અન્સોળિયું , જેને ઇંગ્લીશમાં વોર્મ કહે છે .સોરઠ જીલ્લામાં સર્પોલીયું કહે છે .તે બહુ નિરુપદ્રવી જીવડું છે એટલુંજ નહી તે ખેતીવાડી માટે જમીન પોચી કરનારું કુદરતી હળ છે . પણ એનો ઉપયોગ માછ્લીયું પકડવા માટે પણ કરાય છે . કેવી રીતે ? તેને ધારદાર હુકમાં ભરાવીને પાણીમાં નાખે એટલે એ ખાવા માટે માછલી આવે અને એ માછલીના જડબામાં ભરાય જાય . એટલે ફીશીન્ગના શોખીન કે જેણે હુક સમુદ્ર , સરોવર , કે નદીમાં નાખી હોય તે માછલી કાઢી લ્યે અને પોતાના ટોપલામાં મુકે . નાની કે ખાવામાં અગવડ આવે એવી માછલીને હુક્માંથી કાઢી પાણીમાં પાછી નાખી દ્યે .
એક વખત હું ટામ્પા ફ્લોરીડા મારા પોત્ર રાજીવને ઘરે ગયો .એક દિવસ મને રાજીવે કીધું કે આજે હું ,મારો કાળો દોસ્ત ( સોરઠમાં નીગ્રોને સીદી બાશ્શા કહે છે .)અને એની વાઈફ ફિશિંગ કરવા જવાના છીએ અને તમને સાથે લઇ જવાના છીએ .
અમેરિકામાં ફિશિંગ કરવા માટે લાયસન્સ લેવું પડે છે . मेरी पास तो राम नामका लायसन्स था .અમે સહુ ફિશિંગ કરવા ગયા . થોડાં અણસોલીયાં ખરીદ્યાં . રાજીવે મને શીખવાડ્યું કે જો હુકમાં માછલી ફસાય તો પાણી ઉપર હુક વાળી દોરી છે એ હલવા તે માંડશે એટલે તમારે ગરગડી કે જે હુક વાળી દોરી માટે હોય છે ફેરવવી એટલે માછલી ઉપર આવી જશે .એટલે તમારે હુક્માંથી માછલી કાઢી લેવી .
આ વખતે મને થયું કે અભાગ્યું અણ સોલીયું માછલીને કહેતું હશે કે में मरता हुँ तेरे लिए लेकिन तुम नहीं मरना मेरे लिए बहार खड़े सब तेरे लिए . મતલબકે મને આ લોકોએ તુને ફસાવવા માટે હુકમાં પરોવ્યું છે . માટે તું મને ખાવા માટે હડી નો કાઢતું કેમકે બહાર જે લોકો ઉભા છે એ તારી વાટ જોઈનેજ ઉભા છે . તે લોકો તુને શેકીને ખાઈ જવાના છે . અમે ફિશિંગ કરવા માટે આખો દિ પાડ્યો . એમાં ફક્ત મારી હુક્માંજ માછલીયો ફસાણી એ પણ એક બે નહિ ચાર માંછલિયો . સીદીની હુકમાં એક શખલું ફસાણું એ શંખ્લાને હુક્માંથી કાઢીને પાછું પાણીમાં નાખી દેવા જતો હતો મેં એને ર્ક્યો અને શંખ્લું મેં લઇ લીધું . પરમેશ્વરે એવીતો શંખનાં રક્ષણ રચના કરી હોય છે કે શંખ ઘડીકમાં તૂટે નહિ એટલુંજ નહિ એનો દરવાજો પણ ખુબ સખત હોય છે રાજીવ દરવાજો તોડીને જીવડું કાઢવા છરી સ્ક્રુ ડ્રાયવર લઈને ઘણું મથ્યો પણ જીવડું ઘડીકમાં નોતું નીકળ્યું . આપ કોઈ પર્યટન સ્થળે જાઓ અને જ્યાં શંખ વેચાતા હોય ત્યાં જજો અહી સુંદર ગુલાબી રંગનું શંખ્લું જોવા મળશે આ શંખ ઉપરથી ભાંગેલો હશે . મેં તૂટેલા શંખ બાબત કારણ પૂછ્યું . હું જે કઈ શીખ્યો છું એ આવી રીતે પુ છી પુછીનેજ શીખ્યો છું અને એટલેજ હું આતાઈ છું . શંખના વેપારીએ મને કીધું કે જો અમે શંખ આખોરાખીને જીવડું કાઢવા જઈએ તો જીવડું તૂટી જાય અને શંખ બગડી જાય અને એને પાચ્ચી સાફ કરવો બહુજ અઘરો થઇ જાય અને ગમે તેટલો સાફ કરીએ તોય ખૂણે ખાંચરે જીવડાના શરીરનો થોડો ભાગ રહી જાય એ ઘણો ગંધ મારે ઉપર થી શંખ તોડીએ તો જીવડું અકબંધ બહાર નીકળી જાય એટલે શંખ જરાય બગડે નહિ .
આ જીવડાને કાચું પણ ખાઈ શકાય અને રાંધીને પણ ખવાય હું એક વખત આ શંખના પરાધી ભેગો ગયો .એક શંખને કુહાડીથી તોડ્યો મને જીવડાનો થોડો ભાગ ખાવા આપ્યો . મેં ખાધો માંડવીના ઓળા જેવો સ્વાદ હતો . હું વેજીટેરીયન છું પણ મેં એટલા માટે શંખનું જીવડું ખાધું કે યમ દેવતા ભગવાન પાસે મને ઉભો રાખે તો તેઓના કોઈ પ્રશ્ન નો જવાબ દેવા કામ આવે .
એલા ભાઈ આ તમારી આગળ મારા પોતાના સમજીને પેટ છૂટી વાત કરી તો તમે ફોન કરીને કે ઈ મેલ લખીને ભાનુમતીને નો કહેતા નહીતર પાછી મને બાધવા માટે સરગ લોકથી અહી આવે એમ છે .અને સુરેશ જાની કનક રાવલ પ્રવીન્કાંત શાસ્ત્રી જેવા એમને કહી દ્યે એવા છે કે બા તમારા ગયા પછી આતા છોકરીયુ ભેગા રખડ્યા કરે છે . અને તો પછી એ સરગમાં નહિ જાય અને અહી મારી ચોકી કરવા રોકાય જાય . થોડું લખ્યું ઝાઝું કરીને વાંચજો .