

પરમેશ્વરે મનુષ્યોમાં જબરદસ્ત શક્તિ મુકેલી છે .પણ કોઈમાં વધુ તો કોઈમાં ઓછી હોય છે .આ શક્તિઓનો કઈ રીતે ઉપયોગ કરવો એ મનુષ્યના પોતાના હાથની વાત છે .પરમેશ્વરે મનુષ્યોને કેટલીક બાબતોમાં સ્વતંત્રતા બક્ષેલી છે .તેને પરાવલમ્બિત નથી રાખ્યા .પણ જેનામાં શક્તીજ નથી ,નિર્બળતા છે . તે કશું કરી નથી શકતો
अय आत्मा बल हिनें लभ्य એ સંસ્કૃત વાક્ય છે क़्म ज़ोरों की नहीं है दुनिया दुनिया ताकत वालो की .
બાળકોને પ્રેમ ખુબ આપવો .પણ ખોટાં લાડ લડાવવા ન જોઈએ ખોટાં લાડ બાળકોનું અહિત કરે છે . મા જનેતાનો દીકરા પ્રત્યેનો પ્રેમ અ વરણીય હોય છે મા દીકરા માટે જબરો ભોગ આપે છે .એના ઘણાં દૃષ્ટાંતો આપે સાંભળીયા હશે મેં તો ઘણા સાંભળિયા છે . છતાં પોતાના ચારિત્ર્યની રક્ષા માટે અથવા પોતાની ચારિત્ર્ય હીનતા છતી ન થઇ જાય અને પોતાની આબરૂ નો જાય ,એ માટે દીકરાનો ભોગ આપતા અચકાતી નથી . એના ઘણા દાખલા મેં સાંભળીયા આપે પણ છાપામાં વાંચ્યા હશે .
હું જુનાગઢ પાસેના બીલખા ગામમાં શ્રીમન નથુરામ શર્માના આશ્રમમાં સંસ્કૃત ભણવા મારા બાપાએ મુકેલો ,આ વખતે એક માણેક લાલ નાનજી ચંદારાણા નામના ટ્રષ્ટઈ આશ્રમમાંજ રહેતા હતા . મારા બાપા એને ઓળખાતા હતા . બાપાએ માણેક લાલ બાપાને વાત કરીકે મારા દીકરાને કથા વાર્તા લગ્ન ,નડતા ગ્રહોના જાપ કરી આપવા જોશ જોવો મૃતક પાછળ ગરુડ પુરાણ વાંચી આપવું એવી યજમાન વૃતિની ભણતર નથી ભણવી આવી યજમાન વૃતિ મારા પિતામહ કાનજી બાપાએ છોડીને બાબી દરબારની નોકરી કરવાનું પસંદ કરેલું .
મારા દીકરાને સંસ્કૃત સાહિત્ય .કાલીદાસ , ભભૂતિ , માઘ , વગેરેના કાવ્યો નાટકો શીખવા છે . યજમાન વૃતિ કરવા વાળા બીજા ઘણા બ્રાહ્મણો છે .
માણેકલાલ બાપાએ સંસ્કૃત ભણાવવા માટે બહુ ખુશી થઈને હા પાડી .મેં આશ્રમના ધારા ધોરણ પ્રમાણે સંધ્યા . દેવોની સ્તુતિઓ મહિમ્ન સ્તોત્ર જેવા સ્તોત્રો બહુ ઝડપથી શીખી લીધાં આ બધું હું એક દયારામ શાસ્ત્રી તરીકે ઓળખાતા ગુરુ પાસે શીખી લીધું . પછી મને એક પંડિત રઘુનંદન ઝા તરીકે ઓળખાતા બિહારના ન્યાય , વ્યાકરણ નાં આચાર્ય ની પદવી ધરાવતા વિદ્વાન ગુરુ પાસે ભણવા મુક્યો . ભારતમાં બિહાર ,બંગાળ , અને કાશ્મીરના બ્રાહ્મણો સંકોચ વિના માંસ અને માછલાં ખાય છે . અહી આશ્રમમાં આવું બધું ખાવાનું પંડિતજીએ બંધ કરેલું . બસ પછી લઘુ સિધ્ધાંત કોમુદી પંડિતજીએ મને ભણાવવાની શરુ કરી ,
नत्वा सरस्वती देवी शुध्धाम गुण्याम करोमि हम
पाणिनीय प्रवेशाय लघु सिद्धांत कौमुदी આ પંડિતજી પાસેથી હું ચાર્વાક દર્શનના લખનાર બૃહસ્પતિ વિષે ઘણું જાણ્યું .અને બીજું બીજું પણ હું એમની પાસેથી ઘણું શીખ્યો . હું પંડિતજીનો માનીતો થઇ ગએલો . મારા પ્રશ્નોથી એ બહુ ખુશ રહેતા . એક વખત એને વાત કરી કે એક વિધવા માનો વધુ પડતો લાડમાં ઉછરેલો દીકરો હતો .એ છોકરો જયારે પોતાની 13 વરસની ઉમર વટાવી ગયો .પછી એ માથાભારે થવા માંડ્યો માનું કહ્યું તો ન માને પણ માને મારી પણ લ્યે આ છોકરો જ્યારે પંદરેક વરસનો થયો ત્યારે એની માં એના ત્રાસથી વાજ આવી ગઈ અને એને ઘરમાંથી કાઢી મુક્યો .આ છોકરો કોઈના ખેતરમાં ઘુસી જઈ કાચું અનાજ . ઝાડ ઉપર ચડીને પક્ષીના માળા માંથી ઈંડાં , બચ્ચાં ખાઈને પેટ ભરી લ્યે અને રાત્રીના વખતે જ્યાં ત્યાં જમીન ઉપર સુઈ જાય . પહેરેલે કપડે સ્નાન કરી લ્યે .પછી થોડી રખડ પતિ કરે એટલે કપડાં શરીર ઉપરજ સુકાય જાય .
