Daily Archives: નવેમ્બર 27, 2014

અમેરિકામાં આ અભણ આતાએ કાર ખરીદી અને કાર ચલાવી

उद्यम:साहसं धैर्यं  बुद्धि शक्ति पराक्रम:
षडेते  यत्र वर्तन्ते  दैवो तस्य  सहाय कृत
હું  અમેરિકા આવ્યા પછી પ્રિન્ટીંગ પ્રેસમાં  નોકરી કરવા લાગ્યો  .
પ્રેસનો માલિક મી  . ચેસ  રશિયામાં જન્મેલા  અને જુવાનીમાં અમેરિકા આવ્યા  .તેઓ મારાથી બેએક વરસ મોટા    મારું કામ એને બહુ સંતોષ કારક લાગતું  . શરૂઆતમાં  મને બોલતાં કે લખતાં કે વાંચતાં ઈંગ્લીશ આવડે નહિ  ,એટલે મારે સખત મજુરીનું કામ કરવું પડતું  . પણ પછી બહુ સહેલું કામ કરવાનું આવેલું  . શેઠ મારા મિત્ર જેવા થઇ ગએલા   .મારી સાથે બહુ દિલ ખોલીને વાત કરતા  . તેઓ પોતાના અનુભવની વાત કરતા કહેતા કે  હું આ દેશમાં આવ્યો ત્યારે  હું સ્ટોરોની એડ વેટાઈ ઝની  પત્રિકાઓ લઇ  સાઈકલ ઉપર બેસી   ,ઘરોઘર આપવા જતો  . અને હાલ તમે જુવો છો એમ  સાડા ત્રણ લાખ  ઘરોમાં  એડવેટાઇઝ્નું   80 પાનાનું મેગેઝીન  દર અઠવાડિયે  ઘરો ઘર પહોંચે છે  .અને તે  સાઈકલ ઉપર બેસીને  સ્ટોરોની  જાહેર ખબરની પત્રિકાઓ  ઘરો ઘર પહોંચાડતો  રશિયન છોકરો અબજોપતિ છે  .
એક જોક જેવી વાત કહું છું   . હું થોડાક શબ્દો બોલતા શીખેલો  .હું  કોણ પ્રેસનો માલિક છે કોણ મેનેજર છે  .એની મને ખબર નો પડે અને અહીના માણસો  અધિકારી હોય એ પણ પોતાના માથા ઉપર મોટાઈનો ભાર લઇ ફરતા નથી હોતા  એટલે મારા જેવાને કયો ભાઈ શું છે એ ખબર  નો પડે બીજું અહીના માણસો  કર્મ ચારીઓ  દોઢ ડાયા થઈને  મારા જેવા કે જેને ઈંગ્લીશ  ન આવડતું હોય એવાને  કહેતા નો ફરે કે  આ માણસ શેઠ છે કે  કોણ છે  .અને શેઠ હોય એ પણ ફેકટરીમાં  મજુર જેવું કામ કરી લેતા હોય  એટલે મારા જેવાને કશી ખબર નો પડે
એક વખત લંચ બ્રેકમાં  હું લંચના બાંકડા ઉપર બેઠો હતો અને શેઠ આવ્યા  ,મારા કુશળ સમાચાર પૂછ્યા નોકરી બાબત પૂછ્યું તમને નોકરી ફાવે છેને ? મેં ઓલા બીજા કર્મ  ચારીઓ  રોદડા  રડતા હોય કે પગાર બહુ ઓછો હોય છે હું પણ એવી રીતે ખોટે ખોટાં લોલે લોલ  રોદડા રડતો હોઉં  બાકી મારા મનને પૂછો તો  હું દેશમાં માસિક 67 રૂપિયા કમાતો હતો  તેદી એક ડોલરના 13 રૂપિયા ભાવ હતો  અને પગાર ધોરણ પણ ઓ છું  હતું તે છતાં મારા દોઢ કલાકના પગારમાં દેશનો મહિનાનો પગાર થઇ જાય  હૂતો બહુજ   ખુશી હતો  .પણ  શેઠને મારા જેવો કર્મ ચારી સમજીને મેં જવાબ દીધો  .કામ  મહેનતનું  છે એનો મને વાંધો નથી પણ આ  શેઠ પ્રેસનો માલિક છેને ઈ બહુ લોભિયો માણસ છે  પગાર બહુ આપતો નથી  . શેઠ બહુજ શાંતિ થી બોલ્યા એવું નથી ,તમારો પગાર તમે દાખલ થયા ત્યારે  કલાકના બે ડોલર લેખે નક્કી કરેલું અને તમને સવા બે ડોલર લેખે પગાર નોતો ચૂકવ્યો  .
