Daily Archives: એપ્રિલ 4, 2015

ચોરી કરવી એ પણ એક જાતની કુશળતા છે અને જોખમ પણ છે .AC

આપને ખબર હશે કે  બ્રિટીશરોએ  ગુન્હેગાર જાતિઓ તરીકે જેને લેબલ મારેલું   એમાંના છારા  , કેકાડી  , વગેરે લોકો ચોરી કરવી એ પોતાનો જન્મ જાત ધંધો  સમજતા હોય છે જેમ  વસવાયાં  વગેરે સોની   ,લુહાર  , સુતાર  વગેરે લોકોનો   પોત પોતાનો ધંધો  એ જન્મ જાત હોય છે  .એક છારી  કોઈની  આગળ વાત કરતી હતી કે  સરકાર  ખેડૂત વગેરેને  પોતાનો ધંધો  કરતા અટકાવતી  નથી   . અને ફક્ત અમનેજ અમારો જે અમારા બાપ દાદાનો  ચોરીનો  ધંધો છે  . એ કેમ અમને નથી કરવા દેતા  .    આ વાત અમદાવાદ કોર્ટના  થતિ હતી અને મેં કાનો કાન સાંભળેલી   . હું જે આપની જાણ ખાતર વાત કરીશ એ જુના જમાનાની વાત છે  .અત્યારે  છારા ક્યાંના ક્યા  પહોંચી ગયા હશે।  હું અમદાવાદમાં નોકરી કરતો હતો ત્યારે  એક  હિંમતલાલ  ગંગારામ  રાઠોડ નામનો યુવક  વકીલ હતો  .  મગન  જીવા નામનો યુવક   ટીચર  હતો  અને શંકર શેરિયા નામના  છારાની વાઈફ  પણ ટીચર હતી  શંકર પોતે સરકારી સંસ્કાર કેન્દ્રમાં  પટાવાળો હતો  . શંકર  ફક્ત 12 વખત જેઈલમાં જઈ આવેલો હતો   . અમદાવાદ કુબેર નગર  પાસે  છારા લોકોની વસ્તી હતી  જે છારાનગર તરીકે ઓળખાતું એમાં  નવ ખોલી  ,   ફ્રિ કોલોની   વગેરે નામો વાળા વિભાગ હતા   . ગામડેથી ખેડૂતો શાક ભાજી  વગેરે વેચવા માટે  બળદ ગાડાં લઈને આવે  બહુ વહેલા મોટી  શાક માર્કેટમાં  પહોંચી જવું જોઈએ એટલે ઘરેથી બહુ વહેલું નીકળવું જોઈએ  . શાક ભાજી વેચાઈ  ગયા પછી   ઘરભણી આવવા પાછા  ફરે  આ વખતે  બળદને હાંકવા નો પડે  બળદ એની મેળે ધીમી ગતિએ  હાલ્યા  જતા હોય અને ખેડૂત   પૈસા ગાડામાં જ્યાં ત્યાં ઘાલી  પોતે  ઊંઘતો હોય  નરોડા રોડ  ઉપર ગાડું  હાલ્યું જાતું હોય આ વખતે  ત્રણ ચાર છારાની  ટુકડી આવે  . કોઈ  કોઈ ગાડું  આગળ પાછળ હોય  ,એમાં જે વધારે અટુલું ગાડું હોય એની પાસે છારા ગેંગ આવે    અને સાવધાની થી  ગાડામાં જોડેલા  બળદ માના  એકને  છોડી લ્યે  અને ગાડું ચાલુ રાખવા માટે એ બળદની જગ્યાએ  એક છારો ધોસરું પકડી ને   બળદ જોડે ચાલવા માંડે   . જ્યારે બળદને લઇ જનારા છારા  દુર નીકળી જાય  , એટલે  બળદ સાથે ચાલતો છારો ઘોંસરૂ   પડતું મુકીને ભાગવા માંડે  એટલે ગાડાં સાથે  જોડેલો બળદ ઉભો રહી જાય   . એટલે  ખેડૂત આંખો ચોળતો   જુવે તો એક બળદ ગાયબ  . બળદને લઈજનારા છારાનગરમાં  પહોંચી જઈને બળદનો તાત્કાલિક નિકાલ કરી નાખે અને  બળદનું માંસ  બીજા છારાઓ   વેચાતું  લઇ જાય  . અને થોડીકજ વારમાં બળદ  હતો ન હતો થઇ જાય   . અમુક   છારાની સ્ત્રીઓ   સાડીયો ચોરવામાં નિષ્ણાત હોય  મારે નામ નથી દેવું પણ આ લોકોને હું બરાબર ઓળખું છું  . છારીઓ સૌરાષ્ટ્રની ભાષા બોલે  ગરાસણીઓ જેવા ઘેર દાર ઘાઘરા  પહેર્યાં હોય  અને કાપડની દુકાનમાં ઘૂસે  એના મદદગાર પુરુષો  એટલામાં આડા અવળા  ઉભા હોય   ,દુકાનમાં ઘુસેલીઓ જોઇને વેપારી ખુશ ખુશ થઇ જાય એના મનમાં એવું માને કે આ ગરાસણીઓ સારો વેપાર કરાવશે છારીઓ  દુકાનદારને  કહે ભાઈ અમને સાડીઓ  દેખાડો  . અને વેપારી  વાણોતરને  હુકમ કરે   એય આમને સાડીઓ  દેખાડ  આટલું કહેતામાં તો વાણોતર  સાડીઓનો  એ  ઢગલો કરી દ્યે  એમાંથી  એક સાડી લઈને બે  સ્ત્રીઓ સદી ખલ્લી કરે વછે એક સ્ત્રી બેથી હોય એ ઉભી થઇ જાય અને ઢગલા માંથી  અનુકુળ પડે એટલા સાડીના તાકા લઈને  પોતાના  ઘેરદાર ઘાઘરા  ની અંદરના  સ્પેશીયલ બનાવેલા ખિસ્સામાં  ઘુસાડી દ્યે  એટલે સાડી ખોલીને ઉભેલી સ્ત્રીઓ   ખોલેલી સાડી  પડતી મુકીને બોલે  સાલી તુને એદ્કેય સાડી પસંદ ન પડી   તારા ભેગું કોઈદી આવવું ન જોઈએ   . એમ બોલીને દુકાન બહાર નીકળી જાય    અને ખૂણો ખાંચો જોઇને સાડીઓ પુરુષોને આપી દ્યે  . અને પાછળ વાણોતર  સાડીઓ  ગોઠવ્યા કરે  .