એક વખત એ પક્ષીના ઈંડાં કે બચ્ચાં ખાવા માટે ખજુરીના ઝાડ ઉપર ચડ્યો . ઝાડ ખાસ્સું ઊંચું હતું . આ છોકરાની જેમ પક્ષીનાં બચ્ચાં ખાવા માટે એક કાળો સાપ પણ ખજુરીના મથાળે ઠેઠ પહોંચી ગએલો . છોકરે આ સાપને જોયો એટલે એક પળનો પણ વિચાર કર્યા વિના એક હાથે ખજૂરી પકડી રાખી અને બીજા હાથે સાપને પકડીને નીચે જમીન ઉપર ફેંકી દીધો .
નજીકમાં એક ઝાડ નીચે ઓટા ઉપર એક સન્યાસી બેઠા હતા તેણે છોકરાને ઝાડ ઉપર ચડતો હતો ત્યારથી તેણે ઠેઠ સાપને નીચે ફેંકી દીધો . અને બચ્ચાના રક્ષણ માટે છોકરાને ચાંચો મારતા પક્ષીને પણ હાથની ઝાપટ મારી નીચે ફેંકી દીધેલું આ બધું દૃશ્ય ઝાડ નીચે બેઠેલા સન્યાસીએ જોએલું . છોકરો જ્યારે ખજૂરી ઉપર ચડતો હતો ત્યારે તેને સન્યાસીએ રોક્યો નહિ અને બધો તમાશો જોયા કર્યા . ખજૂરી ઉપરથી નીચે ઉતરી છોકરાએ સાપને હાથમાં અને લીધો સાપના માથાથી નીચેનો ભાગ ખાવા માંડ્યો ધરાઈ રહ્યા પછી સાપને દુર ફેંકી દીધો અને પક્ષી લઈને ચાલતો થયો . ત્યારે સન્યાસીએ તેને પોતાની નજીક બોલાવ્યો . છોકરો સન્યાસીની પાસે ગયો . અને પક્ષી નીચે મૂકી બે હાથ જોડી સન્યાસીને પગે લાગ્યો . સન્યાસીએ એને આવા કૃત્ય બાબત કંઇજ પૂછ્યું નહિ પણ તું ક્યા રહે છે . તારા માબાપ શું ધંધો કરે છે વગેરે બધું પૂછ્યું .સન્યાસીને છોકરાની હિંમત , સાહસ ,અને શક્તિ ઉપર બહુ માન થઇ ગયું .સન્યાસીને વિચાર આવ્યો કે આ છોકરાની અમોઘ શક્તિ ખોટી રીતે વેડફાઈ રહી છે .
છોકરાને કીધું તું મને તારે ઘરે લઇ જઈશ ? છોકરો બોલ્યો હું દુરથી મારું ઘર બતાવીશ પણ તમારી સાથે હું ઘરે નહિ આવું . જો હું ઘરે આવું તો મારી માસાથે ઝઘડો થઇ પડે . સન્યાસીએ છોકરાને આશ્વાસન આપતા કીધું કે હું તારી તરફેણ કરીશ અને તારી માને તારી સાથે કોઈ ગેર વર્તણુક નહિ કરવા દઉં સન્યાસીને લઈને છોકરો ઘરે ગયો મા કશું બોલે એ પહેલાં સન્યાસીએ તેને અટકાવી .અને સન્યાસીએ છોકરાને પોતાની સાથે લઇ જવાની માગણી ભણવા કરી અને તેને એક આશ્રમ માં કે જ્યાં ખાવા પીવાનું કપડા અને રહે વાની અને ભણવાની સગવડ છે ત્યાં હું એને મૂકી દઈશ .છોકરો પણ ખુશી થયો અને એની માં પણ ખુશી થઇ .વખત જતા છોકરો મહાન વિદ્વાન થયો . પા એ જોવા માટે નતો એની માં રહી કે સન્યાસી તેઓ આ સંસાર છોડી દઈને પરલોક જતા રહેલા .