હવે આ જગ્યાએ  ભારત નો શેઠ હોયતો ? તમે કલ્પના કરો  તે  શું કહે  ? આ પ્રસંગ્નેતો ઘણો ટાઈમ થઇ ગયો  . પછી મને ખબર પડીકે જેને મેં લોભી કીધેલો એતો આ પ્રેસનો માલિક છે  પછી  અને જેની થાળીમાં  મારા જેવા હજારોનો  રોટલો છે  . પછી હું એની સાથે  કામ પુતિ વાત કરું અને એ પણ સંકોચાયને  , એક વખત શેઠે મને કીધું  . તમે  મારી સાથે વાત કરવામાં  જરાય સંકોચ ન રાખો તમે મારા મિત્ર છો અને ખરું મને પૂછતાં હોતો તમારા જેવો મિત્ર મને હજુ સુધી મળ્યો નથી  . પછી એ બહુ  ટીખળ કરે કોઈ નવી છોકરી દાખલ થાય તો મને પૂછે  . આ નવી છોકરી તમને કેવી લાગી  . પછી મને પૂછે  તમારા દેશમાં આવી છોકરી મળે તો એને તમે કેવી રીતે બોલાવો  ? મેં કીધું  એ છોકરી  ઓછાબોલી  શરમાળ જેવી છોકરી સાથે  કામ પુરતી વાત કરીએ  જો એની મશ્કરી કરવા જઈએ તો બીજે દિવસે એના ભાઈ પાસે માર ખવડાવે  અને  છોકરી  નખરા બાજ હોય અને આજુ બાજુ કોઈ ન હોય તો એમ કહીએ    क्यों  टम टम आज बन थान के किसका  भला करने जारही है  ,
आजे थेंक्स  गिविंग डे है  તો આજ એક પ્રસંગોચિત  વાત કરું છું  આ દિવસોમાં શેઠ  ટર્કી માટેની લોટરી કાઢે  , કોઈને પૈસા આપવાના  નહિ   . કમ્પ્યુટર  એકનું નામ કાઢે એને લોટરી લાગે  .એક વખત મને લોટરી લાગી 27 પાઉન્ડની  ટર્કી  મને મળી  . એક માણસ  વાત કરતો હતો કે હું 25 વરસથી નોકરી  કરું છું મને હજુ સુધી લોટરી લાગી નથી અને તમને વેજીટેરીયન  માણસને  લોટરી લાગી  . અમુક છોકરીયું પણ લોટરી કાઢે એક ડોલરની ટીકીટ રાખી હોય  . મારી પાસે ત્રણ છોકરીયું આવી અને મને   પૂછ્યું ટર્કી  રમવી છે ? મેં કીધું  ટર્કીયુ  માટે હું ઘરડો છું  . એક છોકરી બોલી અરે રમ  તુને        ટર્કી યુ  જુવાન કરી દેશે  .
