Daily Archives: નવેમ્બર 10, 2014

રામ રાખે એને કોણ મારી શકે .

આ છબી પર 'ક્લિક' કરી સ્વ.ભાનુબાની ખુમારીને અંજલીરૂપ  સત્યકથા વાંચો

આ છબી પર ‘ક્લિક’ કરી સ્વ.ભાનુબાની ખુમારીને અંજલીરૂપ સત્યકથા વાંચો

આ મારી પ્રેમાળ પત્ની ભાનુમતી કે જેણે મને  મારી ગરીબી સામેના  ધિંગાણાંમાં  ખભે ખભો  મિલાવીને સાથ  આપ્યો   . અને અમેરિકા  આવ્યા પછી  મને  જલસા કરવામાં પણ   ખુબ   સાથ આપ્યો  .

img075 img074

મારાં પુ. માતુશ્રી  કે જેના ઉપદેશ થી  મને  મિલ્ટ્રીનાં   કુસંગની અસર  ન થઇ શકી  .

મારા પુ  .પિતાશ્રી  કે જેઓ મને  ડોક્ટર  ધોળકિયાની  ઓફિસે લઇ જવા  માટે મદદ કરેલી

હું જ્યારે મિલ્ટ્રીમાંથી  છૂટો થઈને ઘરે આવ્યો  . પછી  એકાદ વરસ પછી હું સખ્ત  બિમાર પડી ગયો  .બિમારીના કારણમાં મને એવો વહેમ પડેલોકે મારા ફેફસામાં રજકણ   ભરાઈ ગઈ  છે  .   અને એ કાઢવા  માટે  શ્વાસ  જોર જોરથી    ચાલે છે  , શ્વાસની  સાથે ક્યારેક ઉધરસ પણ આવતી  .આ બધું  સખત  ચાલતું હોવાથી  મારામાં નબળાઈ આવી ગએલી  એટલી હદે કે  મને કોઈક મદદ કરે તોજ હું પાણી  પેશાબ કરવા માટે જઈ શકું   ,આ વખતે મારા માબાપ  રાજકોટ રહેતાં તાં   ,રામકૃષ્ણ મિશનના  અમે પરિચિત હતાં  ,ત્યાના અધ્યક્ષ   સ્વામી ભુતેશાનંદ અને બ્રહ્મચારી વિભૂતિ મહારાજ  અમારા ખાસ પરિચિત હતા  જેમ સુરેશ જાની  મારા દીકરા છે   .એવો પરિચય  ઘણાને આપે છે  . એમ  વિભૂતિ મહારાજ  રાજકોટમાં  મારા  બાપાના દીકરા છે એવો પોતાનો પરિચય આપે   , રાજકોટમાં  એક બાવીસી  કરીને  એન્જીનીયર હતા  ,એમના નોકરને રહેવાની ઓરડીમાં  મારા માબાપને  રહેવાનો બંદોબસ્ત  વિભૂતિ મહારાજે કરી આપેલો  .
મને દેશીંગા(જ્યાં  અમે રહેતા  જ્યાં મારો જન્મ થએલો ,  ) માં   વ્યક્તિ દીઠ  પોત પોતાની આવડત મુજબ  દવા બતાવવા લાગ્યા  , એક માણસે  દારુ પીવાની સલાહ આપી  , અને મેં દારૂ પણ પીધો  , જીવવા  માટે માણસ  ગમે તે કરવા તૈયાર હોય છે  .દારૂ પીધા પછી પણ મારી શ્વાસની  તકલીફમાં  તલ માત્ર ફેર પડ્યો નહિ   . હું મારા માબાપ પાસે રાજકોટ ગયો  . મેં બાપાને કીધું  , વાલી  જણસ  વેંચીને પણ  મારી સારવાર કરો  , નહીતર હું મરી    જવાનો છું  .  બાપા  મને  એક પ્રસિદ્ધ  ડોક્ટર પાસે મને  લઇ ગયા   .  ડોક્ટરનું નામ હું આપવા માંગતો નથી   .ડોકટરે મારી નાડ   , છાતી  તપાસી  એક્સરે લઈને કે એવી   કોઈ બીજી  તપાસ કરેલી નહિ  . અને બાપાને કીધું  .આને ટિ  બી  છે  .  