હિંદુ શબ્દ સંસ્કૃત સાહિત્યમાં કોઈ ઠેકાણે જોવા નહિ મળે ,કેમકે તે પાછળથી આવેલો છે . પાશ્ચાત્ય વિદ્વાનોનું એવું કહેવાનું છે કે આર્ય (કોકેશિયન )પ્રજા હજારો વરસ પહેલાં મધ્ય એશિયામાં વસતી હતી . કાળે કરાદે તેની ટુકડીઓ થઇ .અને વિશ્વના જુદા જુદા વિસ્તારોમાં વસવાટ કરવા ગઈ .આર્યો મજબુત બાંધાના પડછંદ અને ગોરા રંગના હતા .હાલ જે વિસ્તારને રશિયા ,જર્મની ,પોલેન્ડ ,તરીકે ઓળખાય છે .એવા દેશોમાં પોતાના કુટુંબ સાથે હિજરત કરેલી .આ ક્રિયાને પરમેશ્વરની પ્રેરણા કહેવી હોય તો કહી શકાય .કેટલીક ટુકડીઓ ઈરાન,અફઘાનિસ્તાન .થઇ ખૈબર ઘાટ ઓળંગી ભારતમાં પ્રવેશી .આ વખતે પુરુષોની બહુમતિ હતી ,અને સ્ત્રીઓની અછત હતી .આ લોકોએ સિંધુ નદીની આજુ બાજુ વસવાટ કર્યો .આવખતે વેદ લોકોને મુખ પાઠ હતો .કેમકે તે વખતે કાગળની શોધ થેલી નહિ .જે થોડું ઘણું લખાતું એ ભોજ પત્ર નામે ઓળખાતી એક જાતના ઝાડના છાલ ઉપર લખવામાં આવતું ,મોટે ભાગેતો લોકો મુખપાઠજ રાખતા .આર્યોનો ભારતમાં વસવાટ થયો .
ત્યારે આલોકો સિંધુ નદીની આજુબાજુ વસતા આ વાતને સેંકડો કે હજારો વરસ થઇ ગયા હશે .ત્યારે ઈરાન અને અરબ જેવી પ્રજાએ સિંધુની આજુબાજુ વસ્તી આર્ય પ્રજાને હિંદુ તરીકે ઓળખ્યા ફારસી કે અરબી ભાષામાં “ધ “ના ઉચ્ચાર વાળો અક્ષર નથી , એટલે એ લોકો “ધ ” નો ઉચ્ચાર “દ ” કરે છે . અને બીજું એ લોકો” સ” નો ઉચ્ચાર “હ ” જેવો કરે છે . અત્યારે હાલ અમારી બાજુ ” સ ” નો ઉચ્ચાર” હ” જેવો કરે છે . મારા ઘરમાં હું અને મારા માબાપ અને અમારા સંતાનો “સ ” નો ઉચ્ચાર “હ ” જેવો કરીએ છીએ .હાચી વાત કરજે , હાચું બોલજે, વગેરે . એટલે સિન્ધુનો “હિંદુ ” થઇ ગયો . બીજું અરબી ભાષામાં અને ફારસી ભાષામાં ” થ” નો ઉચ્ચાર વાળો શબ્દ પણ નથી એટલે એને બદલે લોકો “ત ” નો ઉચ્ચાર કરે છે ,
એટલે અરબસ્થાન અરબને રહેવાનું સ્થળ એટલે ” થ ” નો ઉચ્ચાર ન હોવાને કારણે ” ત ” વપરાયો એટલે અરબસ્તાન .અફઘાનિસ્તાન , કઝાકસ્તાન , હિન્દુસ્તાન વગેરે અરબી ભાષામાં “પ ” નો ઉચ્ચાર પણ નથી થતો એટલે એને બદલે અરબો “ફ” અથવા “બ ” વાપરે છે . અરબોએ ઈરાન ઉપર આક્રમણ કર્યું . એટલે પારસીનું ફારસી થઇ ગયું .
વખત જતાં આર્યો ઘણી નદીઓ અને ફળદ્રુપ મૈદાન પંજાબમાં ફેલાઈ ગયા .અહી એ લોકોને ઘણી શાંતિ હતી .ઓછી મહેનતે ઘણું ઉત્પાદન થવા માંડેલું આ વખતે લોકોએ વેદ ના ચાર વિભાગ કર્યા ઋગ્વેદ ,યજુર્વેદ , સામવેદ ,અને અથર્વવેદ . શ્રુતિ ,ઉપનીષદો લખાણા .કાયદા કાનુન ની બુકો સ્મૃતિઓ જુદા જુદા ઋષિઓએ લખી ઘણી સ્મૃતિઓ ના સાચવણના અભાવે કે કોઈ બીજા કારણ સર નાશ પામી પણ એમાંની મનુસ્મૃતિ અને પરાશર સ્મૃતિ હાલ ઉપલબ્ધ છે . જુદા જુદા ઋષિઓએ પોત પોતાના અનુભવે પોતાની બુદ્ધિ પ્રમાણે શાસ્ત્રો લખ્યાં એવાં છ શાસ્ત્રો છે . ન્યાય વૈશેષિક ,સાંખ્ય , ઉત્તર મીમાંસા ,પૂર્વ મીમાંસા . એકનું નામ હું ભૂલી ગયો છું .એ આપ શોધી કાઢજો અને લખનાર ઋષિના નામ પણ શોધી લેવાની કૃપા કરશો .સાંખ્ય કપિલ મુનીએ લખેલું છે એ મને ખબર છે . દરેક શાસ્ત્ર જુદા જુદા ઋષિઓએ પોતાની બુદ્ધિ પ્રમાણે લખેલા હોવાથી દરેક શાસ્ત્રનું લખાણ એક બીજાને મળતું નથી . સાંખ્યમાં કપિલ મુની સૃષ્ટિના નિર્માણમાં પરમેશ્વરને વચ્ચે નથી લાવ્યા . પુરુષ અને પ્રકૃતિ તત્વોથી સૃષ્ટિનું સર્જન થયું છે .
