પોર્ટરિકો,સેન્ટ ટોમસ ,વર્જિન આઈલેન્ડ, સેન્ટ માર્ટીન .વગેરે ટાપુઓની cruise દ્વારાયાત્રા

img038

હું   અને મારી   અતિ  પ્રેમાળ  ઘરવાળી   ન્યુ જર્સીમાં મારા દીકરા હરગોવિંદ  ને ઘરે  હતાં ત્યારે   હરગોવિંદ કહે  જો તમારે  દરિયાઈ  મુસાફરી  કરીને  ટાપુઓની  મુલાકાત  લેવી હોય તો હું બંદોબસ્ત  કરું   .  મેં મારી  વાઈફને વાત કરી  કે આપણે એક મોટી આગબોટ દ્વારા  જુદા જુદા ટાપુઓની મુસાફરીએ  જઈએ  તે બોલી કેટલો ખર્ચ થશે ? મેં ખર્ચની વાત કરી તો તે બોલી  આટલો બધો ખર્ચ કરીને  ટાપુઓમાં શું  દાટ્યું  છે કે લેવા જવું ? મેં કીધું “આપણે જીવ્યા કરતા જોયું ભલું ” કરી લઈએ  પણ એ માની નહિ અને બોલી  તમ તમારે જાઓ  હું નથી આવવાની  . આ વખતે મને એક ઉર્દુ શેઅર  બનાવવાનું સુજ્યું કે लोग कहते  है की औरतको  समझना मुहाल है  लेकिन सच तो ये है  समझाना मुहाल  है    . मुहाल = अशक्य  મેં હરગોવીન્દ ને   વાત કરી કે   આ લક્ષ્મી  ચાંદલો  કરવા આવે છે  એટલે હું મોઢું ધોવા જતો નથી  .  નુંઅર્કથી  પ્લેનમાં  માયામી અને ત્યાંથી હું ક્રુઝમાં બેઠો   . આ સમુદ્રી  યાત્રાનો મારો પહેલો અનુભવ હતો   .ક્રુઝની અંદર પુષ્કળ ખાવા પીવાનું  તમારી સેવામાં નોકરચાકર હાજર  અનેક દુકાનો  બાર્બર શોપ પણ હોય અને ધોબી શોપ પણ હોય  કેસીનો પણ હોય અને બીજા અનેક રમત ગમતના  આનંદ  પ્રમોદનાં સાધનો   જેટલા દિવસ તમે ક્રુઝમાં  હો ત્યારે  તમે  મોટા મહારાજા હો એવો અનુભવ થાય   ,દરેક ટાપુઓની દુકાનો ઉપર ડયુટી ફ્રિ નું બોર્ડ હોય  , પણ એનો લાભ  દુકાનો વાળાજ    લેતા હોય છે  .  તમને તો ન્યુયોર્ક કરતા પણ  મોંઘા ભાવે  વસ્તુ  ઠઠાડે    હું  એક વસ્તુ લેવા ગયો  ,  તો બહુ મોંઘી એટલે મેં વસ્તુ પડતી મૂકી દીધી  . એટલે દુકાનદાર  બોલ્યો ભાવ જોઇને ભડકી ગયા ?  લઇ   જાઓ  એમ કહી મને વસ્તુ  ઓછા   ભાવે આપી  ,ક્રુઝમાં  બે પાર્ટીઓ પાડી પ્રશ્નોત્તરી રાખે  મારી સામેની પાર્ટી  વાળાએ પ્રશ્ન કર્યો  ઇન્ડિયા કઈ વસ્તુનો વધુ નિકાસ કરે છે ? અમારી પાર્ટી વાળાએ  મને પૂછ્યું તમે ઇન્ડીયાના છો તમને વધુ ખબર હોય  .   બોલો શું કહીશું   . મેં કીધું  માણસો એક જન બોલ્યો વસ્તુનું પુછે છે  તો મેં કીધું ચા  અને જવાબ સાચો પડ્યો એટલે અમને કૃઝ્માંજ  વાપરી શકાય એવાં ટોકન  આપ્યાં એક જોક એવો કીધોકે  ક્રુઝમાં પાણી બહુ વપરાય છે એટલે કોઈ ક્રુઝ  કમ્પનીએ  ટોયલેટ હવાથી સાફ થઇ જાય એવું રાખ્યું  . તમે ફ્લશ કરો એટલે  હવા જોરથી  ખેંચીને  સાફ કરી નાખે એક વખત એવું બન્યું કે  એક બહુ જાડી બાયડી  જાજરૂ ગઈ અને  અને ત્પ્ય્લેત ઉપરથી ઉભી થતાં ફ્લશ કર્યું  એટલે  પાવર ફૂલ  હવાએખેંચ્યું  અને  બાયડી  કમર  સુધી અંદર ઘુસી ગઈ  .,  એ કેમેય કરી  નીકળે નહિ એણે એના ધણી ને બુમ મારી કે હની  મને બારી કાઢ હું ટોયલેટમાં ફસાઈ ગઈ છું  . હવે ઈનો હસબંડ   કાઢી શક્યો નહી  , એટલે  એણે મદદ માટે  ક્રુઝના કર્મચારીઓને બોલાવ્યા    .એટલે બે ત્રણ લોન્ઠ્કા જવાનો આવ્યા અને નાગી પુગી બહાર  ખેંચી કાઢી   .
બધા ટાપુઓ કરતાં મને સેન્ટ માર્ટીન  ટાપુ બહુ ગમ્યો  . હું ટાપુ37 સ્કેરમાઈલના  વિસ્તાર વાળો છે અને  ડચ અને ફ્રાંસ એમ બે દેશોની માલિકીનો છે  . હું  કૃઝ્માંથી ઉતરીને  સીધો ડચ વિસ્તારમાં ગયો  .અહી મને એક બાયડી એ  બોલાવ્યો  એવા લહેકાથી બોલાવ્યો કે  જાણે આપની જૂની ઓળખીતી હોય   . એય આવોને ક્યા જાઓ છો દોડ્યા  દોડ્યા   . થોડી કોફી પિતા જાઓ થોડો નાસ્તો કરો  . આવોને  ?   હું એના ઘરમાં ગયો  .  મને એક જુવાન છોકરી દેખાડી   ,આ  છોકરીએ   બીચ ઉપર પહેર્યા હોય  એવાં  કપડાં પહેર્યાં હતાં  . મને  બાયડીએ પૂછ્યું આ છોકરી તમને ગમે છે ? મેં જવાબ દીધો  .  હા મને બહુ ગમે છે તો તે કહે  તો પછી એની સાથે  ક્રુઝમાં જવાના ટાઈમ સુધી  આનંદથી  સમય પસાર કરોને  ?એ તમને સ્નાન પણ કરાવી આપશે   . હું બહાનું બતાવીને માંડ  છૂટ્યો  .
ફ્રેંચ વિસ્તાર તમને સુઘડ લાગે  બાકી આ ડચ વિસ્તારમાં  કુકડા  બકરીયું  રખડ્તીયું દેખાય   મેં એક રાસડો બનાવ્યો જે આપના માટે લખું છું  .
સેન્ટ માર્ટીનના  બેટમાં  દુલા  સેન્ટ માર્ટીનના બેટમાં
બે દેશોની હકુમત હાલે  ગિરધારીલાલ
ઈ બેટના માયાળુ  માનવી દુલા ઈ બેટના માયાળુ  માનવી
અજાણ્યાથી પ્રીતું બાંધી બેસે ગિરધારીલાલ
ડચ વિસ્તારમાં  કૂકડા બકરાં હડફટે  તુને આવશે
કુકડીયુંથી બચતો બચતો  રેજે ગિરધારીલાલ
બીચ ઉપરજો જાતો દુનિયા જુદી જુદી   લાગશે
ઘરવાળીને ભેગી લઇ  નો જાતો  ગિરધારીલાલ
અંતરના  ઊંડાણથી વિચાર આવ્યો  ‘ ‘ આતા ઈ ને  ‘
રાસડો બનાવવાનું સુજ્યું ગિરધારીલાલ  haappy  iaster  2016

