આ બે છોકરીયું ,મારા પડોશીની છે ,એ મારા ડ્રાઇવેમાં આવી ,આ વખતે હું મારા ડ્રાઇવેમાં ઝાડુ મારતો હતો . મેં વાવેલા તાડના પાંદડાનું ઝાડુ બનાવેલું બે ઝાડું હતાં . . ખુરસી ઉપર બેઠેલી છે , એ છોકરીએ મને કીધું . તમે આરામ કરો .અમે ડ્રાઈવે સાફ કરી નાખીએ છીએ . પછી મને પૂછ્યું . તમે નેક્લસ બનાવ્યું છે એ હું જોઉં ? મેં નેક્લસ દેખાડ્યું . (નેક્લસ બ્રેસલેટ હું લાકડા અને ખજૂરના ઠલયા માંથી બનાવું છું .) એને ગમ્યું એણે મને પૂછ્યું .આ નેકલસ હું રાખું ? મેં હા પાડી તેને પહેરી લીધું . જે ફોટામાં સાવરણો અને નેકલસ દેખાય છે . હવે દેશીંગાની જૂની વાતો . એક પબલો નામનો છોકરો હતો એને અમો પારાધી કહેતા કેમકે તે મધપુડો ઉજેરીને મધ ખાતો અને મિત્રોને ખવરાવતો એ વખતે એક કહેવત પ્રચલિત હતી . કે એક મધપુડો ઉજેરીયે તો બાર ગામ ભાંગ્યાનું પાપ લાગે .પારાધીના માબાપ જો જાણે કે પારાધી મધ ઉજેરે છે તો તેને સખ્ત માર પડે , અને અમારા જેવા એના સાથી દારોને પણ અમારાં માબાપો લમધારે એટલે બહુ ચોરી છુપીથી આવા પાપના ધંધા કરવા પડે . આ કારણે બધું મધ ખાઈ જવું પડે ઘરે નો લઈ જવાય એટલે પારાધી મિત્રોને સાથે લઈને મધ પાડવા જાય . કેમકે એકલાથી બધું મધ ખાઈ નો શકાય . પારાધી મધપૂડાની શોધમાં ફરતોજ હોય . એક વખત એણે દરબારના બગીચામાં ઊંચા ઝાડ ઉપર મધપુડો જોયો ,એ મધપુડો પાડવા માટે મને અને રુઘાને સાથે લઇ ગયો . અમને બન્નેને અકેક શકોરું આપ્યું . પારાધી ઝાડ ઉપરથી મીણ સાથેના મધના લોંદા ફેંકે એ અમારે શકોરામાં ઝીલી લેવાના પારાધી અમારા કરતાં ઉમરમાં બે વરસ મોટો એટલે એ મોટાઈનો રુવાબ અમારા ઉપર કરે ખરો . પારાધી બગીચાના ઝાડ ઉપર ચડ્યો . અને ધુમાડો કરી મધમાખીઓને ઉડાડી મધના લોચા ફેંકવા માંડ્યો અને અમે ઝીલવા માંડ્યા . એમાં પારાધીએ બેલેન્સ ગુમાવ્યું અને ઝાડ ઉપરથી નીચે પડ્યો . સદ નસીબે બચી ગયો . પણ એના હાથની એક આંગળી ભાંગી ગઈ . કોઈ હાડ વૈદ્ય પાસે એના માબાપ ન લઇ ગયા . પણ પાટા પીંડી કર્યા કર્યા . એટલે એની આંગળી તે મર્યો ત્યાં સુધી ભાંગેલીજ રહી . એક બીજો અધ્યાય વાંચો . દેશીંગા માં એક હરીશંકર કેશવજી કરીને કોટડા સાંગાણીના શિક્ષક હતા . તેઓ ગોંડલ ટાઈપ પાઘડી બાંધતા હું એમની પાસે નહી ભણેલો પણ મરમઠ ભણવા જતો . મારી સાથે એનો દિકરો ત્રમ્બક પણ ભણવા આવતો . અને રુઘો પણ અમારી સાથે ભણવા આવતો . એક વખત ત્રમ્બક ને વિચાર આવ્યો કે આપણે દૂધપાક ખાઈએ અને એ પણ રાત્નાગરના કાંઠે બાવળની ઝાડીમાં રસોઈ બનાવીને દુધનો બંદોબસ્ત મારે કરવાનો ખાંડ અને ચોખા રુઘાએ લાવવા