Daily Archives: એપ્રિલ 6, 2015

હેમકુંવર બેન નો ઈતિહાસ ,ભાગ્યેજ બીજાનો આવો ઈતિહાસ હશે .

Shri-symbol.svg2000px-Om.svgswastica હેમકુંવર  બેનનો જન્મ સપ્ટેમ્બર 13  , 1933   .દેશીંગામાં  થએલો  .અમારી બાજુ લગભગ બધી જ્ઞાતિઓમાં કન્યાના બાપને દહેજ આપવું પડે અને નક્કી કરેલા પૈસા આપે ત્યારે  વર કન્યાને લઈને ઘરે  આવી  શકે  આ જુના વખતની વાત છે  . મારી સગાઈ થઇ ત્યારે મારા બાપને ભાનુમતીના બાપને પૈસા આપવા પડેલા  .વધારે નહિ પણ લગ્નનો ખર્ચ નીકળે એટલા  પૈસા આપવા પડેલા   .એવી રીતે મારા બાપાએ  મારી બેન માટે બેનના સસરા પાસેથી પૈસા લીધેલા  પણ બહુ થોડા  .આ  પ્રમાણે પટેલની જ્ઞાતિમાં પણ પૈસા આપો તો કન્યા મળે કેટલીક વખત ખુબ પૈસા પણ આપવા પડે  .મારા કાકાના  સસરાને એક હજાર રૂપિયા આપવા પડેલા  .  ગુજરાતમાં  ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ   ની જ્ઞાતિમાં પણ કન્યાના બાપને ખુબ પૈસા આપવા પડે  . આ  સિવાય  ગુજરાતની બધી જ્ઞાતિઓમાં  કન્યાના બાપને વરના બાપને ખુબ પૈસા આપવા પડે  અને લગ્ન થયા પછી પણ  કન્યાના બાપ પાસે વસ્તુ અને પૈસાની માગની કરતી હોય છે  . અને કેટલીક વખત  માંગણી ન સંતોષવાના કારણે અભાગણી દીકરીને બાપડીને  આપઘાત કરવો પડે છે  . જે વિષે  આપણને  ઘણું સાંભળવા મળે છે  . હેમકુંવર   મારી નાની  બેન  એ જયારે છએક મહિનાની હતી ત્યારે મારી માં સખત બીમાર પડી ગઈ  ખાઈ શક્તિ નોતી  બહુ અશક્ત થઇ ગએલી  એને ધાવણ આવતું નહિ એટલે મારી બેનને  બકરીનું દૂધ પીવડાવવામાં આવતું પણ તેને દૂધ પચતું નહિ  . ખરું પુછોતો  એ દૂધ પીતીજ નહિ   , ગામડા ગામમાં માંદાની  ખબર અંતર પૂછવાનો બહુ રીવાજ એટલે માણસોથી ઘર ભરેલુંજ  હોય   . એક વખત મારા પડોશમાં   રહેતાં મારી મુરી કાકી   આહેર         ખબર  કાઢવા આવ્યાં આ વખતે બેનને મારાં નાની મારી બેનને દૂધ પીવડાવતાં હતાં પણ બેન દૂધ પીતી નોતી  રોતી હતી  . મુરીકાકીને મારી  બેન જેવડો  હરદાસ દીકરો હતો  , જે મુરીકાકી ને  છ દીકરીયું જન્મ્યા  પછી  હરદાસનો જન્મ થએલો  . મારી બેનની કરુણ હાલત જોઇને મુરીકાકીનું હૃદય  ભરાઈ આવ્યું   . એને મારી માને વાત કરીકે મામી  ગગીને હું ધવડાવતી જઈશ  એ કાળી રાતે પણ ભૂખી થાય તો  મારે ઘરે આવીને દીકરીને ધવડાવી જાય  .  