

દેવરખીભાઈ દેશીંગામાં જન્મેલા એક વિશિષ્ટ વ્યક્તિ હતા.તેને પરગજુ કહેવા પડે . તેણે વર્ષાઋતુમાં ભાદર નદીમાં નાહવા પડેલા ઘણા માણસોને ડૂબી જતા બચાવેલા છે .પણ એ બાબત કોઈની શાબાશીની કે બીજી કોઈ પ્રકારની આશા રાખ્યા વગર ,
कर्मण्येवा धिकरस्ते माँ फलेषु कदाचन એ શ્રીમ દ્ભગ વદ ગીતાના વાક્ય વિષે કશું જાણતા નોતા પણ તેમની વર્તણુક એ પ્રકારની હતી . હું તેમના બે દૃષ્ટાંત આપું છું .તે પહેલાં તેમના નામનો અર્થ કહું છું . દેવરખી એ દેવર્ષિનો અપભ્રંશ શબ્દ છે . દેવર્ષિ એ નારદ ઋષિનું નામ છે . વેદમાં અને લોકભાષા માં “ષ “અક્ષર નો ઉચ્ચાર ઘણી વખત “ખ ” કરવામાં આવે છે . એવી રીતે” મારખી ” એ મહાઋષિ શબ્દનું અપભ્રંશ છે . મહાઋષિ (મહર્ષિ ) એ વિશ્વામિત્ર ઋષિનું નામ છે .
ઉનાળામાં સુકીભઠ થઇ ગએલી ભાદરમાં જ્યારે નવા પાણીનું આગમન થઇ રહ્યું હોય એ પાણીને જે માણસ પહેલ વહેલું જુવે એ હર્ષની કિકિયારી કરતો દોડતો ગામ તરફ આવે . “પાણી આવેસ પાણી આવેસ” અને ગામના લોકો
દોડતા નદી તરફ પાણી જોવા આવે એમાં દેવરખી ભાઈ પણ હોય . જોત જોતામાં તો નદી બે કઠો કઠ થઇ ગઈ , હોય પાણી પુર જોસથી ધસતું આવતું હોય . અને આવા પાણીમાં બારથી પંદર વરસની ઉમરના નાદાન છોકરા પહેરેલાં કપડાં કાઢી નાખી નાગા પુગા પાણીમાં ખાબકે એક વખત એક રતિલાલ કરીને છોકરો નાહવા પડ્યો .આ રતિલાલ એ રૂગનાથ રૂઘા નો મોટો ભાઈ આ રૂઘા નું દરબારે ટીટો નામ પાડેલું આ રુઘાના અહિંસક સિદ્ધાંતો વિશેની રમુજી વાત મેં “આતાવાણી ” માં લખી છે . રુઘાનો નાનો ભાઈ મગન બી। એ સુધી ભણેલો બાકી રુઘો અને રતિલાલ ચાર ચોપડી ગુજરાતી ભણેલા . મગને એના આખા કુટુંબને કલકત્તા લઈ ગએલો હાલ એ કુટુંબ કલકત્તા વસે છે .
નદીમાં આવતા પાણીને જોવા માટે લોકો નદી કાંઠે ઉભા હોય અને છોકરાઓ નાહતા હોય . દેવરખી ભાઈ પણ પાણી જોવા માટે નદી કિનારે ઉભા હોય . પાણીમાં નાહતાં નાહતાં રતિલાલ ડૂબવા માંડ્યો . દેવરખી ભાઈએ આ દૃશ્ય જોયું . અને તેઓ પહેરેલે કપડે નદીમાં ખાબક્યા અને ડૂબતા રતિલાલને ઉચકી લીધો અને નદી કિનારે મૂકી દીધો .અને પોતે એમ ને એમ પલળેલે કપડે પાણી જોવા ઉભા રહી ગયા . એ નતો કપડાં બદલવા પોતાને ઘરે ગયા કે ન રતિલાલને લઈને એના બાપને સોંપવા અને બાપના મોઢેથી આભાર નો શબ્દ સંભાળવા રતિલાલને ઘરે ગયા .
ગામ લોકોએ રતિલાલના બાપ ધનજી ભાઈ ઉર્ફે પોલા ભાઈને કીધું કે આજ જો દેવરખીએ રતીયાને દ્બ્તો નો બચાવ્યો હોત તો રતીયો તણાઈ જવાનો હતો .
એક વખત જુણેજ ગામનો કડવો મેર કુતિયાણા નજીકના કોઈ ગામે પોતાના સગાને ત્યાં ભર ચોમાસે સગાને કોઈ કામમાં મદદ કરવા અથવા મહેમાન ગતી માણવા ગએલો . અને પછી જુણેજ પોતાને ગામ આવવા પાછો ફર્યો . સગાઓએ રોકાઈ જવા ઘણો સમજાવ્યો કેમકે કુતિયાણા પાસેની મોટી ભાદર ભરપુર પાણીથી વહેતી હતી .અને આ ભાદર અને દેશીંગા પાસેની નાની ભાદર કડવાને પાર કરવાની હતી .
