ગુણીએ ધનિયાને પોતાને ન કાઢી મુકવા બાબત ઘણી વિનંતી કરી .છેલ્લે છેલ્લે પોતાના શરીરની ચામડી ઉતારડાવી .એમાંથી મોજડી બનાવી તુને પહેરવા આપું પણ મને ધક્કો મારી હડસેલીને ઘરમાંથી કાઢી ન મુક , ભલીયા સાથેનો મારો વર્તાવ તદ્દન નિર્દોષ હતો .પણ જેના ઉપર વહેમનું ભૂત સવાર છે એવો ધનીયો પોતાની વાત ઉપર મક્કમ રહ્યો .અને ગુણીને કાઢીજ મૂકી , ગુણી ઉપર જાણે આભ તૂટી પડ્યો . ક્યાં જવું શું કરવું ,એની કોઈ દશ ગુણીને સુઝતી નથી . રૂપ રૂપનો અંબાર જુવાની જેને આંટો લઇ ગઈ છે .એવી ગુણી કાળી અર્ધી રાતે ઘર છોડીને એકલી હાલી નીકળી .
વહેતી મેગળ નદીમાં માંડ ગોઠણ બૂડે એટલું પાણી છે .ગુણી નદી પાર કરીને સામે કાંઠે જતી રહી અને ચાલવાજ માંડી . ક્યારેક શિયાળ્યાની કિકિયારી તો ક્યારેક ધુળનો ઘૂઘવાટ ,ક્યારેક જરખનો ભૂતાવળના હસવા જેવો અવાજ સંભળાય છે આ સિવાય વગડો સુનકાર છે એવામાં ગુણીએ એક ઝાડ નીચે ભગવાં. વસ્ત્ર ધારી માણસને પોતાને ઓશીકે તાનપુરો મુકીને સૂતેલો જોયો .ગુણીના ચાલવાના અવાજથી એ સાધુ જેવો માણસ સફાળો ઉઠ્યો અને ગુણી પાસે ગયો . અને ગુણીને પૂછ્યું ,આવી કાળી મધરાતની રાતે એકલી જંગલમાં ક્યાં જાય છે ? ગુણી બોલી હું ક્યા જાઉં છું ,શા માટે જાઉં છું એની મને કંઈ ખબર નથી . ભગવાધારીએ ગુણીને ખાવા માટે થોડું કોપરું આપ્યું અને પીવા પાણી આપ્યું . પછી ભગવાં ધારી એ એક પગદંડી દેખાડી અને કહ્યું કે આ રસ્તે તું જા ખાસ્સું ચાલ્યા પછી એક સરખડીયુ ગામ આવશે ત્યાં તું જા ભગવાન બધાં સારાં વાના કરશે . એટલું કહી ભગવાં ધારી જતો રહ્યો . ગુણી એનો આભાર માનવા અને ચરણ સ્પર્શ કરવા ગઈ , પણ તે દેખાણો નહિ અલોપ થઇ ગએલો . ધાર્મિક વૃતિની ગુણીએ માન્યું કે મને માર્ગ બતાવવા સાક્ષાત નારદ મુની આવ્યા હશે , ગુણીએ અંતરિયાળ એક ખેતરમાં થોડી લીધી અને પછી ચાલવા માંડી , થોડી વારે સરખડીયું ગામ આવ્યું અને ચોરામાં જઈને બેઠી . થોડી વારે પુજારી આવ્યો , એણે પ્રાત: પૂજાની તૈયારી શરુ કરી પૂજારીએ ગુણીને જોઈ પણ એ વિષે કંઈ જાણવાની કોશિશ કરી નહિ किसीको क्या है कोई आबाद के बर्बाद रहे ,પણ વલ્લુ આઈ તરીકે ઓળખાતાં ગામનાં માનીતાં ડોશીમાં ગૂણી પાસે આવયાં અને ગુણીના ખબર અંતર પૂછ્યા અને પોતાને ઘરે લઇ ગયાં અને ગુણીને આશ્વાસન આપતાં બોલ્યાં દીકરી તું અમારે ઘરે શાંતિથી રહેજે કોઈ વાતે મુન્જાતી નહિ . ભગવાને દીધી અમારા ઘરમાં ગોઠણે ગોઠણે જુવાર છે , તું નાહી લે ત્યાં સુધીમાં મારો દીકરો અને તેની વહુ તારા સારું પહેરવાનાં કપડાં લઇ આવશે .