મુરી કાકી મારી માને મામી કેમ કહેતા એની વાત પણ  જાણવા જેવી છે  . મારા દાદા પ્રેમજી બાપા  ચૌટા ગામમાં મેમણ  વેપારીને ત્યાં નોકરી કરવા જતા  અને  તેઓએ  જમવાનું અને રાત વાસો રહેવાનું  એક આહેરને ઘરે રાખેલું   . અને અઠવાડિયામાં  એકાદ દિવસ દેશીંગા આવે  મારા દાદાએ પોતાના ખર્ચ પૂરતા પૈસા આપવાની વાત  કરી  ત્યારે આહેર બોલ્યો  અમારા પૂર્વજોએ  કોઈએ ખાધુ નથી પણ  ખવડાવ્યું છે  . એટલે હું તમારી પાસેથી પૈસા લઈને   પાપમાં પડવા માગતો નથી  . મારા દાદાએ  યુક્તિ કરી  એને કીધું કે તારી પત્ની છે એ ને  આજથી મારી બેન હું ગણું છું માટે મારાથી બેનના ઘરનું  મફત નો ખવાય   . તો આયર બોલ્યો તો મારાથી પણ બ્રાહ્મણનું નો ખવાય   અને તમારા નીમીત્તનું ભગવાન  મને ખેતરમાં વધુ અનાજ આપશે  . આ એ આહેરની  દીકરી તે મારા બાપની બેન થઇ  અને એની દીકરી એ મારી મુરી કાકી  એ હિસાબે મારા બાપા અને મારા  કાકાઓને મુરીકાકી  મામા કહેતી અને ગામ સગપણે અમો છોકરાં મુરી કાકીને કાકી કહેતાં  . જેને ક્યે છે  , નિખાલસતા  , જેને ક્યે છે પ્રેમ ભાવ કુબાઓમાં   હશે પણ પાકા મકાનોમાં  અભાવ થોડા વખત પછી મારા બાપા પણ માંદા  પડી ગયા અને પથારી વશ થઇ ગયા  .મારી નાની અમારી સૌ ની સંભાળ રાખે મુરી કાકીએ જયારે  મારી બેનને ધવડાવવાની  વાત કરીતો મારી માએ  મુરીકાકીને કીધું  મુર્રી તારે છ દીકરીયું   ઉપર આવેલો દીકરો  એના ધાવણમાં  મારી દીકરી ક્યા ભાગ પડાવે ? એતો પછી ટેવાઈ જાહે  એને બકરીનું દૂધ  કોઠે પડી જશે  . મુરીકાકી કહે  મામી  મારે પુષ્કળ ધાવણ  છે હદલો ધાવીને ધરાય જાય  તોય ધાવણ હાલ્યું જતું હોય છે  . માટે કોઈ જાતની ચિંતા કર્યા સિવાય  દીકરીને જ્યારે ભૂખ લાગે ત્યારે  મારી પાસે હરીમામાં (મારા કાકા () આવીને ધવડાવી જશે  . વખત જતા  મારી માં સાજી થઇ ગઈ  દીકરીને પૂરી ધવડાવી શક્તિ હતી  . એક વખત મારી માં  મુરી કાકીને ઘરે ગયાં અને થોડા પૈસા આપવા ગયા  કેમકે મુરીકાકીને લીધે  મારી બેન જીવતી રહી હતી  . મુરી કાકી બોલ્યા  મામી મારે પૈસા નથી જોઈતા   ભગવાને  મને  દીકરીને બચાવવાની તક આપીને પુણ્ય કમાવવા દીધું હશે આ પુણ્ય હું પૈસા લઈને  ગુમાવવા માગતી નથી   .