Daily Archives: નવેમ્બર 4, 2014

टेडी जान शंका सब काहू वक्र चन्द्रको ग्रसे न राहु વાંકો રેજે વાલમા વાંકે આદર હોય વાંકા વનના લાકડાં ઈનાં પાટિયાં ન પાડે કોઈ .

મારા પરમ સ્નેહી બ્લોગર ભાઈઓ અને બહેનો ,ગઈકાલે મારાથી વધુ પડતી કસરત થઇ ગઈ ,કસરતમાં મેં મારા બેક યાર્ડમાં એક સુકાઈ ગએલી લીંબુડીના ઝાડને મૂળથી ઉખેડી નાખ્યું .પણ તમે ધારશો એટલી સખત મહેનત નોતી કરવી પડી .પણ એનાં મૂળિયાં અર્ધાં પર્ધાં સડેલાં હતાં .એટલે કોદાળીથી ખોદવામાં બહુ મહેનત નોતી પડી .બીજું એક નડતા લીલા ઝાડની ડાળીયો કાપવી પડી .પણ આ બધું કામ કરતાં મને ત્રણ કલાક જેટલો સમય સહેજે થઇ ગએલો .તમને એમ થશે કે મેં કામ કરતાં પહેલાં હેલ્થી નાસ્તો કર્યો હશે , ના ના કામે વળગતાં પહેલાં મેં ફક્ત એક કપ મોસંબીનો રસ પીધેલો .
પણ પછી આખું શરીર દુ :ખતું હતું . અને रातेँ जो हमने काटी करवट बदल बदल के એટલે આજે બહુ મહેનત કરવાની હિંમતને હિંમત નથી થતી એટલે આ લખાણ બ્લોગ માટે લખું છું . कॉमेंट दे उसका भी भला ना दे उसका भी भला દેશીંગામાં રૂખડ ભારથી બાવો પોતાની પત્ની અને દીકરાઓને નજીવી વાત માટે લાકડી થી મારતો ઓલી કહેવત છે કે “નબળો માટી બાયડી પર શૂરો “આ રૂખડ ભાઈ મને અને મારા મિત્ર રુઘાને વહેલી સવારે કાતિલ ઠંડીમાં ધ્રુવની જેમ તપ કરવા જતા અટકાવીને ઘર ભેગા કરેલા .
મારી માની ધ્રુવની તપ કરવાની ધાર્મિક વાતો સાંભળી મને તપ કરવાની પ્રેરણા થએલી ,
રૂખડ ભાઈને પ્રથમની સ્ત્રીથી એક કરણ નામે દીકરો થએલો પછી રૂખડ ભાઈએ બીજી પત્ની કરેલી જે ભૂરા નામના દીકરાને આંગળીયાત તરીકે લાવેલી .આંગળીયાત નો અર્થ કેટલાક ભાઈઓ અને બહેનો કદાચ નહિ સમજ્યા હોય ,અકબર બાદશાહ પણ આનો અર્થ નહિ સમજેલો એની જરા ભેગા ભેગી તમને વાત કરી દઉં અકબર એક વખત ઉદાર ,પ્રેમાળ , નિખાલસ ,ભોળિયા ,નીડર , પટેલો ઉપર બહુ ખુશ થઇ ગએલો ,એને વિચાર આવ્યો કે જો પટેલો સખત મહેનત કરીને અનાજ નો ઉગાડતા હોત તો પ્રજાને ભૂખે મારવાનો વારો આવત કહેવત છે કે “કણબી વાહે કરોડ પણ કણબી કોઈ વાહે નઈ” એટલે પટેલની ખેતી મહેનત ના પ્રતાપમાં કરોડો માણસો નભે પણ પટેલનો દીકરો ભગવાન સિવાય કોઈ થી ડરે નહિ .
એટલે અકબરને પટેલોની કદર કરવાની ઈચ્છા થઇ, અને એ માટે એણે એક પટેલને તેડાવ્યો . પટેલ ગયો સાથે એક છોકરાને પણ લેતો ગયો .અકબરે છોકરાને જોઇને પટેલને પુચ્છ્યું આ છોકરો તમારો દીકરો છે .પટેલ કહે મારો દીકરો નથી પણ મારો આંગળીયાત છે . હું આંગળીયાત એટલે શું એ હું સમજ્યો નથી . એટલે મને તમે વિગત થી સમજાવો . નિખાલસ અને સ્પષ્ટ ભાષી પટેલે દાખલો આપ્યો અને બોલ્યા .કે તમારો બાપ હુમાયુ મરી જાય પછી તમારી મા મને ઘર્ઘે એટલેકે મારી સાથે લગન કરે અને તમને સાથે લઇ આવે એટલે તમે મારા આંગળીયાત કહેવાવ ,પછી અકબરે પટેલને જલ્દીથી વિદાય આપી .
