Daily Archives: એપ્રિલ 24, 2015

હવે ગામડામાં જન્મેલા અને ઉછરેલા યુવક પ્રભાશંકર વિષે વાત

img050img063

હિંમતલાલ અને એની પત્ની  ભાનુમતી  પ્રભાશંકર  અને એલીઝાબેથ સાથે  રહેતાં હતાં   .  અને માં હિંમતલાલની  સુબરું કાર સાથે  પ્રભાશંકર અને એલીઝા બેથ ના ઘરે

પ્રભાશંકર માસિક રૂપિયા બારનો પગાર મેળવનાર પોલીસ પટેલ  જટાશંકર પ્રેમજીભાઈનો દીકરો   , માએ  લોકોના મરચાં ખાંડ્યા  , દરજણ બાઈને એના સીવણ કામમાં  ગાજ બટન વગેરે કરવામાં મદદ કરી  . અને મેટ્રિક પાસ કરાવ્યો  .આ અરસામાં પ્રભાશંકર નો  મોટો ભાઈ હિંમતલાલ અમદાવાદમાં  પોલીસ ખાતામાં  માધુપુરા પોલીસ સ્ટેશનમાં  નોકરી કરે અને પોલીસ લાઈનમાં રહે  . હિંમતલાલ  નો એક પોલીસ મિત્ર બલદેવસિંહ રાઓલ પણ માધુપુરા પોલીસ  સ્ટેશનમાં નોકરી કરે  . બલદેવ સિંહને રહેવા માટે  માધુપુરા પોલીસ લાઈનમાં  હિંમતલાલની રૂમ  સામેની લાઈનમાં  રૂમ મળેલી પણ  તે  રૂમમાં રહેતો નહી  . પણ અમદાવાદમાં  પોતાના પ્રાઈવેટ મકાનમાં રહે  .માધુપુરા  પોલીસ લાઈનની રૂમ ઉપર  ફક્ત પોતાના નામનું બોર્ડ મારી રાખેલું   .
હિંમતલાલે  પોતાના નાના ભાઈ  પ્રભાશંકર કોલેજમાં  ભણવા માટે અમદાવાદ તેડાવ્યો  . હિંમતલાલે  બળદેવસિંહ ને  વાત કરીકે  જો  તમે   તમારી  રૂમ મને વાપરવા આપો  તો  એ રૂમ  મારો ભાઈ વાપરે  અને કોલેજમાં ભણવા જાય   .  બલદેવસિંહે  બહુ ખુશી થઈને રૂમ વાપરવા દેવાની હા પાડી  .  પ્રભાશંકર  જમવા માટે  હિંમતલાલની  રૂમ ઉપર આવે  . પ્રભાશંકર પોતે ભણે અને હિંમતલાલના દીકરા હરગોવિંદને  અભ્યાસમાં મદદ કરે  . હરગોવિન્દની  બુદ્ધિ શક્તિ ઉપર  પ્રભાશંકર આફરીન હતો  .
અને એક દિવસ પ્રભાશંકર કોલેજ ગ્રેજ્યુએટ  થઇ ગયો  .  એને આફ્રિકા જવાની તક મળી અને તે યુગાન્ડા ગયો  . અહી તેને  માધવાણી શેઠ ની  કમ્પનીમાં નોકરી મળી  . માધવાણી શેઠ  ની એક  બ્રાંચ  કેન્યામાં પણ હતી  .  માધવાણી શેઠે    પ્રભાશંકરને   કેન્યા  મોકલ્યો   .  અહીંથી  બીજા કેન્યાના  છોકરાઓ સાથે ભણવા  માટે  પ્રભાશંકર
અમેરિકા આવ્યો અને માધવાણી શેઠની  નોકરી રાજી ખુશીથી છોડી   .અમેરિકા આવતાં પહેલાં  પ્રભાશંકરે   તેના ભાઈ  હિંમતલાલ ને  વાત કરીકે  આ તમે જે  પોલીસ ખાતાની  હાડમારી ભરેલી અને જોખમી નોકરી કરો છો એ છોડો   . અને  બેન બનેવી સાથે  તામિલ નાડુમાં  પાનના ધંધામાં જોડાઈ જાઓ   . હું તમને  ધંધા માટે  પૈસા આપીશ  અમેરિકા ગયા પછી  મારા આફ્રિકાની  કમાણીના  પૈસા  દાળમાં મીઠા બરાબર છે  .અને જ્યાંસુધી  હું અમેરિકામાં ભણીને નોકરી ન કરું  ત્યાં સુધી  મારી પાસે પૈસાની ખેંચ રહેશે  .