એવું બોલી મુરી કાકીએ પૈસા નો લીધા  ;આ બેન  આઠ દસ વરસની ઉમરની થઇ ગઈ  ગામના છોકરાંઓ સાથે સીમમાં  ગાયું ભેસોના છાણ મેળવવા  જાય  . ગાય ભેંસ પોદળો કરવાની તૈયારી કરતી હોય  ત્યારે જે છોકરાની નજર પડે ઈ છોકરું  એમ બોલે એ ઓલી રાતી ગાય પોદળો કરે છે એ પોદળો હું લઈશ  એવું બોલીને  પોતાનો હક્ક જાહેર કરી દ્યે   . આ બાબત  છોકરાંઓ વચ્ચે ઝગડા પણ થતા હોય  . એક વખત મારી બેન અને મનીયા વચ્ચે ઝઘડો થયો  .  છાણ લેવાની બાબતમાં  ,  બપોરે  પોત પોતાના છાણ નો  એક ઠેકાણે  ઢગલો કરી  સૌ સાથે ઘરે જમવા જાય  . જતા પહેલા  એવાં સોગંદ દઈને જાય કે જેકોઈ  મારા ઢગલામાંથી  છાણ  લઇ લેશે એને  ઘંટે શ્વર  હાથ ધોણું કરશે   મતલબકે  એને ઝાડા  થઇ જશે  .  મારી બેને મારી આગળ ફરિયાદ કરીકે  મનીયો મારા આડેથી છાણ લઇ ગયો છે  . મેં બેનને કીધું તું એના ઢગલામાંથી  એ જેટલું છાણ લઇ ગયો છે એટલું તું લઈલે  બેન કહે એ સમ દઈને ગયો છે એટલે હું છાણ નો લઉં  . બેને નાપાડી એટલે હું ખીજાણો અને  બેનને છાણ લઇ લેવા દબાણ કર્યું  , એટલે બેને છાણ તો લીધું પણ એને ખરેખર ઝાડા  થઇ ગએલા આ બેન ઉમર લાયક થઇ  લગ્ન થયાં સાસરે ગઈ  અને એના પતિ સાથે તામિલ નાડુ ગઈ    .અને ત્યાની તામિલ ભાષા  બોલતા શીખી   એના સંતાનોનો ત્યાં જન્મ થયો  .સંતાનો તામિલ સ્કુલમાં ભણવા બેઠાં તામિલ ભણ્યાં પણ ઘરમાં ગુજરાતી બોલાય એટલે ગુજરાતી આવડે પણ તામિલના લહેકાથી  ગુજરાતી બોલે મારી માં એ ગુજરાતી લખતા શીખવ્યું   . બેનનો મોટો દીકરો પોરબંદર રહેવા આવ્યો  અને પોરબંદરમાં પોતાનો ધંધો ચાલુ કર્યો  .પરણ્યો  એને બાલ.  ગોપાલ  . થયા  ,મારી બેનનો નાનો દીકરો અને બે દીકરીયું તામિલ નાડુ માંજ છે ,બેનનો મોટો દીકરો  પોરબંદર રહેતો હતો  . મારા બેન બનેવી એની સાથે  રહેવા આવ્યા  . પણ  દીકરાની વહુ સાથે ફાવ્યું નહિ   .એટલે બેને અને એની મોટી દીકરીએ મને વાત કરીકે મામા જો તમે  મદદ કરો તો  મારા માબાપ રાણાવાવમાં સ્વતંત્ર રહી શકે  . પછી  મેં મદદ કરવાનું ચાલુ કર્યું અને એ લોકો રાણાવાવમાં  એક સવદાસ ઓડે દરા  નામના  મેરના ઘરમાં રહેવા લાગ્યા   સવદાસ એની વહુ હીરી અને દીકરો માલદે અને દીકરી જ્યાં બધાં બહુ પ્રેમાળ એટલે મારા બેન બનેવીને ખુબ ગમતું  . મેં ત્યાં બેન્કમાં મારી બેનના  નામે ખાતું ખોલાવડાવ્યું, અને અહીંથી મોટી રકમ  મોકલી આપી અને બેનને કડક  સુચના આપીકે  આ પૈસા તુને મોકલ્યા છે  ,એ પૈસા માંથી  તારે તારા ખર્ચ માટે  જેટલા જોઈએ એટલા વાપરવાના  બાકીના પૈસામાંથી કોઈને એક