Daily Archives: એપ્રિલ 8, 2015

આજથી લગભગ 80 વરસ પહેલાનાં દેશીંગા ના માણસોની માનવતા ની ઝલક

swasticaDSCN0959

હેમકુંવર  બેનને  ધવડાવીને   મુરી કાકીએ જીવત દાન આપ્યું  એ વાત આપે વાંચી છે  .એવીજ વાત હું આપને વાંચવા આપું છું  .  દેશીંગા નો ઈતિહાસ લખવા માટે મને ઉત્સાહિત  કરનાર નો જશ શ્રી માલદે કન્ડોરીયા  કે જેનો જન્મ દેશીંગામાં  થયો છે  . અને બીજા શ્રી સુરેશ જાની કે જેનો જન્મ  અમદાવાદમાં થયો છે  .એને  ફાળે જાય છે  .
પણ સૌથી  વધુ યશભાગી શ્રી રીતેશ  કે જે ઓ  અરબ દેશ કતારના  દોહા  શહેરમાં વસે છે   . તેઓ દેશીંગા નો ઈતિહાસ  બને  એમાં  વધુ  રસ લ્યે છે   . એમના કહેવાથી હું  દેશીંગા વિષે વધુ  માહિતી લખું છું  .
દેશીંગાના  ચોરાનો જીર્ણોધ્ધાર   કરનાર તરીકે  જેનું નામ  બોલાય છે  . તે  સ્વ  .પોપટલાલ ધરમશી  માટલીયા   કે જે જૈન ધર્મી છે   .તેની બેન  સુવાવડ કરવા માટે  માવતરને ઘરે  દેશીંગા આવી   .  સમેસુતરે દિકરાનો જન્મ થયો   . દિકરો જ્યારે પંદર દિવસનો થયો ત્યારે  માનું અકાળે મૃત્યુ થયું  . આજ અરસામાં પોપટલાલ ભાઈની વહુને પણ દીકરાનો જન્મ થએલો.
તે તુર્તજ  માં વિહોણા દિકરાને સ્તન પાન કરાવવા મંડી ગઈ   . પુષ્કળ  જંક ફૂડ ખાનારી  કેટલીક અમેરિકામાં વસ્તી  સ્ત્રીઓને  ધાવણ  ઓછું આવવાના કારણે અથવા  પોતાની જુવાનીને આંચ ન આવે  એટલા માટે  બાળકને  બજારુ બેબી ફૂડ ખવરાવવું  પડે છે   . પણ સાદો અને પોષ્ટિ ક    ખોરાક  ખાનારને   બાળક ધરાઈ રહ્યા પછી  પણ દૂધ વહી જતું હોય છે  .
પોપટલાલ ભાઈની વહુએ  પોતાના અને પોતાની નણંદનાં  દિકરાને પોતાનું સ્તનપાન કરાવી  ઉછેરીને મોટા કરી દીધા. હાલ પોતાનો દિકરો પ્રભુદાસ  રાજકોટમાં  ધંધો  કરેછે અને નણંદનો  દિકરો કોચીનમાં રહે છે   . તે મોટો બીજ્નીસ મેં છે  .
દેશીંગાના એક અભણ  ગરીબ  ખેડૂતની માનવતાની  એક વાત લખું છું  . આ વાત પણ સિત્તેર વરસ કરતા વધુ સમયની છે  .
રૂડી મા લુહાર  મજુર તરીકે  ખેડૂતના ખેતરમાં કાલાં વીણવા ગયા   . કાલાં એટલે કપાસનું  પાકીને સુકાઈ ગએલું ફળ કે જેને હાથ વતી તોડીને કપાસ કાઢવાનો હોય છે  .
કાલા  વીણતાં વીણતાં  રુડીમાનું સોનાનું ડુલ (કાનમાં પહેરવાનું ઘરેણું ) નીકળી પડ્યું  અને અને અદૃશ્ય  થઇ ગયું  .  ડુલ ગોતવા માટે ખુબ મહેનત કરવા છતાં  ડુલ મળ્યું નહિ  .

આ કાલાં ખેડૂત પાસેથી વેપારી ખરીદે અને પછી તેને  માણસો પાસે ફોલાવીને કપાસ કઢાવે  એક મણ કપાસ કાઢવાના  બબ્બે ચાર  આના મજુરી આપે  .  સ્ત્રીઓ બહુ વહેલી ઉઠીને  કાલાં ફોલવા પહોંચી જાય  મારી મા બહુ વહેલી ઉઠીને  રસોઈ કરીને  થોડુક જમીને કાલા ફોલવા ઉપડી જાય   . કાલાનાં મોટા ઢગલા માંથી  સુંડલા ભરી ભરીને   કાલાં ફોલ્નારી બાઈઓને  મદદ કરવા માટે  મજુર હોય  એવા એક મજુર મકાભાઈ  બારિયા  હતા   . રૂડીમાનું ડુલ  કાલાં ભેગું ફરતું ફરતું  ઠેઠ વેપારીના કાલાના ઢગલા માં આવી પહોંચ્યું  .  રૂડીમાના ડુલ    ખોવાયાની વાત  આખા દેશીંગા ગામમાં વાયુ વેગે પ્રસરી ગએલી એટલે  ડુલ ખોવાયાની વાત  મકા ભાઈ પણ જાણતા  હતા   . કાલાના ટોપલા ભરતી વખતે મકાભાઈની  નજરે  ચડ્યું  .  મકા ભાઈએ  ડુલ લઇ લીધું અને સાચવીને પોતાની પાસે રાખ્યું   . અને પોતાનું કામ પૂરું કર્યા પછી   . મકા ભાઈ  ડુલ આપવા  રુડીમાને ઘરે ગયા  . અને રૂડી માને  ડુલ આપ્યું   . રુડીમાં  રાજીના રેડ થઇ ગયા અને  મકાભાઈને  ઇનામ આપવા ગયાં  , મકા ભાઈ કહે  મા મારે કંઈ નથી જોતું  .  એમ હોય તો તમે ભગવાનને  પ્રાર્થના ક્ર્જોકે  આવતે વરસ  મારા ખેતરમાં સારો પાક આપે  .
ભાઈ રિતેશને મારી વિનંતી છે કે  તું આ મારા લખાણની  વાત તારી આવડતનો ઉપયોગ કરી મઠારીને   દેશીંગાના  ઈતિહાસમાં  મુકતો જજે   .
नाम रह जाएगा  इंसान गुजर जाएगा