Daily Archives: એપ્રિલ 23, 2015

સોરઠના નાના ગામડામાં જન્મેલા અને ઉછરેલા બે યુવકો અમેરિકા આવ્યા.

આ બે યુવકોમાં એક આલા નામનો છોકરો સાધારણ ખેત મજૂરનો  દિકરો   હતો  .  જેના પોતાની જ્ઞાતિની  છોકરી સાથે બાળ લગ્ન થએલાં હતાં  .આલો ભણવામાં બહુ તેજસ્વી હતો  .એને સરકાર તરફથી  પછાત વર્ગના લાભો પણ મળતા  .એતો ભણી ગણીને  કમ્પ્યુટર એન્જીનીયર બની ગયો   .અને અમેરિકન સરકાર તરફથી લેવામાં આવતી ઈંગ્લીશ પરિક્ષામાં  પણ  ઉત્તિર્ણ થઇ ગયો   . હવે એના માટે અમેરિકાના પ્રવેશ દ્વાર  ખુલ્લી ગયાં    . એ એના બાપને વાત કરતોકે બાપા હવે આ  તમે જે કોકના ખેતરમાં  મજુરી કરો છો  , અને આ માટીના મકાનમાં  રહો છો એનો અંત આવી ગયો સમજો   , હું અમેરિકા જાઉં એટલી વાર છે  .અને એની પત્ની રાંભીને    કહેતો કે    હવે તું અમેરિકા આવીશ અને તું મહારાણી  જેવી સાહ્યબી  ભોગવીશ   . હું અમેરિકા જાઉં  ત્યાં થોડુંક  ભણી લઉં  અને પછી કમાવા મંડું એટલી વાર છે  . પણ આલાના બાપ પાસે અમેરિકા જવાના ટીકીટ ભાડાના પણ પૈસા નહી   . ગામમાં એક  ભામાશા જેવો પરોપકારી અને ઉદાર દિલનો  એક ધનાઢ્ય  રહેતો હતો   . તેણે આલાના બાપાને વાત કરીકે  બાપા તમે આલા બાબતની  જરાય ચિંતા  ન કરતા એ અમેરિકા જાય છે  એ આપણા ગામનું પણ ગૌરવ  કહેવાય  ,  એના માટે  અમેરિકાનો તમામ ખર્ચ હું ભોગવીશ   , બાપો કહે એટલા બધા પૈસાનું વ્યાજ ભરવાના પણ પૈસા મારી પાસે નથી   , શેઠ કહે તમારે કશુંજ આપવાનું નથી  . બધો ખર્ચો હું ભોગવવાનો  છું   .  બાપો કહે અમારે ધર્માદાના પૈસા  નથી જોઈતા    ,શેઠ કહે એ પૈસા  હું આલો કમાવા મન્ડશે એટલે હું એની પાસેથી લઇ લઈશ  . એટલે આ પૈસા હું ખર્ચું છું   ,એને ધર્માદો ન સમજતા   ,
અને એક દિ  આલો  અમેરિકા આવી પહોંચ્યો  . અમેરિકાના ભભકાથી  આલો અંજાઈ  ગયો  . આલો ભણી ઉતર્યો   ,અને ડોલરીયા  ખમપારીથી જેમ પાંદડા  ભેગા કરે એમ  પૈસા બેંક ભેગા કરવા માંડ્યો   . દેશમાં તેણે શેઠે આપેલા પૈસા  ભરપાઈ કરી આપ્યા   . માબાપને  સિમેન્ટ કોન્કરેતનું પાકું મકાન બનાવી આપ્યું   . અને અમેરિકાની અજબ ગજબની વાતોના કાગળો લખવા માંડ્યો   . રાંભી તો અભણ હતી   . તે કાગળ વાંચી નો શકે  . એટલે આલો  તેની ખાસ ભણેલી બેનપણી  હતી  . એના ઉપર જુદા કાગળો રાંભી માટે લખવા માંડ્યો  , આલાના પ્રેમ નીતરતા કાગળો રંભીની બેનપણી  રાંભીને વાંચી  સંભળાવતી  .
અમેરિકા આવ્યા પછી  આલાને ભારતની ગંદકી  દેખાવા લાગી   ,એના ધાર્મિક રીવાજો પ્રત્યે  તિરસ્કાર થવા લાગ્યો  . ફૂટડો ખુબ કમાતો જુવાન  ગોરી લલનાઓનું આકર્ષણ બની ગયો ,  એમાં એક છોકરી  કે જે છોકરીના માબાપ  ભારતના વિરોધી હતાં તે ભારતના રીવાજો  ધાર્મિક માન્યતાઓને   નફરતની નજરે   જોતા   એ છોકરી કે જેના શરીરની ચામડી ગોરી  , વાળ સોનેરી નીલવર્ણી  આંખો  એ નો જાદુ આલા ઉપર ચાલ્યો   .અને આલો એની જાદુની અસર હેઠળ આવી ગયો   . અને ગોરીની હાઈ હા કરવા માંડ્યો  . ગોરીએ આલાના ભારત સાથેના સબંધો તોડવી નાખ્યા  . હવે આલો આલા માંથી  આલ્બર્ટ બની ગયો   . એને અમેરિકાનું પોતાનું સરનામું ફોન વગેરે બદલી નાખ્યું  . હવે કોઈને ભારતમાં  પોતાના વિશેની જાન નથી  .ઓલું મૂવીનું ગીત    चिठ्ठी  आई हे  उसमे एल कड़ी है के पहले जब तू खत लिखता था  कागज़मे  चेहरा दिखतथा  એ  યાદ કરી કરી માબાપ  રાતે આંસુડે રોવા લાગ્યાં રાંભીની  આંખોમાં આંસુ સૂકાતાં નથી   . આલામાંથી  ભારતની હવા  ગોરીએ કાઢી નાખી ,અને અમેરિકાની હવા ભરી દીધી  .