 

15 responses to “પોર્ટરિકો,સેન્ટ ટોમસ ,વર્જિન આઈલેન્ડ, સેન્ટ માર્ટીન .વગેરે ટાપુઓની cruise દ્વારાયાત્રા

  1. pragnaju માર્ચ 28, 2016 પર 8:48 એ એમ (am)

    आँखों ही में एक दूसरे को इतना समझ जाते थे जितना समझने समझाने के लिए लोगों को अल्फ़ाज़ कम पड़ जाते हैं। बस का मानना था और … क्योंकि बिरहा में तो साँसे मुहाल होतीं हैं कोई अफ़साना क्या कहे।

    • aataawaani માર્ચ 28, 2016 પર 10:33 એ એમ (am)

      હવે મારી ઘણી ભૂલો પડતી જાય છે . આ મારી ક્રુઝ યાત્રા પૂરી નથી લખી શક્યો . કેમકે હું ઘણું બેસી શકતો નથી . હવે બીજી વખત બાકી રહેલું લખીશ .આ ફોટો તમે જોયો એતો ચોથી વખતની ક્રુઝ યાત્રાનો છે આ વખતે હું ડેવિડના કુટુંબને પણ સાથે લઇ ગએલો . હવે કદાચ મેં મહિનામાં કુટુંબ સાથે ફરીથી જવા વિચાર છે . इंशा अल्लाह