એ સમયે લોકો માંસાહારી હતા . समांसो ईति मधु पर्क :
हरिणम् मांसं सुकोमलम् , वत्सरी भोजनं कृत्वा . ગાયોનું માંસ પણ નિ: સંકોચ ખાતા હતા . ઘોડાઓને યજ્ઞમાં હોમાતા અને અરબની જેમ ઘોડાનું માંસ પણ ખાતા હતા . હાલ ભારતમાં કુતરાઓને પણ ઘોડાનું માંસ નથી ખાવા દેતા એ માટે માન્યતા એવી છે કે કુતરા જો ઘોડાનું માંસ ખાય તો હડકાયા થઇ જાય .
ઉત્તર કે પૂર્વ એવા કોક મીમાંન્સમાં પ્રાણીને કેવીરીતે કાપવું એના અંગના કેવી રીતે ટુકડા કરવા વગેરે વાતો લખી છે .મનુસ્મૃતિમાં કેવા પ્રાણીઓ ખાવા યોગ્ય છે .અને કેવા પ્રાણીઓ ખાવા યોગ્ય નથી એની વિગત લખી છે .એમાં લખ્યા પ્રમાણે નાખ વાળા પ્રાણીઓમાં સસલાં .શાહુડી ,ઘો , કાચબો ,ખાવા યોગ્ય છે . પાલતું ભૂંડ ખાવા યોગ્ય નથી , પણ જંગલી સુવર ખાવા યોગ્ય છે . કુકડા પાળેલા નહિ પણ જંગલી ખાવા યોગ્ય છે . આવું બધું વાંચ્યા પછી .માંસાહાર ઉપર સૌ પ્રથમ ઈસ્વીસન થી આશરે 600 વરસ પહેલાં થઇ ગએલા તત્વ ચિંતક બૃહસ્પતિને તિરસ્કાર થયો . એને તો ચાલી આવતી તમામ વિચાર ધારાઓ ઉપર તિરસ્કાર થયો . એના કહેવા પ્રમાણે વેદ , ઉપનીષદો છ શાસ્ત્રો ભરોસો કરવા લાયક નથી .કેવળ મનુષ્યની બુધ્દ્ધીજ વિશ્વાસ પાત્ર છે .બૃહસ્પતિ માંસાહારનો સખ્ત વિરોધી હતો પણ પણ પ્રાણીને મારવાથી પાપ લાગે છે . એવું નો તો માનતો ,તેના કહેવા પ્રમાણે પાપ , પુણ્ય , સ્વર્ગ, નર્ક , જીવ આત્મા , પુનર્જન્મ .એવું કશુંજ નથી ચેતનવંતા શરીર થી ભિન્ન આત્મા નથી . બૃહસ્પતિનો મદદ ગાર એક લોકાયત હતો . તેઓએ એક બુક લખી જેનુંનામ ચાર્વાક દર્શન હતું .છે છ શાસ્ત્રોનું બીજું નામ દર્શન છે . બૃહસ્પતિએ પોતાની બુકને સાતમાં શાસ્ત્ર તરીકે જાહેર કરેલી . ગ્રીસમાં સોક્રેટીસ અને બૃહસ્પતિ સમકાલીન હતા એવું કહેવાય છે ,
આ સમયે કોઈ ધર્મનું યહૂદી જરથોસ્ત ઈરાકના કુર્દ ના ધર્મ યઝીદી નું અસ્તિત્વ હતું .
સમય જતા ક્રિશ્ચિયન વગેરે ધર્મો ઉત્પન્ન થયા . પણ ભારતના લોકોનું હિંદુ તરીકે પરદેશી લોકોએ નામ આપેલું એનો કોઈ બીજા ધર્મો જેવો ધર્મ નોતો તેઓ ધર્મનો અર્થ કર્તવ્ય સમજતા .જેમ પરદેશી લોકોએ ભારતમાં વસ્તી પ્રજાને હિંદુ તરીકે નામ આપ્યું અને તેનો કોઈએ વિરોધ ન કર્યો તેમ ભારતમાં વસતા લોકોના ધર્મ તરીકે હિંદુ નામ આપ્યું અને તેનો કોઈએ વિરોધ ન કર્યો .તેમ તેનું ધર્મ તરીકે પણ હિંદુ નામ આપ્યું .પરિણામ એ આવ્યું કે ભારતમાં રહેતા પણ જુદો ધર્મ પાળતા લોકોએ પોતે હિંદુ નથી .એમ કીધું અરે શીખ બુદ્ધ ,જૈન .વગેરે ધર્મ વાળા પણ કહેવા લાગ્યા કે અમે હિંદુ નથી અને એ વાત ખરી છે કે જો હિંદુ દરમ હોય તો પોતે તેમના નથી . ઈરાકમાં ત્રણ ધર્મના કુર્દ લોકો વસે છે। એ બધાનો ધર્મ જુદો જોડો છે પણ એ લોકો કુર્દ છે લેબનોનમાં કેટલાક ખ્રિસ્તી છે ‘ પ્રસીધ્દ્ધ ખલીલ જિબ્રાન નો ધર્મ ખ્રિસ્તી હતો પણ એ અરબ હતો .