એક વાત યાદ આવી એ મેં સાંભળેલી  આપે પણ સાંભળી હશે કેમકે એ છાપામાં આવેલી   .એક છોકરો અમેરિકા આવ્યો  .તેની વાઈફ પણ તેની નાતની હતી   .એને બાળક આવવાનું હતું એટલે  છોકરાએ પોતાના માબાપને  ભારત થી તેડાવ્યાં  . માબાપ અભણ હતાં  . આ પ્રસંગે  આતાના ભજનની એક લીટી વાંચો
બાળક સાચવવા માને તેડાવે  માતા થોડા દિવસ હરખાશે
બાળક મોટાં થયાં ગરજ નથી માતા  પાંજરાપોળમાં   જાશે    અભાગીયાં ઘરડાં  દુઃખિયાં  થાશે   .
એક દિવસ સાસુ વહુને વાંધો પડ્યો  . અને આ વાંધાએ મોટું સ્વરૂપ લીધું  . વહુએ એના ધણીને     સ્પષ્ટ શબ્દોમાં કીધું કે  કાં તારાં માબાપ આ ઘરમાં નહિ  . અને કા હું નહિ  . છોકરાએ કીધું ભલે  હું થોડા દિવસમાં  તેઓને દેશમાં મોકલી આપીશ   .  છોકરી કહે હમણાં ને હમણા તું એને ઘરમાંથી  કાઢી મુક  હું એનું ડાચું એક સેકંડ માટે પણ એનું ડાચું  જોવા માગતી નથી  .  છોકરાએ વાઈફનો હુકમ માથે ચડાવ્યો  . અને માબાપને જાકારો દીધો   . માબાપ હાલી નીકળ્યાં  ક્યા જવું  શું  કરવું  એની અભણ માબાપને કશી ગતાગમ નથી   .તેઓ ચાલતા નજીકના એક પાર્કમાં  ગયાં અને બાંકડા ઉપર બેઠાં  એટલામાં ભગવાનને કરવું તે  માબાપના દીકરાનો દોસ્તાર  ત્યાંથી પસાર થતો હતો  તેને માબાપને જોયાં  ઉદાસ અને રડતાં માબાપને  છોકરે પૂછ્યું અહી કેમ બેઠાં છો અને રડો  છો કેમ  ચોધાર આંસુડે રડતાં રડતાં બોલ્યાં।  અમને અમારા દીકરાએ ઘરમાંથી કાઢી મુક્યાં  છે  .  સાંભળી  છોકરાને આઘાત લાગ્યો   .  . અને તે પોતાને ઘરે લઇ ગયો માબાપ કહે દીકરા તું અમને  હમણાને હમણાં  દેશ ભેગા કર   છોકરો કહે  આમ તુર્ત  પ્લેનમાં નો બેસી શકાય  એટલે હમણા તમે મારે ઘરે ચાલો  થોડા દિવસમાં હું તમને  દેશમાં  મોકલવાની વ્યવસ્થા  કરીશ  .  છોકરાની વાઈફે તેમનું સ્વાગત કર્યું અને સહાનુભુતિ દેખાડી  .
એક  દિવસ  છોકરે  મિત્રોને  ભેગા કર્યા અને નાનકડી પાર્ટી જેવું રાખ્યું  . માબાપને એક રૂમમાં બેસાડયાં અને એમને કીધું કે અહી તમે થોડી વાર બેસો  કઈ  બોલતાં નહિ  ., હું બોલવું ત્યારે બહાર  આવજો  .પાર્ટીમાં માબાપોના દિકરા વહુને પણ બોલાવેલાં બધા આવી ગયાં પછી  માબાપના દિકરાને  પૂછ્યું    તારા માબાપને નો લઇ આવ્યો  . છોકરો બોલ્યો એ લોકે આવવાની સાફ નાં પાડી  . એટલે પછી મેં  એને સાથે  નો લીધાં  .પછી  માબાપને  રૂમમાંથી બહાર બોલાવ્યાં માબાપને જોયા પછી  છોકરો ઝાંખો ઝપટ  થઇ ગયો વાઢો તો લોહી નો નીકળે   . પછી  થોડા દિવસમાં  કુળવાન  છોકરાએ માબાપને દેશ ભેગાં કર્યાં  .