  2. Maulik Zaveri માર્ચ 28, 2016 પર 9:11 એ એમ (am)

    ખુબ સરસ.. સારું કર્યું સાહેબ ત્યાં આનંદ માણવા ન ગયાં નહીતર પાછા ઘરે વળતી વેળાએ મોટો ધડાકો થવાનો ભય મનમાં રહી જાત.
    ટાપુઓનાં ફોટા હોઈ તો share કરવાં વિનંતી, અમે ઘર બેઠાં એ માહોલ નિહાળીએ ને!

    • aataawaani માર્ચ 28, 2016 પર 11:48 એ એમ (am)

      પ્રિય મૌલિક ભાઈ ઝવેરી
      આ મારી પ્રથમની ક્રુઝ યાત્રા હતી . ફોટાતો છે પણ હાથ આવવા મુશ્કિલ છે .તમે જે આ લખાણ ઉપરનો જોયો એ મારી ચોથી કુર્ઝ યાત્રાનો છે . ભૂલમાં મુકાઈ ગયો છે . હજી આ પ્રથમની ક્રુઝ યાત્રાનું લખવાનું બાકી રહી ગયું છે હવે અનુકુળતાએ લખીશ . મારી વાઈફ મારી સાથે હોતતો છોકરીઓ મારી નજીક ન આવત .

      • Maulik Zaveri માર્ચ 28, 2016 પર 8:12 પી એમ(pm)

        હહાહા ..ખુબ સરસ, અને તમે સાચું કહ્યું… સ્ત્રીને સમજવી એ શક્ય નથી. હું તો કહું કે.. “લોઢાનાં ચણા ચાવવા જેવું છે”.
        અને મારો એક સવાલ હતો..આ “આતાવાણી” નામ તમે રાખ્યું છે..એનો અર્થ શું થાય પૂછી શકું?

        • aataawaani માર્ચ 29, 2016 પર 5:56 એ એમ (am)

          પ્રિય મૌલિક ઝવેરી ભાઈ
          પોરબંદર બાજુ બરડા ડુંગર વિસ્તારમાં ઘેડ વિસ્તારમાં મેર , રબારી .લોકોની વસ્તી છે . આ લોકોમાં વડીલ કે જે બહુ મોટી ઉમરનો હોય એનામાટે આતા શબ્દ વાપરે છે . આતા એટલે સન્માનનીય વડીલ મને અશોક મોઢવાડિયા નામના મેર યુવાને મારું સમ્બોધન આતા તરીકે કર્યું . મારો જન્મ ઘેડના દેશીંગા ગામમાં થએલો છે . મને બ્લોગ વિશ્વમાં સુરેશ જાની નામના બ્લોગર ભાઈ છે . એમને મારા બ્લોગનું નામ “આતાવાણી ” રાખ્યું . આતાવાણી એટલે આતાનાવચનો .
          મૌલિક ભાઈ તમે પૂછ્યું એટલે જાણ્યું તમારી જીજ્ઞાસા વૃત્તિ
          તમારા જીવનના ઊંચા શિખરો સર કરાવશે . મારું સંબોધન કેટલાક મિત્રો આતાશ્રી કે આતાજી તરીકે પણ કરે છે . આવતી એપ્રિલની 15 તારીખે પરમેશ્વરે નક્કી કરેલી ઉમરમાંથી 95 વરસ હું ઓછા કરી નાખીશ . જો પરમેશ્વરની ઈચ્છા હશે તો .

        • Maulik Zaveri માર્ચ 29, 2016 પર 9:21 એ એમ (am)

          પ્રિય “આતાજી” આપના વિષે જાણ્યું અને ખુબ જ આનંદ થયો. આતાજી મને ખુબ દુઃખ અનુભવાય જો તમે મને “ભાઈ” કહો, કેમ કે હું તો હજું ૨૧ વર્ષનો જ અને આપતો મારા દાદા કહેવાવ, તમે મને પ્રિય મૌલિક કહો તો મને ખુબ આનંદ થશે.
          જીજ્ઞાશુંની વાત તો દાદાજી એવું છે કે, હું માત્ર ૭ વર્ષનો હતો જયારે મારા પ્રિય પપ્પાને સ્વર્ગમાંથી તેળું આવ્યું અને ત્યારબાદની જીંદગી કઠીન તો હતી પણ તમામ વસ્તુઓનો અનુભવ થવા માંડ્યો એટલે આ ટેવ આપોઆપ પડતી ગય. ઘણા મારાં નજીકના લોકો મને કહે કે તું છો ૨૧નો પણ વિચારધારા ૨૫/૩૦ જેવી છે.
          ભગવાન કરે તમે ૯૫ નહી પણ ૧૯૫ વર્ષ શાંતિ અને સુખીથી પુરા કરો.
          તમારી સાથે જોડાઈને ખુબ જ આનંદ છે, સદાય જોડાઈ રહો એવી મારી વિનંતી.

