાંદખા  ને જોયો  . બાપુ તાનમાં આવી ગયા અને ગોરાને કીધું   देखा मेरा नौकर  बराबर आठ मिनिटमे आ गया  .  બાપુએ  ચાંદખાંને  પૂછ્યું  . मेरा हुक्का कहाँ है   ? ચાંદખાં  બોલ્યો   . બાપુ હું હજી  હોકો લેવા ગયો નથી મારા પગરખા  ગોતું છું  .