Daily Archives: નવેમ્બર 9, 2014

મેમાનુંને માન દલ ભર દીધેલ નૈ ઈ મેડીયું નૈ મહાણ સાચું સોરઠીયો ભણે

મેમાનોનું સ્વાગત કરવા માટેનું એક ભજન જે પદ્મ શ્રી દુલા ભાયા કાગે બનાવ્યું છે  .એ હું આપના વાંચવા  માટે લખું છું  अतिथि देवो भव
હેજી તારે આંગણીયે  કોઈ આશા કરીને આવે તો આવકારો  મીઠો આપજે રે જી
હેજી તારે કાને કોઈ સંકટ  જો તો બનેતો થોડાં કાપજે રે જી
માનવીની પાસે કોઈ દિ માનવીનો આવે રે
તારા દિવસો જોઇને  દુખિયારા આવે રે    …આવકારો
વાત એની સાંભળી તું આડું  નવ જોજે રે
એને માથું તો હલાવી હોંકારો તું દેજે રે  ..આવકારો
“કાગ ” એને પાણી પાજે  સાથે બેસી ખાજે રે
એને  ઝાંપા  સુધી વળાવવા  તું જાજેરે   …આવકારો
હવે આપને  ધતુરા ફૂલ શ્રી  આતા એક ભજન વાંચવા આપશે  ,
આ ઈલ્કાબ  એમને  શ્રી સુરેશ જાની એ આપ્યો છે  .
એક વખત  સુરેશ જાની આતાના  માનવંતા  મેમાન બન્યા   . શરૂઆતમાં  એમને એવો વિચાર આવેલો કે  હું આતાનો દીકરો થઇ જાઉં   , એ આશાએ કે   આતા મરી  જાય  ,  ત્યારે  કઈ માલ મિલકત  હોય તો મને વારસદાર તરીકે  મળે   , પછી એણે આતાનું બેંક બેલેન્સ તપાસ્યું  . જોયું તો એમાં થોડાકજ પૈસા  પછી એણે આતાને પૂછ્યું  . આતા આટલા પૈસામાં તમે ઘર વહેવાર  કેવી રીતે ચલાવો છો ? એટલે  આતાએ એને  બીલ બતાવ્યાં  . બહુ થોડાકજ  પૈસાનાં   બીલ   પછી આતાએ સમજણ પાડી  , કે હું  ટી વી  જેવાં ઈલેક ટ્રીક ઈલેકટ્રીકનાં   સાધનો  વાપરતો નથી   .ઠંડે પાણીએ સ્નાન કરું છું    . રસોઈ ભાગ્યેજ કરું છું  . સીરીયલ  .બદામનું દૂધ,  બ્રેડ  , લેટ્સ  પીનટ બટર  ,મોસંબી વગેરેના રસ  ભૂરી ખાંડ   વગેરેનો આહાર કરું છું  . મીઠું  ,મરચું  , કે  એવો કોઈ મસાલો વાપરતો નથી  .   અને મારું ઘર  ચુડેલો રાસડા લ્યે એવું  ,   આવું સાંભળિયા પછી  અને જોયા પછી , સુરેશને થયું કે  આ માણસ ની તો દીકરો થઈને  સેવા કરીને પુણ્ય કમાવા જેવું છે  . એણે આતાને પૂછ્યું   . આતા આ  તમારી ચોપડીયો  , કાપ કૂટ કરવાના સાધનો   બધાને  વ્યવસ્થિત  કરી દઉં  ? આતા બોલ્યા  તો તો  તારી ભલાઈ મારા બાપ  .  અને સુરેશ  એન્જીનીયર  માણસ  એણે તો   એવું સરસ બધું  ગોઠવી દીધું કે  આતા હજી યાદ કરે છે  . ઓલિયું ચુડેલું  રાસડા   લેતીયું  એવું ઘર હતું ઈ  નવદુર્ગા  ગરબે રમવા  આવે ઈ વું  કરી દીધું  . સુરેશે તો  .
તો હવે આતાનું ભજન  વાંચો  , અતિથી  તો ઠગ પણ હોઈ શકે  એના માટે  શું કરવું જોઈએ  તો વાંચો  આતા ભજન
હેજી તારે આંગણિયે  કોઈ ધુતારો  ચડી  આવે તો  ઊભવા  ન દેજે   આંગણે  રે જી
હેજી તુને ભોળવીને  વાતું કઢાવવા  કોઈ આવે તો વેળાસર ઈને  કાઢજે  રે  જી
કેમ તું અહી આવીયો છો એવું ઝટ  પૂછજે રે
ઈને  વધારે બોલવાનું બંધ  કરી દેજે રે ..ઉભવા
વાત ઈની સાંભળવામાં  ધ્યાન નવ દેજેરે
ઈની બોલતી  જીભડી ને  બંધ કરી દેજે રે    ઉભવા
ભાગ નળે પાણી પીજે  લોજે જઈને જમજેરે
માર ખાધા વિના  ઘર ભેગો થાજે રે   … ઉભવા
“આતા ” કહે આ દુનિયામાં  ધુતારા  વસે ઘણા રે
એવાની ધોકો  લઈને વાહે  પડી જાજે રે   …ઉભવા
બધિયુય  બેનું અને ભાઈયુંને   આતા  નાં  રામ રામ