Daily Archives: એપ્રિલ 29, 2015

બે દીકરા અને ત્રણ દીકરીયુંની 81 વરસની વિધવા મા હેમકુંવર બેનની હૃદય દ્રવિત કહાણી.

હેમકુંવર  બેન એના પતિ વિજય શંકર અને દીકરા સાથે  તમિલનાડુમાં  રહતી   હતી   . મોટો દીકરો  ગૌરીશંકર  પોરબંદર  રહેવા આવ્યો   .એટલે એની સાથે તેના માબાપ પણ પોરબંદર આવ્યાં નાનો દીકરો  કીર્તિ  તામિલ નાડુંમાંજ રહી ગયો અને હજુ ત્યાંજ  છે  .
ગૌરીશંકર ની  વહુ સાથે કાયમ ઝઘડા સાસુ વહુને થતા  રહેતા. હેમકુંવર બેનની  મોટી દીકરી શારદાએ  અમેરિકામાં વસતા  એના મામાને વાત કરીકે  મામા જો તમે માસિક બે હજાર રુપ્યાની મદદ કરો તો  મારા માબાપ  અહી રાણાવાવમાં  સ્વતંત્ર રહી શકે  .  મામાએ ખર્ચ ભોગવવાની હા પાડી  .એટલે  પતિ પત્ની બંને જણાં   રાણાવાવ આવ્યાં  . અને સવદાસ ઓડેદરા  નામના સજ્જન નાં ઘરમાં  નજીવા ભાડાથી રહેવા લાગ્યાં  . મામાએ  અમેરિકાથી  વાયર મની થી  મોટી રકમ મોકલી આપી  જે હેમકુંવર બેનના ખાતામાં સીધી જમા થઇ ગઈ  . મામાએ   હેમકુંવર બેનને કડક ચેતવણી આપી કે  મેં જે પૈસા મોકલ્યા છે એમાંથી  તારે ફક્ત બે હજાર રૂપિયા  લેવાના છે  .બાકીના પૈસા  મારા છે અને મેં તુને સાચવવા આપ્યા છે  .
એમ તારે સમજવાનું છે  . માટે  એ પૈસામાંથી  તારે કોઈને એક પૈસો પણ આપવાનો નથી  ,
બન્યું એવું કે  હેમકુંવર બેનના પતિ મૃત્યુ પામ્યા અને તેના દીકરાની વહુ કે જેનો ત્રાસ હતો તે પણ મૃત્યુ પામી  . એટલે હેમકુંવર બેન તેના દીકરા સાથે   રહેવા   પોરબંદર  જતી રહી અહી એના દીકરાના દીકરા  સંજય ની  વહુએ માન ભેર આવકાર્યાં   .
ગોંરી શંકરની  દીકરીનું મહામુસીબતે  વેવિશાળ થએલું   . દીકરીના સસરાએ  શરત મુકીકે  તમારા તરફથી  દહેજ ન આપોતો જરૂર નથી પણ  હું ઓછામાં ઓછાં 80 માણસોને  જાનમાં લઇ આવીશ  એની તમારે પૂરી સરભરા  કરવી પડશે   . ગૌરીશંકરે   વેવાઈની શરત મંજુર કરી   . ગૌરી શંકરે એના મામાને  અમેરિકા ફોન કર્યો અને એક લાખ રૂપિયા મગાવ્યા  . મામાએ  વાયર  એક્લાખ અને 19 હજાર રૂપિયા  મોકલી આપ્યા અને કીધું કે તારી માગણી મુજબના એક લાખ રૂપિયા  તારા માટે  અને જે 19 હજાર રૂપિયા વધારાના છે  . એ મારા માટે તારે સાચવી રાખવાના છે   .
જુનાગઢમાં  જ્ઞાતિના  હોલ માટેના ફાળામાં  55 હજાર રૂપિયા  આપવાનું કહેલું તે રૂપિયા તાત્કાલિક  આપવાના હતા  . એટલે મેં ગૌરીશંકરને  કીધું કે  મારા 19  હજાર રૂપિયા  જે તારી પાસે  મારા  છે  એ અને ઘટતા  તારી બાપાસેથી  લઈને  જુનાગઢ ના  હોલ વાળાને  આપી દે   . ગૌરી કહે  મારી બા પાસે જે પૈસા હતા એ મેં લઇ લીધાછે  .  અને ખાતું  બંધ કરવી દીધું છે અને તમારા જે 19 હજાર  રૂપિયા હતા  . એ પણ વપરાય  ગયા છે ,
એક વખત સંજય દાદીને (હેમકુંવર  બેનને ) કટુ વચન બોલ્યો  .અને દાદીને દુ:ખ લાગ્યું એણે પોતાની નાની દીકરીને  તામિલનાડુ  ફોન કર્યો   .એટલે તેનો દીકરો આવીને તેડી ગયો   . અહી દીકરીની સાસુ પણ રહેતી હતી  , એટલે ઘરમાં જબરો કલેશ ઉભો થયો   . એટલે તે તેના દીકરા કીર્તિને ઘરે રહેવા ગઈ  અહી કીર્તિની વહુ સાથે ઝઘડો  થયો એટલે વચેટ દીકરી  ઉમા  પોતાને ઘરે તેડી ગઈ  .અહી 9 મહિના રહ્યા પછી  ઉમાંનાદીકરા ની વહુ સાથે નો બન્યું  . તમામ ખર્ચો મામા ભોગવતા  હતા  .   છેલ્લે વૃદ્ધાશ્રમ  જવાનું નક્કી કર્યું ત્યાં  વૃધાશ્રમના  કાયદા પ્રમાણે  જો બીમાર થઇ જાય તો દીકરાઓએ સંભાળી લેવા જોઈએ અને એ બાબતની દીકરાઓએ  સહી કરી આપવી જોઈએ   . વૃદ્ધાશ્રમ માં રહેવાની અને ખાવાની સગવડ ફ્રી   . હતી  . અત્યારે હેમકુંવર  બેનને કોઈ સાચવવા તૈયાર નથી  .    આનું નામ હળ  હળતો
કલિયુગ