રૂખડ ભાઈ કરણને ખુબ મારે કરણ સરળ સ્વભાવનો કહ્યાગરો દીકરો હતો .પણ નજીવી વાત માટે એને રૂખડ ભાઈના ક્રોધના ભો બનવું પડતું .”જેમ આંતર્યું બિલાડું વાઘ થાય ” એમ કરણને એક દિવસ ગુસ્સો ચડ્યો ,અને સત્તર વરસના કરણે રૂખડ ભાઈ પાસેથી લાકડી આંચકી લીધી અને તેની ગરદન પકડી દુર હડસેલી દીધા . કરણને એટલો સારો કહેવો પડે કે એણે રૂખડ ભાઈને માર્યા નહિ . પણ એટલી ચેતવણી આપી કે હવેથી ઘરમાં મારી માને (નવીમા )કે કોઈને મારવાના નહિ . જો કોઈને મારશો તો હું તમને લાકડીનો માર મારીશ . રૂખડ ભાઈ સીધા દોર થઇ ગયા . બોલવામાં પણ નરમાશ આવી ગઈ . હવે મારાં સ્વર્ગસ્થ મા બાપને પણ થોડા યાદ કરી લઉં અને આપ સહુને મારા એક પ્રકારના સ્વભાવની પણ જાણ કરી દઉં .મારા બાપા મને ખુબ મારતા અને ગુન્હેગારને પણ ખુબ મારતા . જયારે મારી માને કદી ટાપલી પણ અડાલેલી નહિ એવું મારી મા ઘણી વખત કહેતી .
એક વખત મારા કાકાએ મને મારી મા સમાણી ગાળો આપી મને ભયંકર ગુસ્સો આવ્યો .પણ હું તાત્કાલિક ઉશ્કેરાયો નહિ , પણ મનમાં નક્કી કર્યું કે આવા માણસ ને જીવવા દેવાય નહિ . આ વખતે મારી ઉમર 16 વરસની હતી . હું અર્ધી રાતે હથિયાર લઈને ઉપાડ્યો .હળવેકથી કાકાના ઘરની ખડકીનું બારણું ખોલી અંદર ગયો ,કાકા ભર ઊંઘમાં પડખા ભર સુતા હતા . મેં મારા સુતેલા કાકા ઉપર એક ઘા કર્યો કાકા મુખમાંથી ભગવાનનું નામ નીકળ્યું અને મને મારી માનો ઉપદેશ કામ કરી ગયો .અને હું વધુ ઘા મારતા અટકી ગયો .હું ઘરે ગયો હથિયારને ધોઈને સંતાડી દીધું . થોડી વારે મારા બાપા મારા કાકાને લઈને ઘરે આવ્યા મારી માએ કાકાના જખમમાં ધૂહ ને મીઠું ભર્યું . અને પાટો બાંધ્યો .અને પોતાના ભાન વગરનું બોલનાર દિયરની સારવાર આદરી અને મારનાર ઉપર ગાળોનો વરસાદ વરસાવવાનું શરુ કર્યું . અને મારા બાપાએ પ્રતિજ્ઞા કરીકે મારા ભાઈના મારનારની ઓળખ થશે તો હું એને મારી જાતે મારી નાખીશ . થોડા દિવસ પછી મેં મા આગળ સાચી વાત કરી દીધી . અને માએ ભયંકર ગાળો દેવાનું બંધ કર્યું .અને હળવી ગાળો દેવાનું ચાલુ રાખ્યું .પછી માએ બાપાને ભાઈના મારનાર વિષે સત્ય વાત કરી સાંભળીને બાપા ધ્રુજી ઉઠ્યા . બાપની પ્રતિજ્ઞા વાળું પાણી સુકાઈ ગયું . તે દિવસથી બાપા મારી સાથે માર મારવાનું તો ભૂલી ગયા ,પણ તાણી ને બોલવાનું પણ ભૂલી ગયા . આ વાતની કાકા મરી ગયા ત્યાં સુધી એને ખબર નોતી પાડવા દીધી અને કોઈને પણ મા અને બાપા સિવાય કોઈને વાત નોતી કરી અને હવે આ વાત બ્લોગમાં પુગી ગઈ , પણ આને કારણે મિત્રોને મારા ઉપર અભાવો આવશે .પણ દોસ્તો અત્યારે મારામાં બહુ ફેરફાર થઇ ગયો છે . થઇ રહ્યો છે वो हालते सर गुजस्त .