કડવાને મૃત્યુ પોકારતું હશે એટલે કડવે કોઈનું માન્યું નહિ અને હાલતો થઇ ગયો . કડવો પહેરેલે કપડે મોટી ભાદરમાં પડ્યો અને નદી પાર કરી ગયો .અને પછી દેશીંગાને માર્ગે ચાલવા માંડ્યો . આ રસ્તે લગભગ ત્રણ માઈલ સુધી પાણી બહુ ઊંડું ન હોય બહુ બહુ તો ગળા સમાણું હોય . પણ પછી દેશીંગા આવે ત્યારે ત્યાની નાની ભાદર વેગવાળા પાણીથી વહેતી હોય . આવા પાણીમાં ઉતરવાનું જોખમ ભાગ્યેજ કોઈ લ્યે એક પ્રસંગ યાદ આવ્યો જે કહું છું . મયુર કન્ડોરીયાના દાદા વિરા ભાઈના બાપ કરસન ભાઈ કે જે મુજફ્ફર દરબાર નાં મિત્ર ભોજબાપાના દિકરા આ કરસન ભાઈ નદીકાંઠા નાં ખેતર ગએલા અને ઘેર પાછા આવવું હતું . પણ તેઓએ ભરપુર વહેતી ગાંડી તુર નદી ઊતરવાનું મૂર્ખાઈ ભર્યું સાહસ ન કરતાં બાવળના ઝાડ ઉપર ચડી જઈને ભૂખ્યા રહીને બે રાતો વિતાવી એક કાળો નાગ પણ જીવ બચાવવા કરસન ભાઈ બેઠા હતા , એ બાવળ ઉપર કારણ ભાઈથી નજીક બેસીને વિશ્રાંતિ લીધી . એ માણસ નોતો કે વિના કારણ કોઈને મારી નાખે . . કરસન ભાઈ પછી પાણી ઉતર્યું અને ઘર ભેગા થયા . આ પ્રસંગની વાત કરસન ભાઈ કરતા હોય કે હું નાગ બાપાને કહેતો હતો કે બાપા તમારે કરડવું હોય તો ખુશીથી કરડજો પાણીમાં બૂડી જઈને મરવા કરતાં તમારા ઝેરથી હું મારીશ એ મને વધારે ગમશે . આં આતો નાગ જેને હિંદુ લોકોએ દેવ ની કક્ષા માં મુક્યા છે એ વિનાકારણ કદી કોઈને વિના કારણ પજવે નહિ . અને આજ વિશ્વાસે હું નાગ દેવતાને મારા ખુલ્લા હાથ થી આસાની થી પકડી લઉં છું .
થાકેલો અને ભૂખ્યો કડવો દેશીંગાનાં નદી કાંઠે આવેલા પાદરીયા પીપરા પાસે નદી ઉતરવાના વિચારમાં ઉભો રહ્યો . નદીના આ કાંઠે પાણી જોવા ઉભેલા લોકોએ કડવાને કીધું કે થોડી વારમાં અમો હુડી વાળાને મોકલીએ છીએ એ તુને નદી પાર કરાવીને ગામમાં લઇ આવશે .હુડી એ ચાર તુમ્બડાને દોરડા વડે ગૂંથીને બનાવી હોય જેમાં વચ્ચે એક માણસ બેસે અને પોતાના પગની મદદથી પાણી તરે જે માણસને પાર ઉતારવો હોય એ માણસ હુડીના પાછળની દોરી પકડીને આવે પાણીમાં પગ પછાડતો પછાડતો . એનું જે સામાન હોય એ હુડી વાળો પોતાના માથા ઉપર મુકે અને એને એક હાથે પકડી રાખે અને બીજા હાથ અને બે પગ વડે પાણી કાપીને નદી કિનારે આવે .
પણ કડવો કોઈનું માન્યો નહિ . અને મગરૂરીથી બોલ્યો મોટી ભાદર તરીને હું અહી સુધી આવ્યો છું તો આ તમારી ભાદર્દી મને શું કરી શકવાની હતી .પણ કડવાને ક્યા ખબર હતી કે આ ભાદરડીજ તુને ભરખી જવાની છે .
કડવો નદીમાં ખાબક્યો નદી વચ્ચે આવ્યો . થાકેલો અને ભૂખ્યો કડવો ડૂબવા માંડ્યો આ ડૂબતા કડવાને દેવરખી ભાઈએ જોયો .પણ દેવરખી ભાઈ જેનું નામ એ કંઇ જાલ્યો રહે . ઇતો પહેરે કપડે કડવાને બચાવવા નદીમાં પડ્યા અને ડૂબતા કડવાને ઉચકી લીધો . અને મહામુસીબતે નદી પાર કરી રહ્યા હતા . પણ ઘભરએલો કડવો બચવા માટે વલખાં મારતો હતો . એ દેવરખી ભાઈનું માથું દબાવી એના ખભા ઉપર ચડી બેઠો . ક્યાં સવાછ ફીટ ઉંચો કડવો અને ક્યાં આ પાંચ ફીટ બે ઇંચના દેવરખી ભાઈ હવે દેવરખી ભાઈ ને ડૂબવાનો વારો આવ્યો . પછી ન છુટકે પોતાનો જીવ બચાવવા કડવાને પડતો મુકવો પડ્યો . અને માંડ દેવરખી ભાઈ બચી શક્યા। અને કડવો તણાઈ ગયો . બીજે દિવસે પાણી ઉતર્યું અને કળવાની લાશ ઠાકોરના તળ પાસે દેખાણી . જુણેજ કડવાના મૃત્યુના માઠા સમાચાર એના સગા વ્હાલાઓને આપવામાં આવ્યા . સગાઓએ આવીને ક્ડવાની લાશનો અગ્નિ સંસ્કાર કર્યો
आगाह अपनी मौतसे कोई बशर नही , सामान सो बरस्का पलकी खबर नहीं .
आगाह = जानकार बशर = मनुष्य