એ જમાનામાં  ટી  બી  એટલે  મૃત્યુનો સંદેશ   , આ સાંભળી  હું   એવું માનવા લાગ્યો કે   હું  હવે  ચોક્કસ મરી  જવાનો છું  .    ડોકટરે દવા લખી દીધી   ,બાપાએ  તુર્ત  દવા ખરીદી લીધી  . મેં ખાવાની શરુ કરી  દવા ખાધા પછી  મારો શ્વાસ પણ વધ્યો  , અને અશક્તિ પણ વધી  , બાપાએ  સ્વામી  ભુતેશાનંદને  મારી બીમારી વધી ગઈ એવી વાત કરી   . ભુતેશાનંદે   એક ધોળકિયા  ડોક્ટરનું નામ આપ્યું  .અને એને મને દેખાડવા ની વાત  કરી  , અને  સાથે સાથે એવી પણ વાત કરીકે  એ પૈસા વધુ લેશે  .પણ તમારા દીકરાને સારું થઇ જશે  . ખર્ચના પૈસા  અમે આપવા લાગશું   , બાપા મને  ઘોડા ગાડીમાં બેસાડીને  ધોળકિયાની  ઓફિસે લઇ ગયા   . એની ઓફીસના પગથીયાં  ચડવામાં  મારે કેટલાય  પોરા ખાવા પડેલા  .  ધોળકિયાએ  મને તપાસ્યો    બાપાએ  તેના પ્રશ્નોના  જવાબમાં  કીધું કે  મોટા ડોકટરે   આને  ટી  બી  છે  . એવું  કીધું  . ધોળકિયાએ  મને તપાસ્યા  પછી  કીધું કે  આને  ટી  બી  કહેનારો  ડોક્ટર  નથી પણ  ગધેડો છે.   ભાઈ ભાઈ   ડોકટરના આ વાક્યે  મારા   બુજાતા    જીવન  દીપમા પ્રકાશ   વધ્યો  . ડોકટરે અમને  કૃષ્ણ કનૈયાના  રંગનું  કાળું  પ્રવાહી દવા તરીકે આપ્યું   .અને  અમુક માત્રામાં  દરરોજ  પીવાનું કીધું  .અને એક અઠવાડિયા  પછી  પોતાને  મળવા  આવવાનું  કીધું  . મેં દવાનું સેવન ચાલુ કર્યું  . અઠવાડિયામાં  તો મને   ઘણો ફેર પડી ગયો હોય એવું લાગ્યું  .  હું ધોળકિયા ને મળ્યો  . મેં કીધું  હું તંદુરસ્તીની દિશામાં  આગળ વધતો હોઉં એવું લાગ્યું  . મારી વાત સાંભળી  ડોક્ટર બહુ ખુશ થયો   . એણે  બાપાને  કીધું  બાપા  હવે  આણે  મોતને ભગાડી દીધું   છે  .એટલે  તમે જરાય  નહિ કરતા   બાપાએ કીધું  એ શું ભગાડશે  ,  તમારી  દવાના  રામ બાણે   મૃત્યુ ને  ભગાડી દીધું  ,
થોડા મહિના  દવા ખાધા પછી  આ “હિંમત ” પાતાળ  માંથી  પાટુ  મારીને  પાણી  કાઢે એવો  જવાન થઇ ગયો  .અને  ધોલકિયો  અમારા કુટુંબ માટે  ધોરી ધજા વારો  દ્વારકાનો  નાથ થઇ ગયો  . આ વાતને  ઘણા વર્ષો વીતી ગયાં  મારા બાપા બીમાર  પડી ગયા  . બાપાએ કીધું  મને ધોળકિયા  પાસે લઇ જાઓ  .
शास्त्रो  तो  डॉक्टरोंको    देव अंश  कहते है  .
कोई कोई डॉक्टरों  बे मोत मार देते है  .
किसी  विद्वानने  कहा है की
वैद्य राज नमस्तुभ्यं  यम ज्येष्ठ  सहोदर
यमस्तु  हरते प्राणं त्वं तो प्राणाम धनानि च
खुदा  बचाए  हकीमोसे  वकिलोसे हमें
बचादे  बे वफाओंकी  ज़फाओंसे हमे      खुदा हाफ़िज़