હિંમતલાલે  પ્રભાશંકરને કીધું કે  મેં વેપાર કરી જોયો છે  . મને  વેપાર કરતાં નહીં  આવડે  . તુને  મારી નોકરી હાડમારી ભરેલી  અને જોખમી લાગે છે. પણ હું  જોખમમાં   જીવન  વિતાવવાથી  ટેવાઈ ગયો છું  .  મારી દશા  ત્રામમાં  ઘોડા જેવી છે  . ત્રામનો  ઘોડો ત્રીસ માણસોથી ભરેલો  ડબો  પાટા ઉપર ખેંચી જાય   . પણ પોતાની પીઠ ઉપર એક માણસ  બેસે એ ભાર ખામી ન શકે  . તું અમેરિકા જા ત્યાં કમાણી કર  એ  મારા માટે ગોરવની  વાત  છે   .  મને પૈસાની જરૂર નહિ પડે  હું ઘર વહેવાર  બરાબર  ચલાવીશ  ‘ પણ  પોતાની માં નાં કહેવાથી  ગામડાનું ધૂળિયું  મકાન પાકું બનાવી દીધેલું  .
પ્રભાશંકર અમેરિકામાં ભણીને નોકરી કરવા માંડ્યો   . અહી એને એલીઝાબેથ નામની  ગોરી છોકરીનો  પરિચય થયો  . અને આ પરિચય  -પ્રેમ  લગ્ન ગ્રંથીથી જોડવા સુધી પહોંચ્યો  , એલિઝાબેથે  લગ્નનો પ્રસ્તાવ મુક્યો ત્યારે  પ્રભાશંકરે   વાત કરીકે   તું જેટલી મને ચાહે છે  . એમ તું મારી મા મારા ભાઈ ભાભી  ને પણ ચાહે એ ગામડીયા અભણ  છે અને હું એને અહી બોલાવવા માગું છું  .અને એલોકો આપની સાથે રહે એમ હું ઈચ્છું છું  . સહ કુટુંબમાં રહેવાની   ટેવ  વાળા આ લોકો જુદાં નહી રહી શકે  .   એલિઝાબેથે જવાબ આપ્યોકે  તારી માને હું મારી મા તુલ્ય માન જાળવીશ  બલકે  વધુ માન આપીશ   .  અને પછી લગ્ન થઇ ગયાં મહારાષ્ટ્રીય  ગોરબાપાએ  લગ્ન ગ્રંથીથી જોડી દીધા   આજ ગોર બાપાએ  ગાંધીજીના ગ્રેટ ગ્રાન્ડ સન નાં  પણ ફેર ફેરવી આપ્યા છે  આ ગોર મહારાજનું નામ મને યાદ છે પણ હું અત્યારે ભૂલી ગયો છું  .
પછી એલીઝાબેથ  અને પ્રભાશંકર  ભારત ફરવા આવ્યાં   . અહી પોતાની સાસુ  જેઠ જેઠાણીનો   ઉછાળતો પ્રેમ માણ્યો   જેઠ હિંમત  ભાઈએ  એલિઝાબેથને  ભેંસ , ઊંટ ઉપર સવારી કરાવી  અને ભડ ગામના  જુલુથી શણગારેલા  બળદ ગાડામાં  બેસાડી આ વખતે  ભડ નાં સોનીની દીકરીનો લગ્ન પ્રસંગ હતો  . એટલે  ઘરેણા ગાંઠા થી  સજેલી જાનાડીયું પણ હાજર હતિયું  એટલે પ્રભાશંકર અને એલીઝાબેથ  સાથે ગાડા માં બેસાડયું   અને  જાનડીયુએ ગીત ઉપાડ્યું “કોયલ બેઠી અમેરિકા દેશ ઓલો   મોરલીયો બેઠો રે ભારત દેશમાં  માણા રાજ   મોરલિયા  હવે  કોયલને ઉડાડો  આપને દેશ  ” પણ આતો  ગોરા રંગની કોયલ  કાળા  રંગની  નહી  હો  .