પૈસો આપવાનો નથી  . એ પૈસા મારા છે અને તુને સાચવવા આપ્યા છે  તારા છોકરાઓ કોઈ માંગેતો એમાંથી  એક પૈસો આપવાનો નથી  એ પૈસા મામાના છે  . અને મારાથી તમને અપાય નહી  . બેત્રણ વરસ પછી એના મોટા દીકરાની વહુ  મરી ગઈ એટલે અને મારા બનેવી પણ મરી ગયા એટલે  મારી બેન એકલી થઇ ગઈ એટલે  મોટા   દીકરા  સાથે રહેવા માટે   પોરબંદર ગઈ   . ત્યાં મોટા દીકરાની વહુ બહુ સારી રીતે રાખતી હતી  . એક વખત મોટા દીકરાએ પોતાની દીકરીના  લગ્ન કરવા માટે મારી પાસે પૈસા માગ્યા  મેં તેને સમજાવ્યો કે  આટલી બધી મોટી રક્મ ખર્ચીને  તારે ફુલણજી  થવાની શી જરૂર છે  .  સાદાઈ થી  લગ્ન પતાવી નાખ  બેને પણ કીધું કે ભાઈ એને  પૈસા આપો   મેં એને એની માગણી  મુજબ   પૈસા મોકલી આપ્યા  .મેં મારી બેનને કીધું કે  તારી પાસે જે પૈસા જમા છે   , એમાંથી  તારા ખર્ચા સિવાય એક પૈસો કોઈને આપવાનો નથી  .  દીકરીના લગ્નમાં 80 માણસોના  કાફલાની રજવાડી જાન આવી   અને બહુ ધામધુમથી લગ્ન કર્યા “પારકે પૈસે વહેવાર કે કર લગ્ન બે વાર ” થોવખત પાછી દીકરાનો દીકરો  બેન માટે કટુ વચન બોલ્યો   બેન  થી  સહન નો થયું    . આ પહેલા બેન પાસેથી બધા પૈસા એના દીકરાએ  કઢાવી લીધા  . મારી સખત મનાઈ હોવા છતાં  દીકરા પ્રત્યેના પ્રેમે  બેને બધા પૈસા આપી દીધા અને ખાતું  બંધ કરાવી દીધેલું  . દીકરાના દીકરાના મેણાની મારી  મારી બેન એની નાની દીકરીને ઘરે  તામિલ નાડુ જતી રહી  અહી જમાઈ  ને  સાસુ   હું ખર્ચો આપતો હતો છતાં  ન પોસાણી  . પછી  તેના નાના દીકરાને ઘરે  નજીકમાંજ  તમિલ નાડુંમાં  ગઈ   , જયારે પોરબંદરમાં એના દીકરાના દીકરાનું કટુ વચન  ન સહન કરી શકવાને કારણે નાની દીકરીને ઘરે તામિલ નાડુ રહેવા જતી રહતી હતી  ત્યારે દીકરાએ  રોકાઈ જવા માટે કશો  પ્રયાસ કરેલો નહિ  .  પૈસા   તો  બેન પાસેથી કઢાવી લીધા હતા   . હવે મા  જાય તો બલા ગઈ  . નાના દીકરાની વહુને ન પોસાણી ખર્ચો હું આપતો હતો તે છતાં  પછી તે નજીકમાં રહેતી એની બીજી દીકરીને ત્યાં રહેવા ગઈ અહી પણ હું ખર્ચો આપ્તોજ હતો    . આ દીરીને ત્યાં પણ અમુક કારણ સર નથી ફાવતું એટલે એ રાણાવાવ  પહેલા રહેતી હતી  એ સ્વ્દાસ ભાઈને ઘરે રહેવા જશે એવો ફોન મને  બેનની દીકરીએ કર્યો। સુખોને વાસ્તે  ઘર ઘર ભટકવું છોડ દીવાના કોઈને ચૈન થી રહેવા  નહિ દ્યે લોક દુનિયાના