Daily Archives: એપ્રિલ 10, 2015

દેશીંગાના પાદરના સ્થળો અને વિગત

frog frog2  King Cobra = રાજનાગ = ભારતનો આસામ પ્રદેશ, ફિલિપાઈન્સ, ઈન્ડોનેશિયા સહિત દક્ષિણપૂર્વ એશિયા = ભારે ઝેરી

 દેશીંગાનું  પાદર  ,દેડક  , શણઘો  , ધુધવી નદી  .
દેશીંગાના  દરવાજા બહાર નીકળો એટલે નાનકડું  ગૌચર આવે આ ગૌચર એ ધુધ્વીનો કાંઠો અને  શણઘા  વચ્ચેનો ભાગ છે   .એમાં ઘણાં  વાયાં છે   . વાયાં એટલે નાનકડાં   તળાવ
  આ વાયાં જ્યારે નદીમાં પુર આવે ત્યારે પાણીથી   ભરાઈ જાય  .( પુરને અમારી બાજુ છેલ કહેછે  , ) એટલે  જમીનની અંદર સુષુપ્ત  રહેલાં  મોટાં  દેડકાં બહાર આવે અને એ ખુબ અવાજ કરી  આપણને  ગમે એવું સંગીત રેલાવે  .એટલે આ વિસ્તારને દેડક નામ આપ્યું છે   ,
ધુધવી એ નાનકડી નદી  ઓસમના ડુંગરમાંથી  નીકળીને  અમારા ગામની પાદરની નદી  નાની ભાદરને મળે છે , અમારી ભાદર એ મોટી ભાદરનો ફાન્ટોજ  છે  .
રત્નાગર વિષે મેં અગાઉ લખ્યું છે , જેમ જેમ સમય ગયો  ,એમ રતનાગરનું મહત્વ વધી ગયું  . લોકોને પાણીનો  સંગ્રહ કરવાની જરૂર પડી  . એટલે  ધુધ્વીમાંથી  રત્નાગર  સુધીની  લોકોએ  નહેર બનાવી  આ નહેર શણઘા  નામે ઓળખાણી  આ શણઘો નામ કેમ પડ્યું  .એ  હું જાણતો નથી  . .  આ  શણઘા  ઉપર પુલ(  બ્રીજ ) બાંધેલો છે  . પુલની નીચે દરવાજા છે  .  એને વિશાળ મજબુત   બારણાં છે   , એની ખૂબી એવી એવી કરી છે , કે  જ્યારે  ધુધ્વીમાં જોરદાર પુર આવે ત્યારે  પાણીના ફોર્સથી  બારણાં ઊંચા થઇ જાય.અને ધસ મસ્તું પાણી આવીને રાત્નાગરને  ભરી દ્યે   , જ્યારે પાણી ઓસરવા માંડે  ત્યારે રત્નાગર  માંથી ઓસરતું પાણી બારણાં બંધ કરી દ્યે , એટલે રત્નાગરમાં  ભરેલું પાણી  વહી ન જતાં રોકાય જાય  . એક યુવાન મને કહેતો હતોકે  બાપા આવી રચના  અમારા પહેલાં દુનિયામાં કોઈ ઠેકાણે  જો થઇ હોય તો અમે એને એકલાખ રૂપિયા  ઇનામ આપીશું  . હું  બે વરસ પહેલા દેશીંગા ગએલો  ત્યારે આ વાત થએલી  ,
ડેડકમાં  ઘંટેશ્વર  મહાદેવ  તરીકે એક સ્થળ  ઓળખાય છે  . અહિ  જમીન ઉપર ખુલ્લામાં  શિવ લિંગની  સ્થાપના  મારા ગ્રેટ ગ્રાન્ડ ફાધર  કાનજી બાપાએ કરેલી છે  . એ જ્યારે ગરેજ થી  દેશીંગાના  બાબી દરબારની નોકરી કરવાના હેતુથી આવેલા  . અને દરબારે  તેનો  કરડો ચહેરો  પડછંદ બાંધો  અને એવોજ પહાડી  અવાજ  કે જેના પડકારાથી  લુચ્ચા  ,  લફન્ગાઓ   , ચોર ડાકુઓના  મૂત્ર  વછૂટી જાય   વગેરે જોઇને  દરબારે પોતાના અંગ રક્ષક તરીકે રાખેલા  . બીજા ભાયાત  બાબી દરબારો  દેશીંગાના  દરબારની મશ્કરી  કરતા કે
दुनियामे  पठान सब मर गए है तो    दरबारने  बमन  भाईको अपनी हिफाजत के लिए रखखा दरबार उन सब मज़ाक उड़ने वालो को कहता की  पच्चास  पठानो  बनानेकी जो मिटटी थी उसमे से  एक बमन  कानजी को  खुदाने   बनाया है .  અને કાનજી  બાપાએ    ચોરને  તલવારના એકજ ઝાટકા થી  મારી નાખીને  પોતાની શક્તિનો પરચો  બતાવી દીધેલો   .
કાનજી બાપા નદીએ સ્નાન કરીને આવે ત્યારે  નજીકમાં  શિવ લિંગ હોય તો પૂજા કરવાનું  સરળ  પડે  , એ હેતુથી શિવ લીંગની સ્થાપના કરેલી  ,