એલિઝાબેથે બસની રાઈડ પણ કરી  , પણ ભલા માણસો સીટ ઉપરથી ઉભા થઈને  એલિઝાબેથને સીટ ઉપર બેસાડે  ભડ આખા ગામમાં ઘેડીયા કોળી  ખેડૂતો પણ સરપંચ મેર હતો  એણે કોકના ખેતરમાંથી
માંડવીના  છોડવા લાવીને  તળાવ ને કાઠે  ઓળા પાડ્યા  અને સૌ ને ખવડાવ્યા  . પછી અને એલીઝા બેથે સાડા ચાર મહિના  ભારતની મુસાફરી કરી  આ વાતને પચાસેક વરસ થઇ ગયા હશે  આ વખતે  ટોય લેટની સગવડ નહિ   .  ગામડામાં એલીઝા બેથ શોચ ક્રિયા કરવા ઉકરડે  પાણીનો કળશિયો  ભરીને જાય  ખાવામાં   ગુજરાતી ખોરાક ખાય  એટલે ઝાડા ઉલટી થઇ જાય   આ વખતે એલીઝાબેથ શાકાહારી નોતી   પણ પ્રભાશંકર  ચુસ્ત શાકાહારી  જમરા ગામમાં એક મિત્રે  ગાય દોહીને  તાજું દૂધ એલિઝાબેથને પીવા આપ્યું  . જેમ રામની પાછળ  સીતા  વનવાસ ભોગવતી હતી તેમ  એલિઝાબેથે  પતિ પ્રભાશંકર પાછળ  ગામડિયો વનવાસ  હસ્તે મોઢે ભોગવ્યો  .પોતાના જેઠ  હિંમત લાલ   જેઠાણી ભાનુમતી અને પોતાની સાસુને અમેરિકા બોલાવવા તલ પાપડ થવા માંડી   .  પણ કાયદેસર  બોલાવવા માટે થોડી વાર લાગે એમ હતી  એટલે પ્રભાશંકર  ઉતાવળ નોતો કરતો   એલીઝાબેથ કહે તો આલોકોને વિઝીટર વિસા  ઉપર બોલાવીએ  . એલિઝાબેથે  પ્રભાશંકરને લાંબા નામને ટૂંકાવવાનું કહ્યું પણ  પ્રભાશંકર  નાં પાડતો હતો એટલે એને જોશી કહીને બોલાવવાનું નક્કી થયું  . અને હિંમતલાલને બ્રધર  તરીકે બોલાવવાનું નક્કી થયું  . અને પછી માર્ચની 19  તારીખ અને  1969 ની નાં દિવસે  હિંમતલાલે  પહેલ વહેલો અમેરિકાની ધરતી ઉપર પગ મુક્યો  .  એલીઝાબેથ અને પ્રભાશંકર  હિંમતલાલને  મળીને ઘણાં ખુશી થયાં  આ અરસામાં કેનેડાના  મોન્ટ્રીયલ શહેરમાં વિશ્વ મેળો હતો ત્યાં   અને અમેરિકાના ઘણા જોવા લાયક સ્થળો હિંમતલાલ ને  દેખાડ્યા  એલિઝાબેથના  સગા વ્હાલાઓનો  મેમાન બનાવ્યો  એપલના કે દ્રાક્ષ નાં  રસની   ભરેલી પ્યાલીઓ  સગાઓના  શરાબની પ્યાલીઓ સાથે અડાડી ને  હિંમતલાલ  રસ પીવા માંડ્યા  . પણ બાયડીયુ  હિમમતલાલને  બાથે વળગવા અને બકીયું ભરવા આવે તો ગામડિયો હિંમતલાલ ભડકે  પછી એલિઝાબેથે હિમ્મતલાલને  સમજાવ્યાકે અહી  પોતાના વ્હાલા  સગાઓને   સ્ત્રીઓ  બાથે વળગે બકીયું ભારે એવો રીવાજ છે  એટલે તમે  ત્રીઓથી  ભાગતા ફરો એતો સ્ત્રીઓનું અપમાન છે માટે  તમને કોઈ સ્ત્રી ભેટવા આવે તો તમે પણ એને ભેટો  એ તમને બકી ભરેતો તમે પણ  એને બકી ભરો  અને બાપુ પછી હિંમત ભાઈ  બાયડીયુના  હેવાયા થઇ ગયા  .
અમેરિકામાં હિમમતલાલ ને 22 મહિના  જલસા કરાવ્યા  . પછી હિંમતલાલ  દેશમાં પાછા ગયા અને પછી  હિંમતલાલ એના મા એના   વાઈફ  ભાનુમતી  આવ્યાં  માની એલિઝાબેથે  બહુ કાળજી લીધી   . માના વાળ શેમ્પુથી  ધોઈ આપે  આ સિવાય માં પોતાની જાતે સ્નાન કરતા  માને બ્રેડ ગમવા માંડી  એલીઝાબેથ પીનટ બટર  ચોપડી ને બ્રેડ આપે  માં સેન્ડ વિચ ચેક કરે  ઓછું પીનટ બટર  ચોપડ્યું હોય તો એલિઝાબેથને    રુવાબ થી  કહે પીનટ બટર નથી ? આ વાક્ય હજી એલીઝાબેથ યાદ કરતી હોય અને બોલે   .
હિંમત લાલને  નોકરી ઉપર  સામાન્ય રીતે પ્રભાશંકર   લઈજાય  અને લાવે  કોઈ વખત એલીઝાબેથ  એના ત્રણ મહિનાના દીકરા  વિક્રમને ઊંઘમાંથી ઉઠાડી  હિમમતલાલ   ને  નોકરી ઉપર લઇ આવે  નોકરી વહેલી સવારે  7 વાગ્યે શરુ થાય  .આવા અમેરિકન ભાઈનું વહુની લાગણી નાં પ્રતાપમાં હિંમત લાલ બે પાંદડે છે  . આ ઉપકાર હિંમતલાલ ભૂલ્યા નથી અને ભૂલી શકે એમ પણ નથી  .