વાસણો ત્રમ્બકે લાવવાના અને દૂધપાક પણ ત્રમ્બકે બનાવવાનો . મેં કાના બાપા રબારીના સાથી ટીડા ને કીધું કે કાલે બપોરે રત્નાગર નાં કાંઠે બકરા ઘેટા લઇ આવજે અને અમને એક બોઘરું દૂધ દોહી આપજે અમારે દૂધપાક બનાવવાનો છે . તું પણ દૂધપાક ખાજે . બપોરે જમવા માટે ટીડો કાયમ ઘરેથી રોટલો લઈ આવે અને બકરીના આંચળમાંથી દુધની શેડ ફોડે અને પોતાના મોઢામાં દૂધ આવવા દ્યે . એવી રીતે બપોરા કરે . પણ જ્યારે દૂધપાક બનશે ત્યારે રોટલા સાથે દૂધપાક ખાશે . આ બધી બાબત છુપી રાખવી પડે નહિતર અમને અમારા માબાપનો માર ખાવો પડે અને ટીડા ને નોકરી ગુમાવવી પડે . અને એક્દી દૂધપાક બન્યો . દૂધપાક ત્રમ્બકે બાસુંદી જેવો ઘટ્ટ બનાવેલો બધા મિત્રોએ ખુબ દૂધપાક ખાધો છતાં ઘણો વધ્યો . એ નાખી દેવો પડ્યો . હરીશંકર માસ્તર બહુ વાતુડા . એક સમી સાંજે હું , રુઘો . સવજી દેસાઈ હવલદારનો દીકરો અબો માસ્તરને ઘરે ભેગા થયા . ત્રમ્બ્ક સાથે વાતો કરતા હતા . અબાનો બાપ મકરાણી અને માં ફકીરાણી અબો ગામના આહેર છોકરાઓની સંગતના લીધે એ મુસલમાન કરતા હિંદુ વધુ લાગતો શોગંદ ખાય તો આયરના છોકરાની જેમ “મને માતા પુગે “એવું બોલે હાલ અબો પેશાવરમાં છે . સવજી દેસાઈએ દૂધ મગાવ્યું . ત્રમ્બકની માએ એકલા દુધનો ચા બનાવ્યો મારા સિવાય બધાએ પીધો . ત્રમ્બ્કની માએ ખાનગીમાં છોકરાઓને કીધું કે હવે તમારા સાહેબને વાતુએ ચડાવો . અને અમે કીધું સાહેબ આજતો કોઈ વાત થવા દ્યો . અને સાહેબે ખોંખારો ખાઈને વાર્તા શરુ કરી . એક વખત એક માણસે નાના ગરાસીયા દરબાર આગળ વાત કરી . દરબાર એ કોઈ જાતી નથી . જે જમીનનો માલિક હોય અને આ જમીનનો કોઈ કર વેરો ભરવો ન પડતો એ બધાને દરબાર કહેવાય . માણસે દરબારને વાત કરીકે બાપુ સીમમાં ભરવાડનો દંગો છે . એમાં હાલ એક ભાભો અને બે એના દીકાઓની વહુઓ છે . અને ઘીના બે ડબા ભરેલા પડ્યા છે જો બાપુ અડફ થાતી હોય તો આંકડે મધ જેવું છે .તો બે ડબા ઉપાડીને ઘરભેગા કરી લઈએ રાતના બાપુ ઘોડે ચડીને ઉપડ્યા બે માણસને સાથે લીધા . ઘોડી એક ઠેકાણે ઉભી રાખી બે જણને ઘોડી પાસે ઉભારાખ્યા . અને બાપુ ઘીના ડબા લેવા ઉપડ્યા જેવા પડાવ પાસે પહોંચ્યા , અને ડોહો સરેન્થો લઈને ઉભો થયો અને બાપુને સોબડામાં ઝીક્યો . બાપુ જમીન ઉપર પડી ગયા . અમne પડતા પડતા બોલ્યા . એલા હું દરબાર છું , . ડોહો મારતો અટકી ગયો , અને બોલ્યો બાપુ આજે કાળી રાતે અમારું આંગણું પવિત્ર કર્યું . બાપુ બોલ્યા પવિતર નથી કર્યું પણ અપવીતર કર્યું છે આમ જો મારી ચોરણી ભરાઈ રહી છે . પણ તેદિના બાપુ આંકડે મધ લેવાનું ભૂલી ગયા હો .