આતો ઘા ભેગા જીવડા .

મારા એક વણિક પુત્ર મિત્ર છે  .કે જે મને કોઈને મારે ઇંગ્લીશમાં કાગળ લખવો હોય તો લખી આપે છે  .હું એની પાસેથી અનાયાસે ઘણું શીખું છું  .આ એ મિત્ર છે કે જે પીતરી પાસે કતલ કરાવવા  રોકના નહિ અનેભાગી ગયા  ,એ વાતની આપને ખબર છે  . હું મિત્રોમાં  પીતરી વાળી વાત કરું તો તે બોલે  નાં હો હું નહિ  કોઈ બીજો હશે  ,તમે ભૂલી ગયા  , હું એને કહું કે આમાં તમારા માટે કશું ખરાબ નથી  . તમે તો સજ્જન કહેવાવ  કે હું છોકરીયુને લેપરા વેળા   દઉં છું  ,ત્યાં તમે ઉભા નથી રહેતા  .લોકો  મારા  ઉપર  ફિટકાર વરસાવે  કે તમારાં ધોળાંમાં  ધૂળ  પડી  તમારે  છોકરીઓને  આવાં  નખરાં   નો કરવા દેવાં જોઈએ  . પણ તમને તો લોકો સજ્જન કેવાના  .
તેમના કહેવા પ્રમાણે  કોઈ કશું કવેણ   કહી જાય તો ગુસ્સો ન કરવો  એમાં સામા માણસ કરતા  વધારે  તમને પોતાને નુકસાન થાય છે  .બીજું દુ :ખ  પણ લગાડવું નહિ  .એનાથી પણ પોતાની જાતને નુકસાન થાય છે  .પણ જો દુ:ખ ને નજીકજ જો નો આવવા દઈએ તો લાગે પણ નહિ અને  દુ:ખી   થવાય પણ નહિ  . હું એક વાત લખવાનો છું  ,એ વાત મેં એને કહેલી છે  .એ કહે  કે આમાં થોડી નબળાઈની વાત આવે છે પણ પાછી હોશિયારીની વાત આવે છે એટલે  તેને માઠું નહિ લાગે  , પછી તે મને પોતાનો દાખલો આપે કે  ઓલા ગપોડી ભાઈના  ગપ્પા  કોઈ સંભાળવા તૈયાર નથી  . એને મિત્રો મોઢા ઉપર કહે છે કે  તમો એ ને  એ  વાત હજાર વખત   કહો છો  તમને બીજું કઈ  આવડે છે કે નહિ  , હું એમ કદી  નથી કહેતો   હું એ વૃદ્ધ માણસનું દિલ તોડીને એને  દુ:ખી  કરવા  માંગતો નથી  ..એટલે એ મારા ઉપર ખુશ રહે છે  .
હવે હું એક વાર્તા લખું છું  .જે એ ભાઈ  કે જેણે  મને કીધું કે આ તમારી વાર્તામાં કોઈને  દુ:ખ   થાય એમ નથી  ,  પણ સાથે સાથે એવું પણ કીધું કે મેં  આ વાર્તા  કહેવાની તમને સલાહ આપી છે એવું મારું નામ  ન આપતા ,
એક વરસ ચૈતર  મહિનામાં  ધોધ માર વરસાદ પડ્યો  .નીચાણ વાળાં  ખેતરો અને ખાડા  ખાબોચિયાં  પાણીથી  છલો છલ  ભરાઈ ગયાં  . એટલે ગામના વણિક પુત્રોને   વિચાર આવ્યો કે  આવા ખેતરોમાં  કપાસ કે અનાજનું વાવેતર ન થઇ શકે  કેમકે  વૈશાખ મહિનાનો  ધોમ તડકો  એ વાવેતરને બાળી  નાખે  કેમકે આ વરસાદ ક્મોસમનો છે  . પણ જો  પાણી ઉતરી ગયા પછી  જો ચીભડાં    વાવ્યાં  હોય તો બરાબર જામે  . અને એવાત બધાને ગમી  એટલે  એમણે  આ  પાણી ભરેલા  ખેતરો વાળા  ખેડૂતને  એમાં વાવેતર કરવાની વાત કરી  . ખેડૂત બોલ્યો  અત્યારે વાવેતર કદી   થતું હશે ?   ખેતી કરવાનું  તમારું કામ નહિ  .  વાણીયા  બોલ્યા  .તમે અમને ખેતરમાં વાવવાની  છૂટ આપો  .કશું થાય તો ભલે નહીતર અમે સમજશું કે વેપારમાં ખોટ ગઈ  , બધાએ નક્કી કર્યું કે આવા માઠા  વરસમાં  ચીભડાં ના  પણ ચોર હોય એટલે જો કોઈ ચોરી કરવા આવે તો આપણે  મદદ માટે કોઈને બોલાવીએ તો રાજપૂત  ,ગરાસીયાના નામથી  બોલાવવા   બધી વાત નક્કી થઇ ગઈ  .
અને ચીભડાં  બરાબર પાક્યાં  એક રાતે ચોર આવ્યા  ગરમીની સીઝન  હોવાથી  બધા ઉઘાડે  શરીરે હતા  ,     જેના ખેતરમાં  ચોર ઘુસ્યા  અને પાકાં  પાકાં  ચીભડાં  પછેડીમાં  મુક્યાં   એટલામાં વાણીએ  મદદ માટે બુમ મારી કે એ છગન  સિંહ  સોલંકી  એટલે  ચોર ગભરાયા એને એમ થયું કે આતો ગરાસીયાના   ખેતરો છે  , એટલે  ચોર ભાગ્યા પણ ભાગતા  પહેલાં  એક ચોરે પાકા ચીભડાં  નો ઘા માર્યો  . રસદાર ચીભડું  ફસકી પડ્યું અને એના ગરભના લોચા અને બી શરીરે  ચાલવા માંડ્યા  વાણીયો ગભરાયો  એને એમ કે  મારા શરીરમાં ઘા ભેગા જીવડા પડી ગયા  . તે  ગરભના લોચા અને બીને  શરીર ઉપર રોકીને  દોડતો  ઘરે ગયો  .અને  એની વાઈફને ઉઠાડી  અને બોલ્યો  જલ્દી આવો મને ચોરે  માર્યો છે  એના એકજ ઘાથી માંસના  લોચા નીકળી ગયા અને મને ઘામાં જીવડા પડી  ગયા  .ઓય બાપા હું મરી ગયો એમ ચસકા  પાડવા લાગ્યો  . શેઠાણીએ એના દીકરાની વહુને  ઉઠાડી  અને કીધું જલ્દી દીવો કર  આ તારા  સસરા  ઘાયલ થઇ ગયા છે  , શરીરમાં    જીવડા પડી ગયા છે  . દીવો કરીને જોયું તો  શેઠના શરીર ઉપર ચીભડાંનો  ગર્ભ અને  બી હતાં   .   શેઠ બોલ્યા  હત્ત  તેરીકી  આ તો ચીભડાં  નો ઘા  એમાં હું  ઓલા   હિંમતલાલ  જોશી   બોમણ  ભાઈના જેવો  ઢીલો ઢફ  થઇ ગયો  .