  3. Vinod R. Patel માર્ચ 28, 2016 પર 9:50 એ એમ (am)

    આતાજી તમારી ક્રુઝ યાત્રાનું વર્ણન વાંચીને તમારી સાથે અમે પણ આનંદ માણ્યો.

    માણ્યું એનું મનન કરવું એ જ છે એક લ્હાવો ..!!

    માણ્યું એને મિત્રોમાં વહેંચવું એ છે એક અધિક લ્હાવો !

    • aataawaani માર્ચ 28, 2016 પર 10:21 એ એમ (am)

      મેં વાર્તા લખીછે એ મારી પ્રથમ ક્રુજ યાત્રાની અને ફોટો મુકાઈ ગયો . હું ફરીથી ડેવિડ અને એના પરિવારને લઈને ક્રુઝ યાત્રાએ ગએલો તેનો મુકાઈ ગયો . હજી પ્રથમની ક્રુઝ યાત્રાનું લખવાનું બાકી છે . એ હવે લખીશ . મારી ભૂલો પડતી જાય છે મને એમ થાય છે કે મને વૃદ્ધાવસ્થા આવવા માંડી છે હજીતો હું આવતી અપ્રીલની 15 તારીખે મારા આયુષ્યના 95 વરસજ પુરા કરીશ . હવે ફક્ત હું કૃઝ્નો ફોટો મુકીશ .

  4. pravinshastri માર્ચ 28, 2016 પર 6:01 પી એમ(pm)

    આતાજી હું તો ક્રુઝમાં ૧૦-૧૨ વાર ગયો છું. અને હવે પછી પણ જતો રહીશ; પણ મને તમારા જેવી સરસ વાતો લખતા નથી આવડી. બીજી એક ખાનગી વાત. મને પેલી સેન્ટમાર્ટિન વાળી બાયડીના ઘરનું સરનામુ આપજો ને? કોઈ એકલો ડોસો ક્રુઝમાં જવાનો હોય અને એને નહાવાનું મન હોય તો આપવા કામ લાગશે!!!!!!!

  5. aataawaani માર્ચ 29, 2016 પર 7:05 એ એમ (am)

    પ્રિય પ્રવીણ કાન્ત શાસ્ત્રી ભાઈ

    એ બાયડીના સરનામાની મને ખબર નથી . પણ તમે કૃજ્માંથી ઉતરી ચાલતા મુખ્ય બજારમાં પ્રવેશ કરો એટલે તમારી જમણી બાજુ એ નું ઘર છે એ પોતેજ ઘર બહાર નીકળીને નીકળીને તમને આવકારવા બહાર આવશે .
    મારી વાઈફ મને બહુ યાદ આવતી હતી . એ મારી સાથે હોય એવું મને લાગતું એટલે મને આવી છોકરીપાસે નવડાવવાની ઈચ્છા ન થતી . આજ ક્રુજ ની ઘણી બાકી રહેલી વાત હું હજી લખવાનો છું તમેતો હદ કરી નાખી . ખુબ ક્રુઝ યાત્રા કરી . મેં મહિનામાં સહ કુટુંબ કુઝ્માં જવા વિચારીએ છીએ .

  6. dave joshi માર્ચ 29, 2016 પર 5:05 પી એમ(pm)

    gothan ni davanun nam chhe. ” Aspercreme ” E lagadine Knee brace ave chhe e bandhvanu. A badhun medicare/medicaid man thi malshe. Dr. pase jai avo ane ene keh jo to lakhi aapshe.Suji jay ke dukhe tyare ” ice pack ” lagadvanu “Aaje maro program sambhalvo bhuli gaya hasho. Ravivar no program gamyo? Hucq ni Holi ni shayari gami? Puchhto hato.
    DJ

    Date: Mon, 28 Mar 2016 15:03:43 +0000
    To: bharatdarshan@hotmail.com

  7. રીતેશ મોકાસણા એપ્રિલ 1, 2016 પર 8:08 એ એમ (am)

    તમારા દરેક લેખમાં નવું નવું હોય છે. એકદમ દેશી ભાષા પણ માણવા મળે છે.

Leave a reply to aataawaani જવાબ રદ કરો