એક વખત મને શેઠે કહ્યું  (આ વખતે હું બહુ આરામની નોકરી કરતો )  તમે કાર ચલાવતા શીખી જાઓ  તો તમે ઘણા  સ્વતંત્ર  થઇ જાઓ  તમને રાઈડ માટે  તમારા ભાઈની  મદદ ની જરૂર ન રહે અને તમે કાર ખરીદી લ્યો  હું તમને ઉછીના પૈસા આપીશ  .  મેં કીધું શેઠ   આ કાર ચલાવવા માટે  જે રીટર્ન ટેસ્ટ આપવો  પડી ઈ ટેસ્ટમાં પાસ ન થાઉં  કેમકે મને ઈંગ્લીશ આવડે નહિ  . તો શેઠ બોલ્યા આ નેગેટીવ ચેક કરી શકો છો  .એના કરતાં લેખિત પરીક્ષા  સહેલી હોય છે  . અને હું તૈયાર થયો  . આમેય મેં અમેરિકા આવતા પહેલા નક્કી કરેલું કે  આ દેશમાં  મારે કામ ચલાઉ  ઈંગ્લીશ બોલતા શીખી જવું  કાર ચલાવતા શીખી જવું  ઘરની કાર ખરીદી લેવી અને ઘણું પોતાનું ઘર હોઉં  અને કોઈને મદદ કરી શકું એટલા  પૈસા મારી પાસે જમા હોય  .
મને શેઠે  ડ્રાયવર  મેન્યુઅલ  મગાવી દીધું  .મેં મારા ભાઈને કર ચલાવતા  શીખવાનો છું ભાઈએ ચોક્ખી  નાં પાડીકે તમારે જોખમ ખેડવાની શી જરૂર છે  અમે તમને નોકરી કરવા  માટે લઇએ   લાવીએ છીએ  મારા ભાઈનો વિરોધ હોવાથી મેં  કાર શીખવા બાબતની વાત છુપી રાખી હતી  . હું મેન્યુઅલ વાંચીને તૈયાર થઇ ગયો  મારા ઉપર ભાવ રાખતી  મહિલાઓની મદદથી  . મેં શેઠને વાત કરીકે હવે મને વિશ્વાસ છેકે હું લેખિત પરીક્ષામાં  પાસ થઇ જઈશ  ,શેઠે એક મહિલાને મને પરીક્ષા આપવાના  ઠેકાણે લઇ જવા માટે  કીધું અને મને કીધું કે પરીક્ષાનું જે પરિણામ આવે એની સૌ  પ્રથમ મને જાન કરજો  . અને હું એકલ દંતા  મોટા પેટવાળા  લાંબી સૂંઢ વાળા અને  ઉંદરડાના  વાહન વાળા ગણપતિ દાદાનું  સ્મરણ કરીને  પરીક્ષા આપવા ઉપડ્યો  પરીક્ષક  મહિલા હતી  આ મહિલાઓનો પરિબળ વાળો દેશ  જ્યાં જુવો ત્યાં મહિલાઓજ ભટકાય  ..
મેં પરીક્ષા આપી  અધિકારીએ  પેપર તપાસ્યું  .  અને મને   સારી રીતે પાસ થયાના  શુભ સમાચાર  આપ્યા આ શુભ સમાચાર સાંભળવાનું મને પાછું મન થયું એટલે મેં લેડીને પૂછ્યું શું કી ધુ   ? લેડી બોલી તમે બહીજ સારી રીતે પાસ થઇ ગયા છો  . અને મેં શેઠને  ફોન કરીને  શુભ સમાચાર આપ્યા   . શેઠે  તાબડતોબ  કેક મગાવી    અમારા વિભાગના  માણસોને ભેગા કરી  નાનકડી  પાર્ટી રાખી  . કેક ઉપર  મોટરને લગતા  ચિન્હો નાં ચિત્રો દોરવ્યા।  અને પછી  કાર ચલાવવા માટે કલાકના પાંત્રીસ  ડોલર  આપી  કાર શીખ્યો  . અને સુબરું કાર ખરીદી   કાર શીખવાડ નાર  લીંડા  નામની  મોટા સ્તન વાળી  મહિલા હતી  .

બ્રેકમાં