Daily Archives: નવેમ્બર 7, 2014

बढ़ती रहेगी बूत परस्ती जब तलक इंसान है होती रहेगी बूत परस्ती जब तलक ईमान है

animated-snakes

લાગણી શીલ દયાળુ લોકોને ધાર્મિક ક્રિયાઓના નામે જે પશુ હિંસા થતી હતી  .એ જરાય પસંદ નોતું  અને એનો સખ્ત  વિરોધ પણ  થતો હતો  .પણ બહુ મતિ   પશુ હિંસાની  તરફેણમાં   હતી  .બૃહસ્પતિએ  માંસાહાર  વિરોધ  પડકાર ફેંકેલો  .પણ એની અમુક વાતો લોકોને ગળે ઉતરે એવી નોતી   જેવીકે  -પાપ કે પુણ્ય  એ  નથી  .સ્વર્ગ કે નર્ક જેવું કોઈ સ્થળ નથી  .તેમજ મૃત્યુ પછી માણસ  ફરીથી જન્મ લે છે  .એવી વાતો વાહીયાત  છે કેમકે મૃત્યુ પછી શરીરનો નાશ થઇ જાય છે  . જીવ ,આત્મા , મોક્ષ  . એ બધી મન બહેવલાવવાની  વાતો છે  . આવાં ઘણાં  ઉદાહરણોને  લીધે  બૃહસ્પતિ  લોકોનો  શત્રુ બની ગયો  .એણે લખેલી બુક  અને એને પોતાને   ઉશ્કેરએલી પ્રજાએ   મારી નાખેલો અને એની બુકને સળગાવી દેવામાં આવેલી  ,પ્રજાના  કહેવા પ્રમાણે  બૃહસ્પતિની બુક અને એના પોતાના સીધ્દ્ધાન્તો લોકોને  ગૈર માર્ગે દોરનારા છે  . લોકોની દલીલ હતી કે  જો માંસાહાર ન કરવામાં આવે તો  પશુ પંખી એટલાં બધાં વધી જશે કે  મનુષ્યોને  પૃથ્વી ઉપર રહેવાની જગ્યા નહિ મળે  .બૃહસ્પતિનો એવો જવાબ હતો કે  વસ્તી વધારો અટકાવવા માટે હિંસક પશુઓ અને રોગ  ચાળો છે  .એટલે માંસાહાર કરવા માટે  તમારે પશુઓનો નાશ કરવાની જરૂર નથી  .તમને નુકસાન કરતા પ્રાણી  કે    ઝાડ પાનનો   નાશ કરવામાં વાંધો નથી  .  આવી વનસ્પતિ કે  પ્રાણીનો  નાશ કરવાથી પાપ લાગશે  તો મર્યા પછી હું નરકમાં  જઈશ એવો ભય રાખવાની  જરૂર નથી કેમકે  પાપ , પુણ્ય , સ્વર્ગ કે નર્ક  જેવું  કંઈ  છેજ નહિ  .
આવી વાતોને લીધે બૃહસ્પતિ લોકોમાં અપ્રિય  થઇ પડેલો  .બૃહસ્પતિ પછી  બુદ્ધ  અને જૈનાચાર્યો આવ્યા  . એણે  સ્વર્ગ નર્ક  પાપ પુણ્ય   જીવ આત્મા  મોક્ષ  વગેરે છે  .એવી વાત  કરી   .એ લોકો પરમેશ્વરનું અસ્તિત્વ  સ્વીકારતા નથી  .   છતાં  એ લોકોના સિદ્ધાંતો  જીવ્યા ખરા   જૈન  ની આકરી તપસ્યા ની વાતો લોકોને બહુ પસંદ ન પડી એટલે એનો બહુ ફેલાવો ન થઇ શક્યો  .તપસ્યા એટલે સુધી આકરી  કરી કે સાધુઓએ  પોતાના વાળ પણ  ખેંચીને કાઢી નાખવાના  પ્રવાસ કરવો તો ચાલીને કરવો  .ત્યાગ પણ એટલે સુધી કરવાની વાત કરી કે સાધુઓએ    કપડાં પણ પહેરવા નહિ   તદ્દન નગ્ન રહેવું  .  ઘણા ધર્મોમાં  અનેક ફાંટા ફૂટેલા છે તેમ જૈનોમાં એક દિગંબર સંપ્રદાય છે  .જેની એક વિશાળ  કદની મૂર્તિ  કે જે ગૌતમ  શ્રવણ  નામે ઓળખાય છે  .અને તે આંધ્ર પ્રદેશમાં  છે  .
ફિનિક્ષ એરિઝોના અમેરિકામાં  એક નવું જૈન મંદિર બન્યું છે  .તેમાં એક મૂર્તિ નગ્ન છે  .
ગૌતમ  બુદ્ધે  તપસ્યા કરી જોઈ  પણ  એને  જયારે એ પીપળાના  ઝાડ નીચે બેસીને તપ કરી રહ્યા હતા  ત્યારે એના વિચારોમાં એકએક પલટો આવ્યો  .એને એવું લાગ્યું કે  પોતાના શરીરને કષ્ટ આપવું એ વ્યાજબી નથી  .પછી એણે તપ કરવાનું છોડી દીધું  .તેણે  તો  એટલે સુધી કીધું કે  જેને પોતાના શરીર ઉપર દયા  નથી  એ બીજા ઉપર દયા ન કરી શકે  .
બુદ્ધની   તપસ્યા કરતી  વખતની એક અલભ્ય  ધાતુની મૂર્તિ  લાહોર (પાકિસ્તાન )  ના મ્યુઝીયમમાં  છે  .
ભારતના વિદ્વાનોએ  બુદ્ધને  વિષ્ણુના નવમાં  અવતાર તરીકે   ગણ્યા  .પણ સાથે સાથે એવો પ્રચાર પણ કર્યોકે  બુદ્ધના સિદ્ધાંતો  પ્રજાને માયકાંગલી બનાવશે  . એટલે  બોધ્ધને  દેશવટો મળ્યો  .આમાં પણ  પરમેશ્વરનો  કૈંક  સંકેત હશે  એટલે  ભારત  બહાર ઘણા દેશોમાં  બોદ્ધ ધર્મ ફેલાઈ ગયો  .ભારતમાં એક સમયે બોદ્ધ ધર્મી રાજા અશોક થયો એણે  ઠેક ઠેકાણે  બોદ્ધ ધર્મના સિદ્ધાંતો  પત્થર ઉપર કોતરાવેલા છે  . જેમનો એક પત્થર  ગુજરાત રાજ્યના  ગામ જૂનાગઢમાં છે  .