કેવા રંગના લૂગડાં તુને ગમે ? આઈ મારામાં હવે ગમા અ ગમા જેવું કંઈ રહ્યું નથી . પણ હવે મારા સારુ ધોરાં વસ્ત્ર લઇ આવજો . થોડા વખતમાં ગુણી વિશેની વાત આખા ગામમાં અને આજુબાજુના ગામ કડાયું ,જુથાર ,જાનડી . ઘૂંઘ ટી , વાંદર વડ , ચુલડી , વગેરે ગામોમાં ફેલાઈ ગઈ . લોકો ગુણીને કોઈ દેવીનો અવતાર સમજવા લાગયાં અને ગુણીનો ચરણ સ્પર્શ કરી ચરણ માં પૈસા ધરવા લાગ્યા . ગુણીએ અને વલ્લુ આઇએ પૈસા સ્વીકારવાની ના પાડી દીધી અને ખડકી ઉપર બોર્ડ લગાવ્યું અને એમાં મોટા અક્ષરે લખ્યું કે કોઈએ પૈસા કે કોઈ જાતની વસ્તુ ભેટ આપવાની , નથી .
આ બાજુ ધનીયો ગુણીના વિયોગમાં જુરવા લાગ્યો .એને હવે એમ લાગવા માંડ્યું કે ગુણી કોઈ પુરુષ સાથે યોગ્ય વહેવાર કરે એવી નથી . અને ભલીયો મિત્ર તો મારો ગાઢ મિત્ર એની સાથે તે કદી અઘટિત સબંધ બાંધે નહિ .અને એવી રીતે ભલીયો પણ ગુણી સાથે દુર વ્યહવાર કરે નહિ . તે છતાં તે ભલીયાને મળ્યો . અને તેને પગે પડીને વિનંતી કરી કે તું મારે ઘરે રાત રોકાણો ત્યારે તારી સાથે ગુણીએ કેવો વહેવાર રાખ્યો એ મને એક તારા ગાઢ મિત્ર તરીકે સત્ય વાત કહી દે ભલીયો બોલ્યો તે દેવીજેવી ગુણીને ઓળખવામાં થાપ ખાધી , ગુણીએ મારું એક પ્રેમાળ બેન કરે એવું સ્વાગત કર્યું હતું પછી ધનીયો ગુણીને ગોતવા નીકળ્યો . કોઈએ એને વાવડ દીધાકે એક સાધ્વી બાઈ સરખડીયા ગામમાં આવી છે . એ થયું થવું અને થશે એ બધું સચોટ કહે છે . તું એને મળ તે ગુણી ક્યા છે એ કહી દેશે અને તે પૈસા કે એવી બીજી કોઈ ભેટ સ્વીકારતી નથી , ધનીયો સરખડીયા ગયો . દેવી માતા તરીકે સાધ્વીને મળ્યો . અને ચમત્કાર થયો ,એ સાધ્વી એજ ગુણી હતી . હવે ધનિયાને સંસાર ઉપર વૈરાગ્ય આવી ગયો , એની ગુણી પ્રત્યેની દૃષ્ટિ બદલાઈ ગઈ ગુણીમાં હવે એને જગદંબા નું રૂપ દેખાણું અને તે ગુણીના સતત સંપર્કમાં રહેવા માટે વલ્લુ આઈનો ખેતી કામનો નોકર બનીને તેને ઘરે રહેવા લાગ્યો ,
શિખામણ એ લેવાની કે કોઈ પણ જાતનું પગલું ભરતાં પહેલાં ખુબ વિચાર કરવો , બોલો ગુણી આઈનો જય ,,AC