2 responses to “આતો ઘા ભેગા જીવડા .

  1. pragnaju નવેમ્બર 19, 2014 પર 11:52 એ એમ (am)

    આ તારા સસરા ઘાયલ થઇ ગયા છે , શરીરમાં જીવડા પડી ગયા છે . દીવો કરીને જોયું તો શેઠના શરીર ઉપર ચીભડાંનો ગર્ભ અને બી હતાં . શેઠ બોલ્યા હત્ત તેરીકી આ તો ચીભડાં નો ઘા એમાં હું ઓલા હિંમતલાલ જોશી બોમણ ભાઈના જેવો ઢીલો ઢફ થઇ ગયો

    જાગીને જોઉં તો જગત દીસે નહિ
    ઊંઘમાં અટપટા ભોગ ભાસે
    ચિત્ત-ચૈતન્ય-વિલાસ તદ્રુપ છે
    બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે

    પંચ મહાભૂત પરબ્રહ્મથી ઉપન્યાં
    અણુ અણુમાં રહ્યાં તેને વળગી
    ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવા
    થડ થકી ડાળ નવ હોય અળગી

    વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ સાખ દે
    કનકકુંડળ વિશે ભેદ ન્હોયે
    ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં
    અંતે તો હેમનું હેમ હોયે

    જીવ ને શિવ તો આપ-ઈચ્છાએ થયા
    રચી પરપંચ ચૌદ લોક કીધા
    ભણે નરસૈંયો એ ‘તે જ તું તે જ તું’
    એને સમર્યાથી કંઈ સંત સીધ્યા

    • aataawaani નવેમ્બર 19, 2014 પર 4:54 પી એમ(pm)

      પ્રિય પ્રજ્ઞા બેન
      નરસિંહ મેહ્તો સાધારણ નોતો કરતાલ ,તંબુરો ,વગાડે ભજન ગાઈ અને ગાંડાની જેમ નાચે ફક્ત એટલોજ મર્યાદીત નોતો સમર્થ
      સુધારક હતો અને બ્રહ્મ જ્ઞાની જેવો પણ હતો એવું હું માનું છું ,

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: